Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ખતરનાક cyber attack થી લંડન, બ્રસેલ્સ અને બર્લિનમાં અફરા-તફરી,મુસાફરો પરેશાન

    September 20, 2025

    દરેક નવરાત્રીમાં, દેવી એક અલગ વાહન પર આવે છે, અને તેની અસરો અલગ અલગ હોય છે

    September 20, 2025

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે TikTok સોદાને મંજૂરી આપી છે

    September 20, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ખતરનાક cyber attack થી લંડન, બ્રસેલ્સ અને બર્લિનમાં અફરા-તફરી,મુસાફરો પરેશાન
    • દરેક નવરાત્રીમાં, દેવી એક અલગ વાહન પર આવે છે, અને તેની અસરો અલગ અલગ હોય છે
    • ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે TikTok સોદાને મંજૂરી આપી છે
    • Nepal માં જનરલ ઝેડ વિરોધ પ્રદર્શન પછી જેલમાંથી ભાગી ગયેલા ૮,૦૦૦ કેદીઓ હજુ પણ મુક્ત ફરે છે
    • Hizbul Mujahideen અને જૈશ-એ-મોહમ્મદ પીઓકેથી કેપીકે ભાગી રહ્યા છે
    • 21 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 21 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Adyashakti ર્માંની આરતીનો આધ્યાત્મિક અર્થ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»Adyashakti ર્માંની આરતીનો આધ્યાત્મિક અર્થ
    લેખ

    Adyashakti ર્માંની આરતીનો આધ્યાત્મિક અર્થ

    Vikram RavalBy Vikram RavalSeptember 20, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ભારતની પ્રજા ઉત્સવ પ્રિય છે.વર્ષના જેટલા દિવસો છે તેના કરતાં વધુ તો ધાર્મિક ઉત્સવો ઉજવાય છે જેથી સમગ્ર વર્ષ આનંદ ઉત્સાહ મળી રહે.આવો જ આધ્યાત્મિક ઉત્સવ એટલે નવરાત્રિ.શાસ્ત્રોક્ત માન્યતા પ્રાપ્ત નવ દેવીઓની સ્તુતિ અને શક્તિઓની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ.નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો તેના વાસ્તવિક સ્વરૂપ વિશે ચિંતન કરીએ.
    જન્મ ગ્રહણ કરતી કન્યા શૈલપૂત્રીનું સ્વરૂપ છે, કૌમાર્ય અવસ્થા સુધીની દિકરીએ બ્રહ્મચારિણીનું સ્વરૂપ છે, વિવાહ ન થાય ત્યાંસુધી ચંદ્રમા સમાન નિર્મળ પવિત્ર હોવાથી દિકરી ચંદ્રઘંટા સમાન છે, નવા જીવને જન્મ આપવા ગર્ભ ધારણ કરનારી સ્ત્રી કૂષ્માંડા સ્વરૂપ છે, સંતાનને જન્મ આપ્યા પછી તે સ્ત્રી સ્કંદમાતા બની જાય છે, સંયમ-સાધનાને ધારણ કરનાર સ્ત્રી કાત્યાયની રૂપ છે, પોતાના સંકલ્પથી પતિના અકાળ મૃત્યુને જીતી લેનાર સ્ત્રી કાલરાત્રી જેવી હોય છે, સંસારનો ઉપકાર કરવાથી તે મહાગૌરી બની જાય છે.(કુટુંબ જ તેના માટે સંસાર હોય છે), દુનિયાને છોડીને પરમધામ પ્રયાણ કરતાં પહેલાં સંસારમાં પોતાના સંતાનોને સિદ્ધિ એટલે કે તમામ સુખ-સંપદાનો આર્શિવાદ આપનારી સ્ત્રી સિદ્ધિદાત્રી બની જાય છે. આમ આપણા ઘરમાં શક્તિના નવ સ્વરૂપોને શક્તિનાં સ્વરૂપ સમજી આપણી માતા-દિકરી અને પૂત્રવધૂમાં શક્તિનાં દર્શન કરીએ તેમનો આદર સત્કાર કરીએ એ જ સાચી શક્તિ ઉપાસના છે.
    યાદ રાખજો કે જે ઘરમાં મા દુઃખી છે તે ઘરમાંથી ક્લેશ જતો નથી, જે ઘરમાં વહું દુઃખી છે તે ઘરમાંથી ગરીબી જતી નથી અને જે ઘરમાં દિકરી દુઃખી છે તે ઘરમાંથી બિમારી જતી નથી.
    વિરાટમાં જોઇએ તો સમગ્ર બ્રહ્માંડનું સર્જન એક પ્રભુ પરમાત્મા કે જે નિર્ગુણ નિરાકાર છે તેમાંથી થયું છે.પરાત્પર નિર્ગુણ નિરાકાર બ્રહ્મને જ્યારે સૃષ્ટ્રિ રચવાનો સંકલ્પ થયો ત્યારે સૌ પ્રથમ પાંચ તત્વો પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ બન્યા જેને આપણે શક્તિ કહીએ છીએ.નરનારીનાં રૂપે વ્યાપ્યાં સઘળે ર્માં.. એટલે કે દરેક નર-નારીનું શરીર પાંચ તત્વોનું બનેલું છે અને તેને ચેતનતા આપનાર છઠ્ઠુ તત્વ આત્મા એ જ પરાત્પર બ્રહ્મ શિવ છે.
    જય આદ્યશક્તિ ર્માંની આરતીની રચના સુરતના શિવાનંદ પંડયાએ કરી હતી.તેમને પોતાના જીવનકાળ દરમ્યાન અનેક આરતીઓની રચના કરી હતી.આ આરતીમાં શબ્દો અને ઢાળમાં સમયાંતરે ફેરફાર થતો રહ્યો છે છતાં તેનો અર્થ એનો એ જ જોવા મળે છે.
    જ્ય આદ્યશક્તિ ર્માં જય આદ્યશક્તિ અખંડ બ્રહ્માંડ દિપાવ્યા પડવે પ્રગટ થયાં..
    આદ્ય એટલે સર્વ પ્રથમ જગત-વિશ્વ કે અખંડ એક ઈંડા આકારના બ્રહ્માંડનું સર્જન થવા માટે જે શક્તિ નિમિત્ત બની અને એ દિવસ પણ બ્રહ્માનો પ્રથમ દિવસ પડવો કહેવાયો.એવી ૐના નાદરૂપ માઁ જગદંબાનો જય હો જય હો.
    દ્વિતીયા બેય સ્વરૂપ શિવશક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે હર ગાયે હર ર્માં..
    બે સ્વરૂપ એટલે પુરૂષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ બંને તારાં જ સ્વરૂપો છે. હે ર્માં ! બ્રહ્મા-ગણપતિ અને શિવ પણ તારો મહિમા ગાય છે.
    તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, ત્રયા થકી તરવેણી તું તરવેણીમાં..
    ત્રણ સ્વરૂપ એટલે મહાસરસ્વતી-મહાલક્ષ્મી અને મહાકાલી.આપ ત્રણ ભુવન આકાશ-પાતાળ અને પૃથ્વી પર બિરાજમાન છો.ગંગા-યમુના અને સરસ્વતી અને જ્ઞાન-ભક્તિ અને મોક્ષનો ત્રિવેણી સંગમ છો.
    ચોથે ચતુરા મહાલક્ષ્મી ર્માં સચરાચર વ્યાપ્યાં, ચારભૂજા ચહું દિશા પ્રગટયાં દક્ષિણમાં..
    મહાલક્ષ્મીને સૌથી વધારે ચતુર ગણ્યા છે.આ મહાલક્ષ્મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપેલાં છે, તેમની ચારભૂજા ચાર દિશા સમાન છે અને તેમનો ભક્તિપંથ દક્ષિણમાં પ્રગટ થયેલો છે.
    પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદ્મા, પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે પંચે તત્વોમાં..
    અહીં પ્રથમ પંક્તિમાં પ્રાસ બેસાડવા રચનાકારે કેટલીક છૂટ લીધી છે.હકીકતમાં પંચ ઋષિની જગ્યાએ સપ્તર્ષિ જોઈએ (સાત ઋષિઃકશ્યપ અત્રિ ગૌતમ ભારદ્વાજ વિશ્વામિત્ર જમદગ્નિ અને વસિષ્ઠ) અને ગુણ પાંચ નહીં ત્રણ છે.સત્વ-રજસ અને તમસ. જગદંબાના આશીર્વાદથી કરૂણા પ્રેમ સત્ય સત્વ અને મમત્વ.. આ પાંચ ગુણ પ્રાપ્ત થાય છે.હે માઁ પાંચ તત્વો પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશમાં આપ વ્યાપ્ત છો.
    ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો, નરનારીનાં રૂપે વ્યાપ્યાં સઘળે ર્માં..
    મહિષાસુર રંભાસુરનો પુત્ર હતો.અગ્નિદેવના આશીર્વાદથી મહિષાસુરનો જન્મ થયો હતો.તે અમરત્વ પ્રાપ્ત કરવા માંગતો હતો જેથી કોઈ તેને મારી ન શકે અને તે અમર બની જાય.આ માટે તેણે સૃષ્ટિના સર્જક ભગવાન બ્રહ્માજીનું તપ કર્યું.ઘણા વર્ષોની સખત તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજી પ્રગટ થયા ત્યારે મહિષાસુરે તેમની પાસે અમરત્વનું વરદાન માંગ્યું ત્યારે બ્રહ્માદેવે અમરત્વ સિવાય બીજું કોઈ વરદાન માગવાનું કહ્યું ત્યારે તેણે સ્ત્રીના હાથે જ મરવાનું વરદાન માંગ્યું હતું.બ્રહ્માજીએ તેને તે વરદાન આપ્યું ત્યારથી તે અજેય બની ગયો.તેને કોઈ હરાવી શક્યું નહીં.તેણે ત્રણેય લોક ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું.તેણે એવું વિચારીને વરદાન માંગ્યું હતું કે કોઈ સ્ત્રી એટલી શક્તિશાળી ન હોઈ શકે કે તે તેને મારી શકે.આ મહિષાસુર રાક્ષસને મારનારી ર્માં તૂં નર-નારીના સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપેલી છે.
    સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા, ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતા ર્માં..
    સાતે પાતાળ (અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ અને પાતાલ)માં આપ બિરાજમાન છો, પ્રાતઃ સંધ્યા (સાવિત્રી) અને સાયં સંધ્યા આપ છો.માતાના પાંચ સ્વરૂપો ગાય ગંગા ગાયત્રી ઉમિયા અને ગીતા આપ જ છો.
    અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, સુનિવર મુનિવર જન્મયા દેવ દૈત્યો માં..
    દૈત્યોને હણનારી મહાકાલી ર્માં આઠ ભુજાવાળી ગણાવાય છે.હે મહાકાલી ર્માં ! તારી જ કુખે જ દૈત્યો, શુભ-અશુભ તત્વો, શ્રવણ ભક્તિ કરનારા સુનિવર અને મનન-ભક્તિ કરનારા મુનિવરો પ્રગટયાં છે.
    નવમી નવ કુલ નાગ સેવે નવદુર્ગા, નવરાત્રિનાં પૂજન શિવરાત્રિના અર્ચન કીધાં હરબ્રહ્મા..
    નવેનવ કુળના નાગ આપને ભજે છે અને નવદુર્ગાનું પૂજન કરે છે.શિવ અને બ્રહ્મા પણ આપની સ્તુતિ કરે છે.નવદુર્ગા એટલે અનુક્રમે શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘંટા કુષ્માંડા સ્કંદમાતા કાત્યાયની કાલરાત્રિ મહાગૌરી અને સિદ્ધિ.
    દસમી દસ અવતાર વિજ્યાદસમી, રામે રામ રમાડયાં રાવણ રોળ્યો ર્માં..
    દશેરાના દિવસે રામે રાવણનો વધ કરેલો એટલે જ એને વિજ્યાદશમી કહે છે.હે ર્માં ! આપની કૃપાથી જ રામે રાવણનો ધ્વંશ કરેલો.
    એકાદશી અગિયારસ કાત્યાયની કામા, કામદુર્ગા કાલિકા શ્યામને રામા..
    નોરતાની અગિયારમી રાતે કાત્યાયની માતાનો મહિમા ગવાય છે.શ્રીમદ્ ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે શ્રીકૃષ્ણને વર સ્વરૂપે મેળવવા ગોપીઓએ યમુના તટે કાત્યાયની માનું વ્રત કરેલું.કાત્યાયની ર્માં મનગમતો ભરથાર મેળવી આપે છે.શ્યામા એટલે રાધા અને રામા એટલે સીતા બંને આપ જ છો.
    બારસે બાળારૂપ બહુચરી અંબા ર્માં, બટુક ભૈરવ સોહિયે કાળ ભૈરવ સોહિયે તારાં છે તુજ માં..
    બહુચર માતા બારસના દિવસે બાળસ્વરૂપે પ્રગટેલા એમ મનાય છે.બટુક ભૈરવ (ક્ષેત્રપાલ) અને કાળ ભૈરવ (સ્મશાન) એ બધાં તમારા જ સેવકો છે.જે તમારી અડખે-પડખે શોભે છે.
    તેરસે તુળજારૂપ તું તારિણી માતા, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ગુણતારાં ગાતાં..
    હે ર્માં ! તારૂં તેરમું સ્વરૂપ તુળજા ભવાનીનું છે.તુળજા ભવાની મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં બિરાજેલ છે જે છત્રપતિ શિવાજીના કુળદેવી હતાં.જે સર્વજનોને તારે છે એવી ર્માં તારિણીના ગુણગાન બ્રહ્મા વિષ્ણુ અને શિવ ગાય છે.
    ચૌદસે ચૌદારૂપ ચંડી ચામુંડા, ભાવભક્તિ કંઈ આપો ચતુરાઈ કંઈ આપો સિંહવાહિની માતા.
    શક્તિનું ચૌદમું સ્વરૂપ ર્માં ચામુંડાનું છે.એ ચૌદ ભુવન અને ચૌદ વિદ્યાસ્વરૂપોમાં બિરાજમાન છે એવા સિંહને વાહન તરીકે ધારણ કરનાર ર્માં અમને થોડાં ભક્તિભાવ અને ચતુરાઈ આપો.
    પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરૂણા ર્માં, વશિષ્ઠ દેવે વખાણ્યાં માર્કંડ દેવે વખાણ્યાં ગાયે શુભ કવિતા.
    પૂનમ એટલે પૂર્ણતઃ ચંદ્ર પૂરેપૂરો ખીલેલો હોય ત્યારે અમારી વિનંતી અંતરમાં કરૂણા ધારીને સાંભળજો.વશિષ્ઠ અને માર્કંડ ઋષિએ અનેક સ્તવનો દ્વારા આપનો મહિમા ગાયો છે.
    ત્રંબાવટી નગરી આઈ રૂપાવટી નગરી, સોળસહસ્ત્ર ત્યાં સોહિયે ક્ષમા કરો ગૌરી ર્માં દયા કરો ગૌરી.
    અહીં નગરીના નામ તો પ્રતિક છે.હે ર્માં ! તમે સર્વત્ર વ્યાપેલાં છો.સોળ હજાર ગોપી સ્વરૂપ પણ આપનાં છે.પૂજા ભક્તિમાં અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો.
    સંવત સોળ સતાવન સોળશે બાવીસ માં સંવત સોળે પ્રગટ્યા રેવાને તીરે..
    સંવત ૧૬૫૭માં આપે સોળ વર્ષની કુંવારીકાના રૂપમાં દર્શન આપ્યાં હતાં.આપ રેવા(નર્મદા)ના કાંઠે પ્રગટ્યા હતા.
    શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, ભણે શિવાનંદ સ્વામી સુખસંપતિ થાશે હર કૈલાસ જાશે ર્માં અંબા દુઃખ હરશે..આ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે તેને સુખ-સંપત્તિ પ્રાપ્ત થશે,સર્વનું સુખ દુઃખ હરશે.સ્વર્ગનું સુખ મળશે.શિવ-પાર્વતિના ચરણ(કૈલાસ)માં સ્થાન મળશે એવું આરતીના રચનાકાર શિવાનંદ સ્વામી કહે છે.
    વિનોદભાઇ માછી નિરંકારી
    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)
    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    દરેક નવરાત્રીમાં, દેવી એક અલગ વાહન પર આવે છે, અને તેની અસરો અલગ અલગ હોય છે

    September 20, 2025
    લેખ

    સમય અને રાજકારણનું ચક્ર-સમયની અનંત શક્તિ – રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંદર્ભોમાં ઊંડાણપૂર્વક વિશ્લેષણ

    September 20, 2025
    લેખ

    જ્યારે સત્ય તેના જૂતાની દોરી બાંધે છે, ત્યાં સુધીમાં જૂઠાણા પહેલાથી જ વિશ્વભરમાં ફરતું હોય છે

    September 20, 2025
    લેખ

    તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ

    September 20, 2025
    ધાર્મિક

    નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાને કયા ફળો ન ચઢાવવા જોઈએ?

    September 19, 2025
    લેખ

    તંત્રી લેખ…આરોપોનું રાજકારણ, મત ચોરીના ખોટા આરોપો

    September 19, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ખતરનાક cyber attack થી લંડન, બ્રસેલ્સ અને બર્લિનમાં અફરા-તફરી,મુસાફરો પરેશાન

    September 20, 2025

    દરેક નવરાત્રીમાં, દેવી એક અલગ વાહન પર આવે છે, અને તેની અસરો અલગ અલગ હોય છે

    September 20, 2025

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે TikTok સોદાને મંજૂરી આપી છે

    September 20, 2025

    Nepal માં જનરલ ઝેડ વિરોધ પ્રદર્શન પછી જેલમાંથી ભાગી ગયેલા ૮,૦૦૦ કેદીઓ હજુ પણ મુક્ત ફરે છે

    September 20, 2025

    Hizbul Mujahideen અને જૈશ-એ-મોહમ્મદ પીઓકેથી કેપીકે ભાગી રહ્યા છે

    September 20, 2025

    21 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 20, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ખતરનાક cyber attack થી લંડન, બ્રસેલ્સ અને બર્લિનમાં અફરા-તફરી,મુસાફરો પરેશાન

    September 20, 2025

    દરેક નવરાત્રીમાં, દેવી એક અલગ વાહન પર આવે છે, અને તેની અસરો અલગ અલગ હોય છે

    September 20, 2025

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે TikTok સોદાને મંજૂરી આપી છે

    September 20, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.