Jasdan તા.2
જસદણ તાલુકાના કાળાસર ગામ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રૂ।1.86 લાખના ખર્ચે નિર્માણ પામનારી સ્ટોર્મ વોટર લાઇન અને ફૂટપાથના કામનું ભૂમિનું પૂજન કર્યું હતું.
મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં કોઠી અને સાણથલી ગામમાં પણ આ પ્રકારે વિકાસ કામો થશે. જસદણ અને વિંછીયા પંથકના મોટા ભાગના ગામોમાં સિંચાઈ, પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય કેન્દ્ર જેવા ક્ષેત્રોમાં વિકાસ કામો થઈ ચૂક્યા છે અને અનેક વિકાસ કામો પ્રગતિ હેઠળ છે. આમ, જસદણ-વિંછીયા તાલુકાને વિકસિત વિસ્તાર બનાવવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
આ કાર્યક્રમનું સંચાલન જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિતભાઈ રામાણીએ કર્યું હતું. ડેપ્યુટી એન્જીનીયર એમ.આઇ. જાડેજાએ વોટર લાઇન અને ફૂટપાથની વિગત આપી હતી. અગ્રણી ડી.વી.સાંકરીયાએ આભારવિધિ કરી હતી. આ તકે અગ્રણીઓ ભરતભાઈ ધાધલ, ગોડલધરના સરપંચ અશોકભાઈ ચાઉ અને ગામલોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

