Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026

    Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ

    November 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના
    • પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ
    • Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ
    • 18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ
    • 19 વર્ષીય મોડલ Kajia Liz Mejono નો મિસ યુનિવર્સ સ્પર્ધામાં 116 સુંદરીઓ સાથે મુકાબલો કરશે
    • Crypto એક્સચેન્જોને 60 દિવસનું અલ્ટીમેટમ ; વિદેશી સોદા પર સંકટ
    • Wellington Test: 4 ભારતીય ફાસ્ટ બોલરોએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ
    • Hardik Pandya ગયા બાદ Mumbai Indians ની કમાન હવે કોના હાથમાં જશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ
    મુખ્ય સમાચાર

    18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ

    Vikram RavalBy Vikram RavalNovember 24, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મુંબઈ. તા. 24
    શેરબજારમાં તેજી આવે છે ત્યારે રોકાણકારોનો ઉત્સાહ પણ વધી જાય છે. ચારેબાજુ મ્યુચ્યુઅલ ફંડ અને SIPમાં રોકાણની ચર્ચા થવા લાગે છે, પરંતુ જેવો બજારમાં ઘટાડો શરૂ થાય છે કે ઘણા રોકાણકારો ગભરાઈ જાય છે. કેટલાક પોતાની SIPની રકમ ઘટાડી દે છે તો કેટલાક તેને સંપૂર્ણપણે બંધ કરી દે છે.

    AMFIના ઓક્ટોબરના આંકડા મુજબ, 18 મહિનામાં સૌથી ઓછી નવી SIP ઓક્ટોબરમાં શરૂ થઈ. બીજી તરફ, નવી SIPની સરખામણીમાં બંધ થતી SIP ની સંખ્યા વધુ રહી. તેનાથી સવાલ ઊભો થાય છે કે શું રિટેલ રોકાણકારો બજારના ઘટાડાથી ગભરાઈને રોકાણથી દૂરી બનાવી રહ્યા છે?

    મ્યુચ્યુઅલ ફંડ એક્સપર્ટ વિજય મંત્રીના મુજબ, બજાર સતત સારું રિટર્ન આપે છે ત્યારે રોકાણકારો માનવા લાગે છે કે આગળ પણ આવું જ થશે. આ આશામાં તેઓ પોતાની જોખમ ઉઠાવવાની ક્ષમતા કરતા વધુ પૈસા ઇક્વિટી ફંડોમાં લગાવી દે છે.

    ઘણી વખત પાછલા એક-બે વર્ષના સારા રિટર્નને જોઈને મિડકેપ અને સ્મોલકેપ ફંડોમાં રોકાણ વધારી દે છે. પરંતુ બજારનો રૂખ બદલાતા આવા રોકાણમાં વધુ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

    SIP અટકાવવાથી કેવી રીતે થઈ શકે છે નુકસાન?
    SIP નો એક મોટો ફાયદો એ છે કે તેમાં રોકાણકારે બજારનું સાચું સ્તર ઓળખવાની જરૂર પડતી નથી. દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ થવાથી બજારના અલગ-અલગ સ્તરો પર મ્યુચ્યુઅલ ફંડના યુનિટ ખરીદવામાં આવે છે.

    જ્યારે બજાર પડે છે ત્યારે ફંડની નેટ એસેટ વેલ્યુ (NAV) પણ ઓછી થઈ શકે છે. આવી સ્થિતિમાં એટલી જ રકમમાં પહેલાં કરતા વધુ યુનિટ મળે છે. તેને રૂપિયાની સરેરાશ કિંમત (રૂપી કોસ્ટ એવરેજિંગ) કહે છે. આ રીતે ઘટાડા દરમિયાન રોકાણકારને વધુ યુનિટ મળે છે. બજારમાં બાદમાં રિકવરી આવે છે ત્યારે આ વધારાના યુનિટનો ફાયદો મળી શકે છે.

    SBI સિક્યોરિટીઝના કેપિટલ માર્કેટ્સના ચીફ બિઝનેસ ઓફિસર મુફદ્દલ માચેસવાલાના મુજબ, સતત ત્રણ વખત SIPની ચુકવણી ફેઈલ થવા પર તેનો મેન્ડેટ આપમેળે બંધ થઈ શકે છે. આ ઉપરાંત કેટલીક યોજનાઓના બંધ થવાની કે નિર્ધારિત અવધિ પૂરી થવાની અસર પણ આ આંકડા પર પડે છે. તેથી માત્ર SIP બંધ થવાની સંખ્યાને જોઈને આ નિષ્કર્ષ કાઢવો ઉતાવળભર્યું ગણાશે.

    લક્ષ્યના હિસાબે બનાવો પોતાની રણનીતિ
    માસ્ટર કેપિટલ સર્વિસિસ લિમિટેડના ચીફ રિસર્ચ ઓફિસર ડો. રવિ સિંહ કહે છે કે રોકાણકારોએ બજારની રોજિંદી હિલચાલ જોઈને નિર્ણયો ન લેવા જોઈએ. SIP લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યો માટે હોય છે, નહીં કે થોડા મહિનામાં રિટર્ન કમાવવા માટે. તેમના મુજબ, રોકાણકારે પોતાની જોખમ ઉઠાવવાની ક્ષમતા અને રોકાણના સમયગાળાના હિસાબે ઇક્વિટી, ડેટ અને અન્ય યોગ્ય એસેટ ક્લાસમાં નાણાં વહેંચવા જોઈએ. તેના માટે પોર્ટફોલિયોમાં વિવિધતા જાળવવી જરૂરી છે.

    સુરેશ રાઠી સિક્યોરિટીઝના CEO લલિત મુંદડાના મુજબ, રોકાણકારોએ પહેલાં એ જોવું જોઈએ કે તેમણે મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં કયા ઉદ્દેશ્યથી રોક્યા છે. જો લક્ષ્ય 10-15 વર્ષ બાદ બાળકોનું શિક્ષણ, રિટાયરમેન્ટ કે ઘર ખરીદવાનું છે તો થોડા મહિના કે એક-બે વર્ષના નબળા રિટર્નના આધારે રોકાણની રણનીતિ બદલવી યોગ્ય નથી.

    રોકાણકારોએ શું કરવું જોઈએ?
    “રોકાણના સમયગાળા અને જોખમ ક્ષમતા મુજબ ઇક્વિટી, ડેટ અને અન્ય એસેટ ક્લાસમાં નાણાં વહેંચી શકે છે. ઇમરજન્સી ફંડ રાખો. આર્થિક દબાણ હોય તો SIP  સંપૂર્ણ બંધ કરવાને બદલે રકમ ઘટાડો.”
    – ડો. રવિ સિંહ, ચીફ રિસર્ચ ઓફિસર, માસ્ટર કેપિટલ સર્વિસિસ

    “બજારના ટૂંકા ગાળાની હિલચાલ કે કોઈ એક આંકડાના આધારે નિર્ણય ન લો. ઇમરજન્સી ફંડ રાખો, નાણાકીય લક્ષ્યો મુજબ રોકાણ કરો અને સમયાંતરે એસેટ એલોકેશનની સમીક્ષા કરો.”
    – મુફદ્દલ માચેસવાલા, ચીફ બિઝનેસ ઓફિસર, SBI િસક્યોરિટીઝ

    “લાંબા ગાળાના લક્ષ્ય માટે રોકાણ કર્યું હોય તો થોડા મહિનાના નબળા રિટર્નથી ગભરાઓ નહીં. ઘટાડામાં વધુ યુનિટ મળવાનો લાભ લેવા માટે રોકાણ જાળવી રાખો.”
    – લલિત મુંદડા, CEO, સુરેશ રાઠી સિક્યોરિટીઝ

    Mutual fund SIP
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article19 વર્ષીય મોડલ Kajia Liz Mejono નો મિસ યુનિવર્સ સ્પર્ધામાં 116 સુંદરીઓ સાથે મુકાબલો કરશે
    Next Article Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026
    રાષ્ટ્રીય

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026
    રાષ્ટ્રીય

    Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ

    November 24, 2026
    વ્યાપાર

    Crypto એક્સચેન્જોને 60 દિવસનું અલ્ટીમેટમ ; વિદેશી સોદા પર સંકટ

    November 24, 2026
    મુખ્ય સમાચાર

    PF માટે વોટસએપ કલેમ તેની મંજુરી પણ વોટસએપથી જ મળશે

    November 24, 2026
    રાષ્ટ્રીય

    બુકમાં સાવરકર પરની ટિપ્પણી મામલે Sonia Gandhi ને કાનૂની નોટિસ

    November 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹108,306
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹99,208
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹126,390
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-11-2026 12:30
    Categories
    Latest News

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026

    Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ

    November 24, 2026

    19 વર્ષીય મોડલ Kajia Liz Mejono નો મિસ યુનિવર્સ સ્પર્ધામાં 116 સુંદરીઓ સાથે મુકાબલો કરશે

    November 24, 2026

    Crypto એક્સચેન્જોને 60 દિવસનું અલ્ટીમેટમ ; વિદેશી સોદા પર સંકટ

    November 24, 2026

    Wellington Test: 4 ભારતીય ફાસ્ટ બોલરોએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ

    November 24, 2026
    Search
    Main News

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026

    Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ

    November 24, 2026

    18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ

    November 24, 2026

    Crypto એક્સચેન્જોને 60 દિવસનું અલ્ટીમેટમ ; વિદેશી સોદા પર સંકટ

    November 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026

    Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ

    November 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.