Prabhas-Patan, તા.૮
સોમનાથ-પ્રભાસ-પાટણના ત્રિવેદી સંગમ તટે આજથી ૧૦૦૦ વર્ષ પહેલા વીધર્મી આક્રાંન્તાઓ જ્યારે સોમનાથ મહાદેવના મંદિર ઉપર વિનાશક હુમલો કરેલ જે હુમલામાં સ્થાનિક તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણો અને અન્ય વીર શહીદો તથા નામી અનામી વીરાત્માઓએ મંદિર રક્ષા માટે શહીદી વ્હોરી હતી. આવા વીરાત્માઓના ઋણ મુક્તિને વીરાંજલી આપવા માટે પવિત્ર સંગમ ખાતે સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા શ્રાઘ્ધ-પીંડદાન અને સવામણ જનોઈની શ્રાઘ્ધ-પૂજનવિધી સાથે વીરાત્માઓ અમર રહોના નારા લગાવી શ્રઘ્ધાંજલી અપાઈ અને પવિત્ર ત્રિવેણી સંગમમાં પીંડદાન કરાયુ અને સવામણ જનોઈ સોમનાથ મહાદેવને અર્પણ કરાઈ. આ પ્રસંગે સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટ તથા ઉપપ્રમુખ જયવર્ધન જાની સહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

