Manila,તા.17
હાલ ફિલપીન્સની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે આ દેશના રાષ્ટ્રપતિ ફર્ડીનેડ માર્કોસ-જુનીયર દ્વારા આયોજીત ગાલા-ડીનરમાં ઈ-રીક્ષા મારફત પહોંચ્યા હતા તે સમયે તેઓએ અહીના પુરુષો માટેના પરંપરાગત આરોગ તાગાલોગ પહેર્યો હતો.
શ્રી મોદીનો આ પોષાક સૌનુ ધ્યાન ખેંચી ગઈ હતી. શ્રી મોદીનું ગઈકાલે મનીલામાં ભવ્ય સ્વાગત કરાયુ હતુ. તેઓએ અહી ફિલીપીન્સના કલાકારો દ્વારા જે ખાસ રામાયણના કેટલાક ખાસ પ્રસંગો પરંપરાગત વેશભૂષામાં રજુ કર્યા તે નિહાળ્યા હતા તથા કલાકારોને પણ મળ્યા હતા.
શ્રી મોદી આ દેશની ત્રણ દિવસની મુલાકાતે છે. આજે સવારે શ્રી મોદીએ અહીના વિખ્યાત ગુરુદ્વારા ખાલસા દિવાન પહોંચ્યા હતા તથા અહી તેઓએ ગુરુ સાહેબની પ્રાર્થના કરી હતી તથા જેમાં સ્થાનિક મેયર તથા સાંસદ પણ હાજર હતા. આ ગુરુદ્વારા 1901માં સ્થાપીત થયુ હતું અને 1924માં ખાલસા દિવાન તરીકે તેનું રજીસ્ટ્રેશન થયુ હતુ જે અહીનું સૌથી જૂનુ ગુરુદ્વારા છે.

