(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૫
મોરબી જીલ્લામાં અષાઢી બીજની રથયાત્રા અનુસંધાને પોલીસ ટીમો નાસતા ફરતા અને પેરોલ ફર્લો રજા પરથી જમ્પ થયેલ આરોપીને ઝડપી લેવા કાર્યરત હોય દરમીયાન ત્રિપલ મર્ડર ગુનામાં પેરોલ જંપ કરી ફરાર થયેલ ઈસમને ઝડપી લેવામાં ટીમને સફળતા મળી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમને બાતમી મળી હતી કે મોરબી તાલુકા પોલીસ મથકમાં ત્રિપલ મર્ડર ગુનામાં આજીવન કેદની સજા પામેલ આરોપી પૈકી ભરત નારણભાઈ ડાભી રહે મોરબી કેનાલ રોડ વાડી વિસ્તાર વાળો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ૧૪ દિવસની ફર્લો રજા મંજુર થઇ હતી અને તા. ૨૮-૧૦-૨૦૨૫ ના રોજ ફર્લો રજા પૂર્ણ થતા રાજકોટ જીલ્લા જેલ ખાતે હાજર નહિ થઈને જમ્પ કરી નાસી ગયો હતો છેલ્લા દશ માસથી આરોપી પેરોલ જંપ કરી ફરાર હતો જે આરોપી ભરત નારણ ડાભીને તેના મકાનેથી ઝડપી લઈને રાજકોટ જીલ્લા જેલ મોકલી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

