Surendranagar, તા.12
સુરેન્દ્રનગર શહેરમાં વર્ષો પેહેલા એક માત્ર ટાઉનહોલ હતો. જ્યાં લોકો પોતાના કાર્યક્રમો કરતા હતા.પરંતુ આજે આ ટાઉનહોલ જર્જરિત બની ગયો છે. ત્યારે મનપા રૂ.12 કરોડના ખર્ચે ટાઉનહોલ અને બાજુમાં આવેલી લાઇબે્રરીનો વિકાસ કરશે. શહેરમાં ખૂબ મોકાની જગ્યાએ અને અનેક લોકોને ઉપયોગી થઇ શકે તેવો રંભાબેન ટાઉન હોલ આવેલો છે.
પરંતુ આ હોલની હાલત ખૂબ ખરાબ છે આથી બંધ કરી દેવામાં આવ્યો છે. આવા સમયે મનપાએ રૂ.9 કરોડના ખર્ચે ટાઉનહોલ અને રૂ.3 કરોડના ખર્ચે લાઇબે્રરીનો વિકાસ કરવાનું આયોજન કર્યું છે. ટાઉન હોલમાં લોકોને બેસવા માટે 350 સીટ હશે. બિલ્ડિંગ 2 માળનું બનાવવામાં આવશે.
ટેન્ડર સહિતની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. અંદાજે 15 દિવસમાં ટાઉનહોલ પાડવાની કામગીરી ચાલુ થશે ત્યાર બાદ એકાદ વર્ષમાં કામ પૂર્ણ કરાશે. વર્ષો પહેલા શહેરમાં આ એક માત્ર ટાઉન હોલ હતો ત્યારે આ હોલમાં કાર્યક્રમ કરવો તે ગૌરવની બાબત કહેવામાં આવતી હતી. ત્યારે હવે આ ટાઉનહોલ નવા રંગરૂપ સાથે તૈયાર કરાશે.
હોલનું ભાડુ તૈયાર થયા બાદ નક્કી થશે, ઓફલાઇન અને ઓનલાઇન બુકિંગ થશે, બુકિંગ સમયે તમામ પૈસા ભરવા પડશે.

