Maharashtra તા.2
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સોમવારે જણાવ્યું હતું કે આજે જયારે વડાપ્રધાન મોદી બોલે છે તો દુનિયાનાં નેતા તેમને ધ્યાનથી સાંભળે છે અને આ ભારતની વધતી શકિત અને વૈશ્વિક પ્રભાવનું પ્રમાણ છે.
આરએસએસની સ્થાપનાનાં 100 વર્ષ પુરા થવા પર પૂણેમાં આયોજીત કાર્યક્રમમાં ભાગવતે કહ્યું હતું કે ભારતના ઉદયથી વિશ્વની સમસ્યાઓ ઘટે છે. સંઘર્ષ ઘટે છે અને શાંતિ સ્થાપિત થાય છે.
તેમણે કહ્યું હતું કે ભારત પોતાની ખરી જગ્યા મેળવી રહ્યું છે. એટલે દુનિયા ધ્યાન આપી રહી છે.આ સમય ભારતની ભૂમિકા નિભાવવાનો છે અને એ કારણ છે કે આરએસએસનાં સ્વયંસેવક શરૂઆતથી સમાજને એક કરવાના સંકલ્પથી કામ કરી રહ્યો છે.

