New Delhi,તા.01
આગામી સમયમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હવે સામાજીક એકરસતા ભણી જઈ રહ્યું હોવાના શતાબ્દી વર્ષના સંકલ્પમાં પણ દર્શાવ્યા બાદ પ્રથમ વખત સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે એક મહત્વના વિધાનમાં દેશમાં મંદિરો-સ્મશાનઘાટ તથા પાણીના ોતો તમામ હીન્દુઓ માટે ખુલ્લા હોવા જોઈએ તેવું જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યુ કે આપસના સંઘર્ષ કરતા હિન્દુ સમાજે એકતા દર્શાવવી જરૂરી છે.
શ્રી ભાગવતે કહ્યું કે લોકોને તેની જ્ઞાતિ-જાતિના આધારે ઓળખવાની જરૂર નથી કે તેની સંપતિ-ધર્મના આધારે પણ નહી પણ દરેકને પોતાના તરીકે ઓળખો, એવું જ માનો કે સમગ્ર દેશ તમારો જ છે. તેઓએ સામાજીક સમરસતા આ રીતે વર્ણવી હતી. તેઓએ રાયપુરમાં આ સંબોધન કરતા આ ઉદબોધન કર્યુ હતું. જેમાં એઈમ્સ-રાયપુરના વિદ્યાર્થીઓ પણ સામેલ થયા હતા.
તેઓએ સામાજીક સત્યના આધારે ધર્માન્તરને જોવાનો અનુરોધ કર્યો હતો. તેઓએ સામાજીક ટેકા અને સન્માન સાથે તેઓને પુનઃ હિન્દુ ધર્મમાં સમાવવા, મંદિર સંચાલનમાં તમામ વર્ગને સાથે લેવા અને હિન્દુત્વને વિવિધતામાં એકતા તરીકે જોવાનો અનુરોધ કર્યો હતો.
તેઓએ જણાવ્યું કે ભેદભાવ અને સામાજીક રીતે અગાઉની લાગણી દુર કરીને અને દરેકના મનમાંથી આ વિચારને મીટાવીને દરેકને એક સમાન પોતાના તરીકે જોવા જોઈએ.
આ દેશ તમામ માટે છે. આ ભાવના જ સામાજીક એખલાસ લાવી શકે છે. તેઓએ કૌટુંબિક રીતે મજબૂત રીતે જોડાયા તે સોશ્યલ મીડીયા મારફત પણ સામાજીક એખલાસ સર્જવા હાકલ કરી હતી.

