Surendranagar, તા.12
સુરેન્દ્રનગર અને વઢવાણ સંયુકત પાલિકા હતી. ત્યારથી સફાઈ કામદારો વીવીધ માંગણીઓ કરી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકા બન્યાને 1 વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. તેમ છતાં સફાઈ કામદારોના પ્રશ્નો ઠેરના ઠેર છે. ત્યારે ગુજરાત રાજય કર્મચારી સંઘના પ્રમુખ મયુરભાઈ પાટડીયાએ સફાઈ કામદારોને સાથે રાખી તા.10-12ના રોજ ગાંધીનગરમાં રજૂઆત કરી હતી.
વઢવાણના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની સાથે સફાઈ કામદારોએ જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાને રજૂઆત કરી હતી.જેમાં સફાઈ કામદારોનું વર્ગ-4 કક્ષાનું નવુ મહેકમ મંજુર કરવા, વર્ષોથી કોન્ટ્રાકટ બેઈઝ તરીકે કામ કરતા સફાઈ કામદારોને મનપાના કર્મચારીઓ તરીકે સમાવેશ કરવા, સફાઈ કામદારોના વારસદારોને રહેમરાહે નોકરી આપવા, પાર્ટ ટાઈમ સફાઈ કામદારોને ફુલ ટાઈમ કરવા માંગ કરાઈ છે.
આ ઉપરાંત વર્ષ 2016માં કાયમી થયેલ સફાઈ કામદારો અને નિવૃત થતા સફાઈ કામદારોને પીએફ સહિતના લાભો આપવા, છુટા કરાયેલા સફાઈ કામદારોને પરત લેવા પણ રજૂઆત કરવામાં આવી છે

