Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026

    15 જુલાઈનું રાશિફળ

    July 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી
    • 15 જુલાઈનું પંચાંગ
    • 15 જુલાઈનું રાશિફળ
    • “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા
    • Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા
    • ચન્ની વિરુદ્ધ રાજા લડાઈ પંજાબથી દિલ્હી પહોંચી ગઈ છે, શું Rahul Gandhi કોઈ મોટો નિર્ણય લેશે?
    • Surat સુમુલ ડેરી ચૂંટણી ૨૦૨૬ઃ ૯ બેઠકો પર મતદાન ૧૫ જુલાઈએ, ૧૭ જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો
    • Indian નાવિકનું મૃત્યુ સંદર્ભે વિદેશ મંત્રાલયે ઈરાની રાજદ્વારીઓને સમન્સ મોકલ્યા છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»Abhayam : મહિલાને નિર્ભયતાનું વચન
    લેખ

    Abhayam : મહિલાને નિર્ભયતાનું વચન

    Vikram RavalBy Vikram RavalMay 28, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગુજરાતની નારીશક્તિ સન્માનપૂર્વક જીવન જીવી શકે, તેવા ઉમદા આશયથી ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અંતર્ગત રાજ્ય સરકારે ૧૮૧ અભયમ્ હેલ્પલાઇન યોજના અમલમાં મૂકી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અભયમ્ યોજનાથી અનેક કિસ્સામાં મહિલાઓને માનસિક, શારીરિક અને સામાજિક સુરક્ષા મળી છે.ત્યારે જિલ્લામાં વધુ એક પીડિત પરણિતા માટે સંકટ સમયની સાંકળ સાબિત થઈ છે. પાંચ મહિના પ્રેગ્નેન્ટ પીડિતાને મરજી વિરુદ્ધ ગર્ભપાત થતો અટકાવી બે જિંદગીની વ્હારે ૧૮૧ અભયમ્ હેલ્પલાઇન આવી હતી.   

    ‘મારા દિકરાના વહુને તેની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવવા માટે તેના પિયરવાળા હોસ્પિટલ લઈને ગયા છે તો તમારી મદદની જરૂર છે.‘ સુરેન્દ્રનગર લોકેશન સ્થિત ૧૮૧ ટીમનો ફોન રણક્યો અને સામેથી અવાજ આવ્યો. ગણતરીની મિનિટોમાં જ ૧૮૧ અભયમ હેલ્પલાઈન સુરેન્દ્રનગરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ.

    ૧૮૧ ટીમના કાઉન્સેલર શ્રી શીતલબેન સોલંકીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, પરિણીતાના ૬ માસ પૂર્વે પ્રેમલગ્ન થયા હતા. જેથી પીડિતાના પિયરપક્ષે પીડિતા સાથે કોઈપણ સંબંધો રાખ્યા ન હતા. તેમ છતાં પીડિતા પિયર જવા ઇચ્છતા હોવાથી ૧૫ દિવસથી પિયર ગયા હતા. પીડિતા પાંચ મહિનાથી પ્રેગ્નેન્ટ હોવાની પિયરપક્ષને જાણ થતા બળજબરીપૂર્વક ધમકાવીને પીડિતાની મરજી વિરુદ્ધ જઈને ગર્ભપાત કરાવવા માટે હોસ્પિટલ લઈને ગયા હતા.વધુમાં, બંને પતિ- પત્ની સાથે રહેવા ઈચ્છતા હોવા છતાં પિયરપક્ષથી સાસરે જવા દેતા ન હતા. છે. બંને પક્ષને સાંભળી તેમનું કાઉન્સેલિંગ કરી, યોગ્ય માર્ગદર્શન અને સલાહ સુચન આપીને ગર્ભપાત થતો અટકાવ્યો હતો.

    ગર્ભપાત કરાવવો કે ગર્ભપરિક્ષણ કરાવવું એ PCPNDT ACT, 1994 અંતર્ગત ગંભીર ગુન્હો છે. જેની માહિતી અને કાયદાકીય સમજ ૧૮૧ ટીમના કાઉન્સેલર દ્વારા આપવામાં આવી હતી. જેથી યોગ્ય કાઉન્સેલિંગ દ્વારા રાજીખુશીથી પિયરપક્ષ દીકરીને સાસરે મોકલવા તૈયાર થયા હતા અને હવે પછી આ ભૂલ ક્યારેય નહિ કરે તેવી ખાત્રી આપી હતી. આમ, બંને પક્ષોએ સુખદ સમાધાન થતા ૧૮૧ની ટીમનો ખૂબ ખૂબ હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.અત્રે નોંધનીય છે કે, ગુજરાત સરકાર મહિલાઓની સુરક્ષાના અભય વચન માટે હરહંમેશ કટિબદ્ધ છે, તે હેતુસર ૧૮૧ મહિલા હેલ્પલાઇનની સુવિધા ૨૪x૭ કાર્યરત છે. જેની મદદથી અત્યાર સુધીમાં લાખો મહિલાઓના જીવન સરળ બન્યા છે.

     અહેવાલ:- ભાવિકા લીંબાસીયા

    Bhavika Limbasiya
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ૧૫ જુલાઈ – વિશ્વ યુવા કૌશલ્ય દિવસ

    July 14, 2026
    લેખ

    તંત્રી લેખ…અમેરિકા-ઈરાન યુદ્ધ ભારતની ચિંતાઓમાં વધારો કરે છે

    July 14, 2026
    ધાર્મિક

    દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!

    July 13, 2026
    લેખ

    IT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?

    July 13, 2026
    લેખ

    પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ નથી, એ કબંધનો સગો ભાઈ છે

    July 13, 2026
    લેખ

    Iran-US કરાર તૂટી ગયો: વધતી જતી ફુગાવાની અસર, વૈશ્વિક ભૂરાજકીય તણાવ અને ભારતીય અર્થતંત્ર

    July 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026

    15 જુલાઈનું રાશિફળ

    July 14, 2026

    “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા

    July 14, 2026

    Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા

    July 14, 2026

    ચન્ની વિરુદ્ધ રાજા લડાઈ પંજાબથી દિલ્હી પહોંચી ગઈ છે, શું Rahul Gandhi કોઈ મોટો નિર્ણય લેશે?

    July 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026

    15 જુલાઈનું રાશિફળ

    July 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.