Gondal તા.8
ગોંડલ ભુવનેશ્વરી મંદિર નજીક મેઇન રોડ પર ખાનગી લકઝરી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો જેમને પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ નવસારી થી શૈક્ષણિક પ્રવાસે આવેલી GJ06AV 7674 નંબરની ખાનગી લકઝરી બસ ભુવનેશ્વરી મંદિર નજીક બાળકોને દર્શનાર્થે લઈ જાઈ એ પહેલાં જ ભુવનેશ્વરી ગેસ્ટ હાઉસ ચોક પાસે એકટીવા બાઈક GJ03LD 9397 વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક ડાભી વિષ્ણુ અશોકભાઈ ઉ.વ. 21 ને ગંભીર ઈજાગ્રસ્ત થતાં શિવમ સાર્વજનીક ટ્રસ્ટનાં પ્રમુખ દિનેશભાઈ માધડ ધટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્ત બાઈક ચાલકને પોતાની કારમાં સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત દરમ્યાન ઈજાગ્રસ્ત બાઈક ચાલકનો મોબાઈલ અને પર્સ દિનેશભાઈ માધડને મળી આવતા દિનેશભાઈ દ્વારા ઇજાગ્રસ્તને સગા સબંધીને સહી સલામત આપી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતુ બનાવને પગલે ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી
Trending
- Pakistan ની પાયમાલીના પુરાવો:પ્રિમીયર લીગની આખી ટીમની કિંમત પંત-ઐય્યરના પગાર જેટલી
- Rajkot : ઉપલેટા-ધોરાજી-ગોંડલ-ખાંભામાં 12 કલાકમાં ભૂકંપના 12 આંચકા,1.9થી 3.2ની તિવ્રતા
- ભારતમાં ૧ એપ્રિલથી પહેલીવાર Digital વસતી ગણતરી શરૂ થશે
- ભારતના અનેક રાજ્યોની અદાલતોને બોમ્બની ધમકી
- Surat બિટકોઈન કેસઃ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને હાઈકોર્ટે આપ્યા જામીન, ૫૦ હજારના બોન્ડ પર મુક્તિ
- મરાઠીઓ ભલે મહારાષ્ટ્ર પર રાજ કરી રહ્યા હોય, પણ તેમના માલિકો દિલ્હીમાં છે, Uddhav Thackeray
- Ahmedabad ગુજરાતીઓ સાત દિવસ ઠંડી માટે રહેજો તૈયાર, ૧૪મી જાન્યુઆરી સુધી નહીં મળે કોઈ રાહત
- Ahmedabad ના ચારતોડા કબ્રસ્તાનની ૩૦૦ જેટલી કબરને બીજી જગ્યાએ ખસેડવા માટે નોટિસ અપાઈ

