Surendranagar,તા.3
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા દ્વારા સુરેન્દ્રનગરના મુળી તાલુકાના હેમતપર ગામની અચાનક મુલાકાત કરવામાં આવી હતી જેમાં ગ્રામજનોના મળતા પ્રશ્નોને લઇ અને અચાનક પ્રાંત અધિકારી દોડી ગયા હતા અને તેના નિવેડા આવે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.
ખાસ કરીને ગામની જમીનો ગામની વસ્તી ઢોર પિયતના પાણીના સાધનો અવારનવાર જે રોગચાળો ફાટી નીકળ્યા છે તે અંગેની વ્યવસ્થા અને ગામના અલગ અલગ પ્રશ્નો અંગે પ્રાંત અધિકારી દ્વારા ગ્રામજનો સાથે પણ બેઠક યોજવામાં આવી હતી અને આ અંગે તલાટીને સૂચના પણ આપવામાં આવી હતી.
ખેતીવાડી પત્રક શિક્ષણ ઉપકર રોજમેળ તથા પહોંચનું પત્ર ચલણ જન્મમરણ રજીસ્ટર ઢોર રજીસ્ટર જાવક રજીસ્ટર અને સરક્યુલર ફાઇલની પણ તપાસ કરવામાં આવી હતી અને જરૂરી પ્રાંત અધિકારી દ્વારા તલાટીને સૂચનાઓ આપવામાં આવી હતી અને યોગ્ય કામગીરી કરવા અને ગામના પ્રશ્ન હલ કરવા ની પણ સૂચના આપવામાં આવી હતી

