એક જૂની ઇમારતમાં વૈદ્યજીનું ઘર હતું,તેઓ પાછળના ભાગમાં રહેતા હતા અને આગળના ભાગમાં દવાખાનું હતું,તેમની પત્નીને દવાખાનું ખોલતા પહેલા આખા દિવસ માટે જરૂરી ચીજ-વસ્તુઓની યાદી લખવાની ટેવ હતી.વૈદ્યજી ગાદી પર બેસીને પહેલા ભગવાનનું નામ લેતા પછી પત્નીએ તૈયાર કરીને આપેલ યાદી ખોલતા.તેઓ તેમની પત્નીની યાદીમાંની લાવવાની થતી સામગ્રીની તપાસ કરતા પછી ગણતરી કરતા અને પછી તેઓ ભગવાનને પ્રાર્થના કરતા “હે પ્રભુ ! ફક્ત આપના આદેશથી જ મેં તમારી ભક્તિ છોડીને સાંસારિક બાબતોમાં ફસાઈ ગયો છું.” વૈદ્યજીએ ક્યારેય કોઈ દર્દી પાસેથી ફી માંગતા નહોતા. કેટલાક તેમની સારવારનું બીલનું ચૂકવણું કરતા તો કેટલાક બીલના પૈસા પણ આપતા નહોતા પરંતુ એક વાત ચોક્કસ હતી કે એકવાર દિવસની જરૂરી ચીજ-વસ્તુઓ ખરીદવા માટે પૈસા આવી જાય પછી તેઓ ક્યારેય કોઈની પાસેથી દવા માટે પૈસા નહોતા લેતા,ભલે દર્દી ગમે તેટલો ધનવાન હોય.
એક દિવસ વૈદ્યજીએ તેમનું દવાખાનું ખોલ્યું,તેમના ગાદલા પર બેસીને પરમાત્માનું નામસ્મરણ કરીને તેમણે આવશ્યક પૈસાની ગણતરી કરવા માટે જરૂરી ચીજ-વસ્તુઓ માટે પત્નીએ લખેલ પત્ર ખોલ્યો અને તેઓ પત્નીએ લખેલ પત્ર તરફ જોતા જ રહી ગયા.એક ક્ષણ માટે તેમનું મન ભટક્યું.તેમણે પોતાની નજર સામે તારાઓ ચમકતા જોયા પરંતુ ઝડપથી પોતાના મન પર કાબુ મેળવી લીધો.લોટ,દાળ અને ચોખાની યાદી પછી તેમની પત્નીએ લખ્યું હતું કે આપણી દીકરીના લગ્ન ૨૦મી તારીખે છે.તેની દહેજનો સામાન.તેમણે થોડીવાર વિચાર્યું પછી બાકીની વસ્તુઓના ભાવ લખ્યા અને દહેજની બાજુમાં લખ્યું આ પરમાત્માનું કામ છે,પરમાત્મા જાણે.
એક-બે દર્દીઓ આવ્યા હતા.ડૉક્ટરે તેમને દવા આપી રહ્યા હતા તે દરમિયાન તેમના દવાખાનાની સામે એક મોટી કાર આવી.ડૉક્ટરે કોઈ ધ્યાન આપ્યું નહીં કારણ કે તેમની પાસે નિયમિતપણે કારમાં લોકો આવતા હતા.બંને દર્દીઓ દવાઓ લઇને ચાલ્યા ગયા.સુટ-બુટ પહેરેલા સજ્જન કારમાંથી ઉતર્યા,તેમનું ર્ડાકટરે તેમનું સ્વાગત કર્યું અને આવેલ અતિથિઓ બેન્ચ પર બેઠા.ડૉક્ટરે કહ્યું કે જો તમારે તમારા માટે દવા લેવી હોય તો અહીં સ્ટૂલ પર આવો જેથી હું તમારી નાડી તપાસી શકું અને જો તમારે કોઈ દર્દી માટે દવા લેવી હોય તો રોગની સ્થિતિનું વર્ણન કરો.
આવેલ સજ્જને કહ્યું કે વૈદ્યજી ! તમે મને ઓળખી શક્યા નથી,મારૂં નામ કૃષ્ણલાલ છે પણ તમે મને કેવી રીતે ઓળખી શકો? હું ૧૫-૧૬ વર્ષ પછી તમારા ક્લિનિકમાં આવ્યો છું.હું તમને આપણી છેલ્લી મુલાકાત વિશે કહીશ અને તે સાંભળીને તમને બધી જુની વાતો યાદ આવી જશે.જ્યારે હું પહેલી વાર અહીં આવ્યો હતો ત્યારે હું મારી જાતે આવ્યો ન હતો પરંતુ ભગવાન મને તમારી પાસે લાવ્યા હતા કારણ કે ભગવાને મને આશિર્વાદ આપ્યો હતો અને મારા માટે એક ઘર બનાવવા માંગતા હતા.એવું બન્યું કે હું મારા પૂર્વજોના ઘરે જઈ રહ્યો હતો.અમારી કાર તમારા ક્લિનિકની સામે જ પંચર પડી ગઈ.ડ્રાઇવરે ટાયર કાઢી નાખ્યું અને તેને રિપેર કરાવવા માટે બજારમાં ગયો.તમે મને ગરમીમાં કાર પાસે ઊભો જોયો તેથી તમે મારી પાસે આવ્યા અને ક્લિનિક તરફ ઈશારો કર્યો અને મને કહ્યું કે આવીને ખુરશી પર બેસો.અંધ માણસને બે આંખો જોઈતી હોય છે અને હું આવીને તમારા દવાખામાં ખુરશી ઉપર બેઠો.ડ્રાઇવરે આવવામાં થોડો વધારે સમય લીધો હતો.
તે સમયે એક નાની છોકરી પણ તમારા ટેબલ પાસે ઉભી હતી અને વારંવાર કહેતી હતી કે ચાલો, બાબા,મને ભૂખ લાગી છે.તમે તેને કહી રહ્યા હતા કે બેટા કૃપા કરીને થોડી ધીરજ રાખ થોડીવાર પછી જમવા જઈએ છીએ.મને લાગ્યું કે હું બેઠો છું તેથી તમે આટલા લાંબા સમયથી મારા લીધે તમે ખાવા પણ નહોતા જતા.મેં વિચાર્યું કે મારે કોઈ દવા ખરીદવી જોઈએ જેથી તમને મારા બેસવાનો બોજ ન લાગે.મેં કહ્યું કે વૈદ્યજી હું છેલ્લા ૫-૬ વર્ષથી ઈંગ્લેન્ડમાં રહીને ધંધો કરૂં છું.ઈંગ્લેન્ડ જતા પહેલા મારા લગ્ન થયા હતા પણ અત્યાર સુધી હું બાળકના સુખથી વંચિત છું.મેં અહીયાં અને ઈંગ્લેન્ડમાં પણ સારવાર કરાવી પરંતુ ભાગ્યએ મને નિરાશા સિવાય કંઈ આપ્યું નથી.તે સમયે તમે કહ્યું હતું કે મારા ભાઈ ! ભગવાનથી નિરાશ ન થાઓ.યાદ રાખો કે તેના ભંડારમાં કોઈ પણ વસ્તુની કમી નથી.પત્ની-પરીવાર,બાળકો,ધન,માન, સુખ-દુ:ખ,જીવન-મૃત્યુ આ બધું જ ભગવાનના હાથમાં છે,આ કોઈ વૈદ્ય કે ડૉક્ટરના હાથમાં નથી કે કોઈ દવામાં નથી.જે કંઈ થવાનું હોય છે તે ભગવાનના આદેશથી થાય છે.બાળકો પણ તેમની કૃપાથી જ મળે છે.મને યાદ છે કે તમે વાતો કરી રહ્યા હતા અને સાથે સાથેદવાની પડીકીઓ પણ બનાવતા હતા.તમે બધી દવાને બે અલગ-અલગ કવરમાં ભરીને પછી તમે એક પરબિડીયામાં મારૂં નામ અને બીજા કવર ઉપર મારી પત્નીનું નામ લખ્યું અને દવાનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવ્યું.
તે સમયે મેં અનિચ્છાએ દવા લીધી કારણ કે હું ફક્ત તમને થોડા પૈસા આપવા માંગતો હતો પરંતુ જ્યારે મેં દવા લીધા પછી પૈસા આપવાનું કહ્યું ત્યારે તમે કહ્યું હતું કે આ દવાના કોઇ પૈસા લેવાના નથી. જ્યારે મેં ઘણો આગ્રહ કર્યો ત્યારે તમે મને કહ્યું હતું કે આજનું ખાતું આ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.મેં કહ્યું કે મને તમારી વાત સમજાઇ નથી.તે જ સમયે બીજો એક માણસ આવ્યો,અમારી ચર્ચા સાંભળ્યા પછી તેણે મને કહ્યું કે ખાતું બંધ થવાનો અર્થ એ છે કે ભગવાને આજના દિવસના ઘરના ખર્ચ માટે ડૉક્ટરે માંગેલી રકમ ભગવાને આપી દીધી છે તેથી તેઓ વધુ પૈસા લઈ શકતા નથી.
મારા વિચારો કેટલા નીચા હતા અને આ સરળ મનના ડૉક્ટર કેટલા મહાન હતા તેનાથી મને થોડું આશ્ચર્ય થયું અને થોડી શરમ આવી.જ્યારે હું ઘરે ગયો અને મારી પત્નીને દવા બતાવી અને બધું સમજાવ્યું ત્યારે તેણે કહ્યું કે તે ર્ડાકટર માણસ નથી પણ ભગવાન છે અને તેમને જે દવાઓ આપી છે તેનાથી આપણી મનોકામના ભગવાન પૂર્ણ કરશે.આજે મારા ઘરમાં આપના આર્શિવાદથી બે બાળકો છે. અમે બંને પતિ-પત્ની હંમેશા તમારા માટે પ્રાર્થના કરીએ છીએ પરંતુ આટલા વર્ષો સુધી કારોબારમાંથી સમય ન મળવાથી અમે બંન્ને જાતે રૂબરૂ આવીને આપને ધન્યવાદના બે શબ્દો કહી શક્યા નથી.આટલા લાંબા સમય પછી અમે ભારતમાં આવ્યા છીએ અને તમારા દર્શન કરવા અને તમારો આભાર માનવા આવ્યા છીએ.
વૈદ્યજી ! અમારો આખો પરિવાર ઇંગ્લેન્ડમાં સ્થાયી થયો છે.ફક્ત મારી વિધવા બહેન તેની પુત્રી સાથે ભારતમાં રહે છે.અમારી ભત્રીજીના લગ્ન આ મહિનાની ૨૧મી તારીખે છે.મને ખબર નથી પડતી પણ જ્યારે પણ હું મારી ભત્રીજીના ઘરે જાઉં છું તે અગાઉ તેના માટે કંઇક ખરીદતો હોઉં છું ત્યારે તમારી નાની દિકરી મારી નજર સમક્ષ દેખાય છે અને હું દરેક વસ્તુ ડબલ ખરીદતો હોઉં છું.હું તમારા વિચારોને જાણતો હતો કદાચ તમે મારી આપેલ ચીજ-વસ્તુઓ સ્વીકારશો નહીં પરંતુ મને લાગતું હતું કે મારી સગી ભત્રીજી સાથે જે ચહેરાને વારંવાર હું જોતો રહ્યો હતો તે તમારી દિકરી પણ મારી ભત્રીજી જ છે.મને લાગતું હતું કે ભગવાને મને આ ભત્રીજી એટલે કે તમારી દિકરીના લગ્નમાં મામેરૂં ભરવાની જવાબદારી મને સોંપી છે.
વૈદ્યજીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ અને તેમણે ખૂબ જ ધીમા અવાજે કહ્યું કે કૃષ્ણલાલજી ! તમે શું કહી રહ્યા છો તે મને સમજાતું નથી કે ઇશ્વરની આ શું માયા છે.મારી પત્નીએ આજના માટે લાવવાની ચીજ-વસ્તુઓની યાદીનો આ પત્ર જુઓ.વૈદ્યજીએ પત્ર ખોલીને કૃષ્ણલાલજીને આપ્યો.ત્યાં ઉપસ્થિત તમામ આ જોઇને હેરાન થયા કે “દહેજનો સામાન” ની બાજુમાં લખેલું હતું કે “આ ભગવાનનું કામ છે,ભગવાન જાણે છે.”
વૈદ્યજીએ ધ્રૂજતા અવાજે કહ્યું કે “કૃષ્ણલાલજી ! વિશ્વાસ રાખો કે આજ સુધી એવું ક્યારેય બન્યું નથી કે મારી પત્નીએ ઘરની આવશ્યક ચીજ-વસ્તુઓની યાદી મને આપી હોય અને ભગવાને તે જ દિવસે તેની વ્યવસ્થા ન કરી હોય.આપણી વાત સાંભળીને તો એવું લાગે છે કે ભગવાનને ખબર હશે કે કયા દિવસે મારી શ્રીમતી શું આવશ્યક સામાન યાદીમાં લખવાની છે,નહીં તો આપના દ્વારા ભગવાને આટલા દિવસ પહેલાં જ લગ્નનો સામાન ખરીદવાનું શરૂ ન કર્યું હોત.વાહ ભગવાન ! તમે મહાન છો,તમે દયાવાન છો. મને આશ્ચર્ય થાય છે કે આપ કેવી રીતે પોતાના ભક્તોના કાર્યો ગમે તે ઘટમાં બેસીને કરો છો.
ડૉક્ટરે આગળ કહ્યું કે હું એક જ વાત બધાને કહું છું કે સવારે ભગવાનનો આભાર માનો,સાંજે આખો દિવસ સારી રીતે પસાર થયો તેના માટે ભગવાનનો આભાર માનો,જમતી વખતે તેમનો આભાર માનો અને સૂતી વખતે ભગવાનનો આભાર માનો.
પૂત્ર-પત્નીની કે કોઇ કર્મ કમાણી ઉપર આશા ના રાખો,રમતા રામનો ભરોસો રાખો કેમકે આ જગતનો કોઇ વિશ્વાસ નથી.પરમાત્મા ઉપર આશા રાખો કે જેનો કણ કણમાં વાસ છે.પ્રભુને દરેક ઘટની અંદર સમજીને સૌ માનવ સાથે પ્રેમ કરો.પ્રભુને દરેક ઘટની અંદર સમજીને દરેકનો આદર અને સત્કાર કરો.એક પ્રભુ પરમાત્માના ગુણગાન કરો અને તેમનો જ આધાર રાખો.કોઇ૫ણ વસ્તુની ઇચ્છાને લીધે ભગવાનની ભક્તિ કરવાવાળો મનુષ્ય વસ્તુતઃ એ ઇચ્છીત વસ્તુનો જ ભક્ત થઇ જાય છે કેમકે વસ્તુની તરફ લક્ષ્ય રહેવાથી તે વસ્તુના માટે જ ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનના માટે નહી ! ૫રંતુ ભગવાનની એ ઉદારતા છે કે તેને ૫ણ પોતાનો ભક્ત માને છે કેમકે તે ઇચ્છિત વસ્તુના માટે કોઇ બીજા ઉ૫ર ભરોસો ન રાખીને ફક્ત ભગવાન ઉપર ભરોસો રાખીને ભક્તિ કરે છે,એટલું જ નહી ભગવાન પણ ભક્ત ધ્રુવની જેમ તે અથાર્થી ભક્તની ઇચ્છા પુરી કરીને તેને સર્વથા નિઃસ્પૃહ ૫ણ બનાવી દે છે.
જ્યાં સુધી પરમાત્માની અપરોક્ષાનુભૂતિ કરવામાં ના આવે ત્યાં સુધી મનમાં ભરોસો પેદા થતો નથી. જ્યાં સુધી ભરોસો પેદા થતો નથી ત્યાં સુધી પ્રભુની સાથે પ્રેમ સંભવ નથી,પ્રેમ વિના ભક્તિ થઇ શકતી નથી અને ભક્તિ વિના ભવસાગર પાર કરી શકાતો નથી.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

