Diu, તા.૮
દીવ-દમણ-દાદરા નગર હવેલી પ્રદેશના સ્ટેટ ચેમ્પિયન બનેલા ૪૦ વિદ્યાર્થી ભાઈ-બહેનો ન્યુ.દિલ્હી ખાતે થનાર ઈવેન્ટમાં ભાગ લેવા રવાના થયા આ ૪૦ વિદ્યાર્થીઓ દિલ્હીમાં ભારત મંડપમમાં અલગ અલગ ઈવેન્ટમાં ભાગ લેશે જેમાં કલ્ચરલ, વિકસીત ભારત ચેલેંજ ટ્રેક, ઈનોવેસન ટ્રેક અને સાયન્સ એકઝીબીશનનો સમાવેશ થાય છે. આ ઈવેન્ટ મીનીસ્ટ્રી ઓફ યુથ અફ્રેસ એન્ડ સ્પોર્ટસ આયોજીત કરી રહેલ છે. જેમાં ૧૩૦૦ ખેલાડીઓ ભાગ લેશે પ્રદેશ તરફથી અધિકારી પ્રશાંત બરડે અને સુરેશ ભોયા ફરજ બજાવી રહયા છે.

