માલપૂઆ -દિવ્ય સાયં શણગાર -ધ્વજારોહણ ધૂન -પાઠના વિવિધ કાર્યક્રમો
(મીનાક્ષી ભાસ્કર દ્વારા)
Prabhas Patan તા.૧૫
સોમનાથ- પ્રભાસ -પાટણ ખાતે નાના કોળીવાડામાં શ્રી રામદેવજી મહારાજના મંદિરે વહેલી સવારથી જ ભગવાનના મહાપ્રસાદ અર્થે પરંપરાગત રીતે માલપુડા બનાવવા શરૂ થઈ જશે જેમાં ૧૦૦થી વધુ કોળી સમાજના ભાઈબહેનો જોડાઈ સેવાઓ આપશે સાંજે શ્રી રામદેવજી મહારાજને બનેલા એ માલપુડા અર્પણ કરી થાળ ધરાવવામાં આવશે અને મહા આરતીમાં સૌ જોડાશે આ અગાઉ સવારે મંદિરે ધ્વજારોહણ કરાશે અને સાંજે મંદિર સંકુલમાં આશરે ચાર હજારથી ઉપર સંખ્યાના ભાવિકો સમૂહ પ્રસાદી આરોગશે તેમ નાના કોળીવાડાના પટેલ પ્રવીણભાઈ તથા સેક્રેટરી જગદીશ વાજાએ જણાવ્યું હતું પ્રભાસના સુપ્રસિદ્ધ દૈત્યસુદન મંદિરે જે અક્ષય તૃતીયાથી ગ્રીષ્મકાલીન પુષ્પ ચંદનના વાઘા શણગાર પરંપરાગત રીતે કરાઈ રહ્યો હતો તે અષાઢી બીજે પૂર્ણ થયા છે અને અષાઢી બીજથી ભગવાનને પરંપરાગત પૂર્વવત કરાતા શણગાર શરૂ થાય છે આ ઉપરાંત દૈત્યસુદન મંદિરે અષાઢી બીજે સાંધ્ય રથયાત્રા દર્શન યોજાય છે તેમ મંદિર પૂજારી ભગીરથભાઈ ભટ્ટે જણાવ્યું હતું સોમનાથ મહાદેવ મંદિરે પણ પર્વને અનુલક્ષી સંધ્યા શણગાર કરાય છે વેરાવળ ખાતે જાળેશ્વર શ્રી રામદેવજી મહારાજ મંદિરે અષાઢી બીજ નિમિત્તે બપોરે મહા આરતી ,ધ્વજારોહણ અને મહાપ્રસાદ તથા રાત્રે સોમનાથ ધૂન મંડળ દ્વારા ધૂન, શ્રી રામદેવજી મહારાજના પાઠ, મહાઆરતી તેમજ માલપુઆના મહાપ્રસાદ સમૂહમાં લેવાય છે જે અંગેનું નિમંત્રણ અખિલ ગુજરાત માછીમાર પ્રમુખ કિશોરભાઈ કુહાડા તથા ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા પાઠવાયું છે
માલપુઆ અષાઢી બીજે સમુહપ્રસાદ માટે બનતા માલપુઆને લોકો માલપૂડા તરીકે પણ ઓળખે છે પૌષ્ટિક -દૂધ- શુદ્ધ ઘી અને વિવિધ મસાલાઓથી ભરપુર બનતા આ માલપુડાનો ઇતિહાસ આશરે ૫૦૦૦ વર્ષથી પણ જૂનો છે ઋણવેદ કાળમાં તેને ‘‘અપુપા‘‘તરીકે ઓળખાતા અને તે સમયે જવના લોટના બનતા અને મધમાંથી ધીમા તળીને બનાવાતા બીજી સદીમાં જવની જગ્યાએ ઘઉંનો લોટ આવ્યો સાથે- સાથે તેમાં દૂધ .ખાંડ વિવિધ મસાલાઓ ઉમેરવા શરૂ થયા મધ્યકાલીન યુગમાં તેમાં ક્યાંક – ક્યાંક માવો પણ ઉમેરવો શરૂ થયો અને અન્ય સામગ્રીઓ ઉમેરી સ્વાદ અને પૌષ્ટિકતા વધારવામાં આવી માલપુઆ હાલ ઘઉંના લોટ, ખાંડની ચાસણી, ગોળ, એલચી, વરિયાળી, ખસખસ ,બદામ, પિસ્તા મિશ્રણ સાથે બનાવાય છે સાધુ-સંતોના જ્યાં મુકામ હોય ત્યાં ખાસ માલપુઆ બનાવી સ્વાગત કરાય છે તેમાં પણ દિવાળી, જન્માષ્ટમી જેવા અષાઢી બીજ જેવા તહેવારો માં ભગવાનને ધરી કાળી દાળ અથવા રબડી સાથેના મિશ્રણથી ભાવિકોને સમુહપ્રસાદીમાં પીરસાય છે.

