Amreliતા.2
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા એવા વડિયા કુંકાવાવ ના કુંકાવાવ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન નીચે આવતા વિસ્તાર માં કુંકાવાવ આઉટપોસ્ટ પોલીસ કર્મીઓ પેટ્રોલિંગ માં હતા ત્યારે તેમને રાંદલ દડવા ગામે થી દેવગામ જવાના રસ્તે એક વાડી ના શેઢા પાસે છ શખ્સોં ગોળ કુંડાળુ વળી જુગાર રમતા હોવાની બાતમીના આધારે તે જગ્યાએ જઈ રેડ કરતા છ શખ્સોં જેમા લાલજી બચુભાઈ પેથાણી,ગુણવંત માવજીભાઈ મોવલિયા,હરેશ રાણાભાઇ બાંભવા,ચતુર ભીમજીભાઈ ખૂંટ,હરેશ ઘૂઘાભાઈ સુસરા અને અશોક કાળુભાઇ રાઠોડ ને કુલ 34709/- રોકડ રકમ સાથે ઝડપી પાડી તેમની વિરુદ્ધ જુગાર અટકાયતી અધિનિયમ ની કલમ 12ns મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામા આવી છે. કુંકાવાવ આઉટપોસ્ટ ના મયુર છૈયા,ભાવેશ ધાંઘલા,દાદ બળસટિયા દ્વારા બાતમીના આધારે સફળ રેડ કરી જુગાર ઝડપવામાં આવ્યો હતો. જોકે છેલ્લા થોડા સમયથી વડિયા પોલીસ દારૂ, જુગાર, ચોરી ના ગુનાઓની બાબત માં સક્રિય બની અસરકારક કામ કરતી હોય તેવુ જોવા મળી રહ્યું છે.
Trending
- ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન
- Congress leader Pawan Kheda ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી
- Pakistan માં પેટ્રોલ-ડીઝલ ૪૦૦ ને પાર પહોચ્યું
- 02 મે નું પંચાંગ
- 02 મે નું રાશિફળ
- Pakistan માં આતંકીઓનો ખાતમો,એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર
- પ્રતિષ્ઠિત Vande Bharat Train ના નાસ્તા માંથી કીડા નીકળ્યા
- America થી આવશે અબજો ડોલર! ૧૧ મેથી ટેરિફ રિફંડ

