Mumbai,તા.20
પ્રીતિ ઝિન્ટાની આઠ વર્ષ પછી એકસાથે બે ફિલ્મો નજીકનાં સમયગાળામાં રીલિઝ થવાની છે.
તેની સની દેઓલ સાથેની ‘લાહોર ૧૯૪૭’ આગામી ઓગસ્ટમાં રીલિઝ થવાની છે. તે પછી હવે કુણાલ ખેમુનાં દિગ્દર્શન હેઠળની ‘વાઈબ’ ફિલ્મ આગામી ૧૮મી સપ્ટેમ્બરે રીલિઝ કરવાની જાહેરાત કરાઈ છે. આ ફિલ્મમાં કુણાલ ખેમુ એક્ટર તરીકે પણ દેખાશે.
લાંબા સમયથી બિગ સ્ક્રીન પર ગાયબ રહેલી પ્રીતિ જોકે આઈપીએલની સીઝન દરમિયાન તેની ટીમની મેચ વખતે ટીવી પર કાયમ હાજરી પુરાવે છે. પ્રીતિની ‘લાહોર ૧૯૪૭’ આમ તો લાંબા સમયથી તૈયાર છે. પરંતુ, નિર્માતા આમિર ખાન દ્વારા તેમાં છેલ્લી ઘડીએ કેટલાય સુધારા તથા ફેરફારો કરાતાં ફિલ્મની રીલિઝ લંબાઈ ગઈ હતી. તે પછી આમિરે ફિલ્મની રીલિઝ ડેટમાં પણ અનેક ફેરફારો કરાવ્યા હતા.

