New Delhi,તા.03
દેશમાં નવી આવકવેરા સીસ્ટમ લાગુ થઈ છે અને ગત બજેટમાં જ નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામને રૂા.12 લાખ સુધીની આવકને પણ કરમુક્તિ આપીને મોટી રાહત આપી છે તે સમયે દેશભરમાં હજારો કરદાતાઓને છેક 2009થી2017 સુધીની જુની ઉઘરાણીની નોટીસ મળતા જ તેઓ ચિંતામાં મુકાઈ ગયા છે. અનેકને તો 2004-05ના એસેસમેન્ટ વર્ષ માટેના તેઓએ ટેક્ષ ભરપાઈ કરવાનો બાકી છે તેથી ડિમાન્ડ નોટીસ મળી છે.
સૌથી વધુ આઘાત એ છે કે, જૂની બાકી જે કરદાતા પણ ભુલી ગયા હતા અથવા સેટલ થઈ ગયુ છે તેવું માનતા હતા તે બાકી પર વ્યાજ પેનલ્ટી સહિતની તગડી ઉઘરાણીની નોટીસ મળી છે અને તેના કારણે તેમના જે ઓરીજનલ ટેક્ષની બાકી હતી તેના કરતા પણ અનેકગણી વધુ રકમની નોટીસ મળી છે.
આ પ્રકારની ટેક્ષ ડિમાન્ડ જૂની હોવાથી હવે કરદાતાને તે સમયની આવક તેના રિટર્ન વિ.ના રેકોર્ડ શોધવા પડશે અને તેઓએ આવકવેરા વિભાગને છેલ્લે કયો જવાબ આપ્યો હતો તે પણ નિશ્ચિત કરવું પડશે. આ દશકાથી વધુ જૂના સમયગાળામાં તો પેપરવર્ક જ થતું હતું તેથી તે વધુ મુશ્કેલ બની ગયુ છે.
અગાઉ 2009/10ના નાણાકીય વર્ષ માટે રૂા.1 લાખ કે તેથી વધુની ટેક્ષ ડિમાન્ડમાં 31 માર્ચ 2017 સુધીમાં (તે સમયના નિયમ મુજબ) નોટીસ પાઠવી શકાતી હતી. ડિમાન્ડ નોટીસ બાદ એસેસમેન્ટ ઓર્ડર અપાય છે અને તેના 30 દિવસમાં કરદાતા અપીલમાં જઈ શકે છે અને તે બાદની તમામ લેવલની પ્રક્રિયા થાય છે પણ હવે કરદાતાને આવો કોઈ ઓર્ડર અગાઉ મળ્યો નથી અથવા ખોટા સરનામે ગયો છે તેને આ રીતે અપીલની તક જ મળી નથી. તેઓને હવે વ્યાજ સહિતની ઉઘરાણી થઈ રહી છે.
આ પ્રકારના કરદાતાઓએ હવે આવકવેરા વિભાગને તેઓએ નોટીસ પાઠવી હતી તે પુરાવા માંગે છે તો નાની રકમ હોય તો કરદાતા ચુકવવા તૈયાર છે. જેની વાત વધે નહી પણ આવકવેરા વિભાગ તેને `મોડેલ’ ગણી લે તેની ચિંતા છે. હવે આવકવેરા વિભાગ ફિકસમાં આવી ગયું છે.
તેઓએ નોટીસ સમયસર અને યોગ્ય સરનામે મોકલી હતી તે નિશ્ચિત કરવાનું છે. હવે તે સમયે રજીસ્ટર પોષ્ટથી કે કઈ રીતે મોકલી હતી તે ચકાસવું પડશે. આમ હવે કરદાતાને નોટીસ પાઠવી ખુદ આવકવેરા વિભાગ ધંધે લાગી ગયું છે. આવકવેરા વિભાગ તેની ડિમાન્ડ નોટીસનો જૂનો રેકોર્ડ રાખ્યો નથી તેથી હાલમાં અપલોડ થયેલા નોટીસ-ઓર્ડરને પ્રથમ તબકકે જ પડકારાશે.

