Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
    • Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
    • ઓક્ટોબર ૧૬ – World Food Day
    • Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
    • પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!
    ધાર્મિક

    દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!

    Vikram RavalBy Vikram RavalJuly 13, 2026Updated:August 7, 2026No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ફાલ્ગુની વસાવડા
    હે ઈશ્વર.
                 આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજનાં સમયમાં વારંવાર યુદ્ધમાં સમાધાન થયું, અને વળી પાછું કોઈ દેશે એવું માનવાનો ઈનકાર કર્યો અને છમકલું કર્યું! બસ આવાં સમાચારો નાં માહોલમાં પણ આપણે લહેર કરી રહ્યા છીએ! કારણકે સરહદે સૈનિકો રાતદિવસ પહેરો ભરી રહ્યાં છે, અને પોતાના રાષ્ટ્ર માટે જાન ન્યોછાવર કરવા તૈયાર છે! પણ આપણામાં દેશપ્રેમ છે એવું દેખાડવા! અહીં જ એ નેતાની ભૂલ થઈ, એમણે આવું નિવેદન કરવાની જરૂર નહોતી! અથવા તો અમેરિકા ઈ જ લાગનું હતું! બધી વાતમાં એને પોતાની હોંશિયારી સાબિત કરવી છે! આમ પોતાની પહોંચ બહારના ક્ષેત્રની વાત કરવામાં સમય બરબાદ કરીએ છીએ! ખરેખર યુદ્ધ તો કેટલું ભીષણ‌ અને લોહીયાળ જંગ છે, એ તો ખુવાર થનારા સૈનિકો જ જાણે, જે પોતાનાં રાષ્ટ્રનાં સરફિરા વડાં નેતાઓની જાગીર હોય એમ એની સાથે રમે છે. આટ આટલાં યુદ્ધો થયાં! એમાં રાષ્ટ્રના વડા માર્યા ગયા એવી ઘટના બહુ ભાગ્યે જ ઘટે છે, કારણ કે એને પ્રેકટિકલ કરવાનું નથી હોતું! પહેલાંના કાળમાં યુદ્ધમાં પણ રણનિતી નું આચરણ થતું! કે સાંજ થાય એટલે વિરામ ! અને જે તે સેનાનાં સૈનિકો શહીદ થયા હોય એ પોતાની છાવણીમાં હોય, તો એને સન્માન સહિત એનાં રાજાને સોંપી દેવામાં આવતા! ખોરાકનો પૂરવઠો ખત્મ થયો હોય તો રાષ્ટ્ર પ્રેમી તરફથી સૈનિકો માટે મોકલવામાં આવતું! કોઈ રાજા પાછળથી વાર કરતાં નહીં! પરંતુ મહાભારતમાં કુરુક્ષેત્રના મેદાનમાં થયેલા યુદ્ધમાં ઘણાં ષડયંત્ર રચાયાં હતાં, અને એમાં કેટલાંય પ્રખર યોદ્ધા મરાયાં હતાં.  આજે સોમવાર અને એટલે ચરિત્રની ઓળખ! આપણે કુરુ વંશનાં મહત્વનાં પાત્ર દુર્યોધન વિશે ચિંતન કરીશું.
    દુર્યોધન હિન્દુ મહાકાવ્ય મહાભારતનો મુખ્ય પ્રતિનાયક છે. તે હસ્તિનાપુરનાં અંધ રાજા ધૃતરાષ્ટ્ર અને રાણી ગાંધારીનો સૌથી મોટો પુત્ર હતો. તે મહાન યોદ્ધા હોવાથી ‘સુયોધન’ તરીકે પણ ઓળખાતો હતો. તેના નામનો અર્થ ‘જેની સાથે યુદ્ધ કરવું એ બહુ મુશ્કેલ છે, તેવો થાય છે.
    દુર્યોધનનો જન્મ પાંડવોના સૌથી મોટા ભાઈ ભીમની સાથે જ થયો હતો. માન્યતા અનુસાર, દુર્યોધનના શરીરનો ઉપરનો ભાગ વજ્ર જેવો મજબૂત હતો, અને નીચેનો ભાગ માતા પાર્વતી દ્વારા બનાવવામાં આવ્યો હતો.
    દુર્યોધન સાચે જ એક અદ્ભુત ગદાધારી અને બહાદુર યોદ્ધા હતો. તે પોતાના મિત્રો પ્રત્યે અત્યંત વફાદાર હતો. જોકે, તેની સૌથી મોટી નબળાઈ પાંડવો પ્રત્યેની ઈર્ષ્યા, અહંકાર અને સત્તા પ્રત્યેનો આંધળો પ્રેમ હતો. એટલે જ એણે પાંડવોને જીવતા બાળી મારવા  લાક્ષાગૃહ કાવતરું કર્યું, પરંતુ પાંડવો સમયસર ત્યાંથી બચી નીકળ્યા હતા. શકુનિની મદદથી દ્યુતની રમતમાં યુધિષ્ઠિરને હરાવીને દ્રૌપદીનું અપમાન કર્યું, જે મહાભારત યુદ્ધનું મુખ્ય કારણ બન્યું. 18 દિવસ સુધી ચાલેલા કુરુક્ષેત્રના યુદ્ધમાં દુર્યોધન કૌરવ સેનાનો મુખ્ય નેતા અને સેનાપતિ હતો. તેણે દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ જેવા યોદ્ધાઓના નેતૃત્વમાં સેનાનું સંચાલન કર્યું. મુખ્યત્વે તો દુર્યોધન નું ચરિત્ર વિલન નું છે, એટલે કે પાંડવોને ખત્મ કરવા માટે ખૂબ બધી યોજનાઓ કરી! પણ શકુનિ એને રાજગાદી પર બેસેલ જોવા માંગતા હતા! એટલે આ ષડયંત્ર પાછળ શકુનિ કારણભૂત છે.
    મહાભારતમાં દુર્યોધનને ભલે એક ક્રૂર અને અધર્મી રાજા તરીકે દર્શાવવામાં આવ્યો હોય, પરંતુ એક પતિ અને પિતા તરીકે તેનું પાત્ર ઘણું પ્રેમાળ, વફાદાર અને જવાબદાર હતું. પોતાના પરિવાર પ્રત્યે તેનામાં કોઈ કપટ કે ક્રૂરતા નહોતી. દુર્યોધનની પત્નીનું નામ ભાનુમતી હતું ,તે કાંબજોના રાજા ચંદ્રવર્માની પુત્રી હતી, એનાં સ્વયંવરમાં દુર્યોધને તેનું અપહરણ કર્યું, પરંતુ એણે ભાનુમતી ને વચન આપ્યું કે એ એક પત્નીત્વ નું પાલન કરશે. એ જમાનામાં રાજાઓ ઘણી પત્નીઓ રાખતા હતા, પરંતુ દુર્યોધન પોતાની પત્ની ભાનુમતી પ્રત્યે સંપૂર્ણ વફાદાર રહ્યો હતો.મિત્ર કર્ણ પર અતુટ વિશ્વાસ હતો. ભાનુમતી અને કર્ણ વચ્ચે ગાઢ મિત્રતા હતી, એકવાર ભાનુમતી અને કર્ણ ચોપાટ રમી રહ્યા હતા. દુર્યોધનને અચાનક આવતો જોઈ ભાનુમતી ઊભી થવા ગઈ, ત્યારે કર્ણે તેને હારથી બચવા રોકવા માટે તેનો પાલવ પકડ્યો, જેનાથી ભાનુમતીનો કમરબંધ તૂટી ગયો અને મોતી વેરાઈ ગયા. કોઈપણ સામાન્ય પતિ ગુસ્સે થઈ જાય, પરંતુ દુર્યોધને હસીને કર્ણને કહ્યું, “મોતી વીણી લઉં કે પરોવી દઉં?” આ પ્રસંગ દર્શાવે છે કે દુર્યોધનને પોતાની પત્ની અને મિત્ર પર કેટલો અતૂટ ભરોસો હતો.
    દુર્યોધન અને ભાનુમતીને બે જોડિયા સંતાનો હતાં, પુત્ર લક્ષ્મણ કુમાર અને પુત્રી લક્ષ્મણા. દુર્યોધન પોતાના પુત્ર લક્ષ્મણને ખૂબ પ્રેમ કરતો હતો અને તેને યુદ્ધની શ્રેષ્ઠ તાલીમ આપી હતી. મહાભારતના યુદ્ધમાં ચક્રવ્યૂહ દરમિયાન જ્યારે અભિમન્યુએ લક્ષ્મણ કુમારનો વધ કર્યો, ત્યારે દુર્યોધન પુત્રના શોકમાં ધ્રૂજવા લાગ્યો હતો, અને તે અત્યંત ભાંગી પડ્યો હતો.જ્યારે ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર સાંબ અને લક્ષ્મણા એકબીજાના પ્રેમમાં પડ્યા, ત્યારે દુશ્મનાવટના કારણે દુર્યોધન આ લગ્નની વિરુદ્ધ હતો. સાંબે લક્ષ્મણાનું અપહરણ કર્યું, ત્યારે દુર્યોધન કૌરવ સેના સાથે દીકરીને બચાવવા પહોંચી ગયો હતો. જોકે, પાછળથી બલરામજીના સમજાવવા પર તેણે પોતાની દીકરીની ખુશી માટે આ સંબંધ સ્વીકારી લીધો અને ધામધૂમથી લગ્ન કરાવ્યાં હતાં.
    દુર્યોધનના જીવનની સૌથી ખાસ ઘટના તરીકે તેનાં મૃત્યુને ગણી શકાય. મહાભારતનાં યુદ્ધ દરમિયાન જ્યારે દુર્યોધનના બધાં ભાઈઓ માર્યા ગયા, ત્યારે માતા ગાંધારીએ પોતાનાં તપોબળનો ઉપયોગ કરીને દુર્યોધનનું શરીર વજ્ર જેવું બનાવ્યું, પરંતુ દુર્યોધન જ્યારે નગ્ન અવસ્થામાં માતા પાસે જતો હતો, ત્યારે તેને ભગવાન શ્રીકૃષ્ણ મળ્યાં. શ્રીકૃષ્ણએ તેને કહ્યું, આટલો મોટો થયો કાલે ઉઠીને રાજા થઈશ! માતા સામે આ રીતે નગ્ન જવાય ? શરીરનો નીચલો ભાગ કમ સે કમ પાંદડા કે કપડાથી ઢાંકી લે! દુર્યોધન શ્રીકૃષ્ણની વાતોમાં આવી ગયો અને તેણે પોતાની કમર અને જાંઘનો ભાગ કેળના પાંદડાથી ઢાંકી દીધો. જ્યારે ગાંધારીએ પટ્ટી ખોલી, ત્યારે દુર્યોધનનું આખું શરીર વજ્ર જેવું બની ગયું, પરંતુ જે ભાગ ઢાંકેલો હતો તે, સામાન્ય જ રહ્યો. ગદા યુદ્ધનાં નિયમ મુજબ કમરની નીચે પ્રહાર કરી શકાતો નથી. પરંતુ યુદ્ધમાં જ્યારે ભીમ દુર્યોધનને હરાવી શકતો ન્હોતો, ત્યારે શ્રીકૃષ્ણએ ભીમને ઈશારાથી દુર્યોધનની જાંઘ પર પ્રહાર કરવાનું યાદ અપાવ્યું. ભીમે તેની જાંઘ ભાંગી નાખી અને આ રીતે દુર્યોધનનો અંત આવ્યો, જે યુદ્ધનાં નિયમ વિરુદ્ધ હતું.
    આમ સુયોધન માંથી દુર્યોધન બની ગયો! એટલે કે, એણે એની કુશળતાનો દૂર ઉપયોગ કર્યો. નાનપણમાં દુર્યોધનનાં કાનમાં રાજગાદી વિશે કે પિતરાઈ ભાઈ પાંડવ વિશે ઝેર નાખવામાં આવ્યું ન્હોત તો કદાચ આપણી સામે દુર્યોધન નું ચરિત્ર કંઈક જુદું હોત! માતા ની બદલે મામાની નજર હેઠળ મોટો થયો એ પણ ખોટું થયું! દુર્યોધન નાં ચરિત્ર માંથી આપણે શું બોધ લઈશું! કે એક બાળકનો ઉછેર યોગ્ય રીતે થાય નહીં તો મહાભારત થાય! કારણકે બાળકની બુદ્ધિ વિકસિત થાય એ પહેલાં જ વેરનુ બીજ રોપાઈ જાય તો એમાં ફળફૂલ પણ વેરઝેરના જ આવે! કારણકે આખાં મહાભારતમાં પાંડવો સિવાય એને કોઈ સાથે વેર હતું એવું લખ્યું નથી! એ પોતાનાં માતાપિતા ને સન્માન આપતો હતો, તેનાં ભાઈઓને પણ ખૂબ પ્રેમ કરતો હતો, પત્ની બાળકો અને મિત્રો માટે જીવ કુરબાન તૈયાર હતો!  કર્ણનું અપમાન થયું ત્યારે એણે કર્ણને અંગદેશનો રાજા બનાવ્યો હતો! અને એટલે જ આજે માતાપિતા હવે સફળ પેરેટિંગ પર સંમત થયા છે. માટે બાળકોના યોગ્ય ઉછેર કરી એને દુર્યોધન બનતા રોકી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
      લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
    Falguni Vasavada
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleIT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?
    Next Article રાજસ્થાનના બાલોત્રામાં રાત્રે અકસ્માત, પાંચ યુવાનોના મોત ,ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ઓક્ટોબર ૧૬ – World Food Day

    October 15, 2026
    લેખ

    પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana

    October 15, 2026
    લેખ

    આજે છઠ્ઠા નોરતે આદ્યશક્તિના માતા Katyayani સ્વરૂપની પૂજા

    October 15, 2026
    લેખ

    Navratriના ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની ઉપાસના

    October 12, 2026
    લેખ

    કેન્દ્ર સરકારની પહેલોથી માનસિક આરોગ્ય સેવાઓ બની રહી છે વધુ Sulabh: Tele-MANASની ૨૪૭ નિઃશુલ્ક સેવા નાગરિકો માટે આશાનું કિરણ

    October 12, 2026
    લેખ

    શારદીય Navratriના પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના

    October 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,980
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,730
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,830
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 09:59
    Categories
    Latest News

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026

    Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો

    October 15, 2026

    Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો

    October 15, 2026

    ઓક્ટોબર ૧૬ – World Food Day

    October 15, 2026
    Search
    Main News

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026

    કોર્ટે મુખ્ય Election Commissioner જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરોને નોટિસ જારી કરી,કોઈ પણ કોર્ટને ડરાવી શકે નહીં

    October 15, 2026

    Imran Khan ૨૮ ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત

    October 15, 2026

    Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.