Surendranagar તા.12
સુરેન્દ્રનગર શહેરમાં હટાણું કરવા માટે શહેરની મેતા માર્કેટમાં બહારગામ અને તેના તાલુકાઓમાંથી મોટી માત્રામાં લોકો તમામ પ્રકારની ખરીદી માટે આવતા હોય છે ત્યારે મહેતા માર્કેટમાં આવતા હટાણું કરવા લોકોને પોતાના વાહનો ક્યાં મૂકવા તે પણ એક પ્રશ્ન હાલમાં જટિલ સમસ્યા રૂપ સાબિત થઈ રહ્યો છે.
ત્યારે સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટમાં વેપારીઓ પણ પોતાની રીતે મનમાની કરી અને પોતાનો માલ બિનદસ રીતે બહારના રાજ્યોમાંથી ટ્રકોમાં મંગાવી અને આખો દિવસ ટ્રાફિક સમસ્યાઓ સર્જવામાં જોવામાં સાબિત પુરવાર થયા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં લોકોને સામાન્ય રીતે ચાલીને જવું હોય તો પણ મુસીબતનો સામનો કરવો પડે તેવો સવાલ હાલમાં મહેતા માર્કેટમાં સર્જાવા પામ્યો છે.
સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટમાં બે બાજુ બે ટ્રકો ફસાવી અને સુરેન્દ્રનગર ટ્રકના ચાલકો પોતાની રીતે ટ્રકને પાર્કિંગ કરી અને કલાકો સુધી જાહેર માર્ગો પણ બંધ કરી દેવામાં આવે છે છતાં સુરેન્દ્રનગર પોલીસ તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતી હોવાનું હાલમાં લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે અને વ્યાપારીઓ પણ પોતાનો માલ ન ઉતરે ત્યાં સુધી પોતાના ટ્રક ને આઘો પાછો કરવા કે ખસેડવા માટેની તસ્દી લેવામાં હોતા નથી જેના કારણે મહેતા માર્કેટમાં ટ્રાફિક સમસ્યા ભારે જટિલ બની છે
અને સમસ્યાનું નિરાકરણ મહાનગરપાલિકા કે સુરેન્દ્રનગર પોલીસ લાવી શકી નથી તો તાત્કાલિક અસરે આવા વેપારીઓને બોલાવી અને પોતાના ટ્રકો જે ફસાવી દેવામાં આવે છે અને લોકોને જે પરેશાની નો સામનો કરવો પડે છે જેનું નિરાકરણ લાવવા માટે પણ લોકમાનગણી ઊઠવા પામી છે.
ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં જ્યારે સ્મશાન યાત્રા સ્મશાન ઘાટે પહોંચે છે ત્યારે ત્યાં પણ મોટી માત્રામાં બંને બાજુએ મોટા મોટા વાહનો અને ટ્રકો પસાવી દેવામાં આવે છે જેના કારણે લોકોને યાત્રામાં જવામાં પણ મોટી રૂકાવટ અને સમય બરબાદ કરવાનો સમય આવે છે ત્યારે સુરેન્દ્રનગર પોલીસ ત્યાં અને કેવા પ્રકારની નોકરી કરે છે તે પણ એક પ્રશ્ન હાલમાં સુરેન્દ્રનગર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સુરેન્દ્રનગર શહેરની મેતા માર્કેટમાં અંદાજે ચાર જેટલા પોલીસની નોકરી મૂકવી જોઈએ અને આવા આખો દિવસ ટ્રાફિક સમસ્યા સર્જતા ટ્રકોને કાયદેસરની કાર્યવાહી કરી અને મિનિમમ રૂા.5,000 નો દંડ કરી અને ટ્રકોને ખસેડવામાં આવે તો આવી મોટી માત્રા નો દંડ કરવામાં આવે તો પોતે જ જાતે જ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવશે તેવું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે.
ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિક સમસ્યા સર્જવામાં મહેતા માર્કેટ અને તેના વેપારીઓ જાણી જોઈ અને ટ્રાફિક સમસ્યા સર્જતા હોય તેવો ઘાટ સુરેન્દ્રનગર શહેરની મહતા માર્કેટમાં સર્જાવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા મહેતા માર્કેટમાં ટ્રાફિક સમસ્યાનું તેમજ સ્વચ્છતા અભિયાનનું સ્વચ્છતા રાખવા માટેનું એક મીટીંગ યોજવામાં આવી હતી જેમાં તમામ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.
પરંતુ તેમને ત્યારે સુર પૂર્યો હતો કે અમે તમામ પ્રકારની કામગીરીમાં સહયોગ આપશું પરંતુ એક પણ કામગીરીમાં મહાનગરપાલિકાને પણ સહયોગ આપ્યો નથી અને હજુ કચરો અને ટ્રાફિક સમસ્યા એમની એમ જ રહી છે ત્યારે કમિશનર પણ આટો મારે અને વેપારીઓને દંડ કરે તેવું હાલમાં શહેરીજનો પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવું જરૂરી છે .
ખરીદ કરવા માટે આવતા ગ્રાહકોને પોતાનું વાહન પાર કરવા માટેની જગ્યા મળે તે જગ્યા કરવા માટેની પણ લોકમાનગણી ઊઠવા પામી છે ત્યારે હાલમાં આવે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા સુરેન્દ્રનગર શહેરના ડીવાયએસપી અને મોટી બ્રાન્ચો જે આવેલી છે તે આ મહેતા માર્કેટમાં ખાનગી ડ્રેસમાં તપાસ કરી અને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવે તેવું હાલમાં લોકોમાંથી જાણવા મળી રહ્યું છે.

