Amreli તા.02
અમરેલી જિલ્લાનાં પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતાં નવીનભાઇ વલ્લભભાઇ બારૈયા તથા ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.છોવાળા તથા પોલીસ કોન્સ. સંજયભાઇ ચાવડા વિગરે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનનું સરકારી વાહન બોલેરો P-૦૩ નં. GJ-14 GA-1388ની લઇને ગત તા.૧ ના રોજ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના અ.મોત નં.૯/૨૫ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૯૪ મુજબના બનાવની તપાસમાં જતા હતા તે દરમ્યાન ક.૩/૨૫ વાગ્યે રાજુલા તાલુકાના દાતરડી ગામે નેશનલ હાઇવે નં-૫૧ ના બાયપાસના પુલ પાસે પહોંચ્યાં હતાં. ત્યારે અચાનક રોડ ઉપર જમણી બાજુએથી એક નીલગાય આવીને સરકારી વાહન બોલેરો P-૦૩ નં. GJ-14 GA-1388 સાથે અથડાતા બોલેરોમાં આશરે રૂપિયા ૧,૦૦,૦૦૦ નું નુકશાન થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

