Surendranagar,તા.8
સાયલા તાલુકાના હડાળા ગામે રહેતા 31 વર્ષના મહેશભાઇ ભીખાભાઇ સોંઢા તા. 5 ડિસેમ્બરના રોજ સાંજના 5 કલાકે આયા પાસેના પંપ ખાતે સફાઇ કામ કરીને ઘેર પરત આવી રહ્યો હતો.દરમિયાન રાજકોટ અમદાવાદ હાઇવે ક્રોસ કરતો હતો.
તે સમયે પૂરઝડપે આવતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી બાઇક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં મહેશભાઇ રસ્તા વચ્ચે ફંગોળાઇ ગયા અને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી.
ઇજાગ્રસ્ત મહેશભાઇને ચોટીલા સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ મહેશભાઇને હેમરેજ થતા વધુ સારવાર મળે તે પહેલા મોત થયું હતું. આ બાબતે 5 દીકરીનો પરિણીત ભાઇ મહેશભાઇના મોતના સમાચારથી પરિવાર અને હડાળા ગામમાં અરેરાટી જોવા મળી હતી. પોલીસને જાણ થતા લાશને પીએમ માટે મોકલ્યો છે. પરિવારજનોએ અંતિમક્રિયા કરીને સાયલા પોલીસને ગુનો દાખલ કરવા માટે આવ્યા હતા.

