Ahmedabad તા.18
ગત વર્ષે જૂન માસમાં થયેલા અમદાવાદમાં એરઈન્ડીયા વિમાની દુર્ઘટનામાં હજુ સુધી કારણ અંગે કોઈ આખરી રિપોર્ટ બહાર આવ્યો નથી. 260થી વધુ લોકોના મૃત્યુ માટે જવાબદાર આ દુર્ઘટનામાં જે લોકો થોડા સાક્ષી બન્યા છે.
તેઓએ મૃતદેહોની હાલત અંગે અત્યંત ડરાવની વાતો કરતા કહ્યું હતું કે મોટાભાગના મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા. એક માતાનો મૃતદેહ સાથે તેના બાળકને પકડીને સુતી હોય તેવી હાલત હતી.
રોમન વ્હોરા નામના આ નાગરિક કે જેણે પોતાના સંબંધીના મૃતદેહ શોધવા માટે અમદાવાદની હોસ્પિટલમાં તપાસ કરી હતી તેમણે એવો દાવો કર્યો કે વિમાનના પાયલોટ કેપ્ટન સુમીત સભરવાલનો મૃતદેહ એવી હાલતમાં મળ્યો કે તે સીટ પર બેઠા હોય તેવી સ્થિતિ હતી.
તેમનો પાયલોટ તરીકેનો યુનિફોર્મ પણ દેખાઈ રહ્યો હતો. સફેદ શર્ટ અને ખભા પર ચાર ગોલ્ડ સ્ટ્રાઈપ અને ટાઈ તથા બુટ પણ પહેરેલી હાલતમાં હતા અને તેનો હાથ વિમાનના ડબલ હેન્ડલ યોક એટલે કે સ્ટીયરીંગ સાથે મજબૂતીથી પકડી રાખ્યો હોય તેવું હતું અને વિમાનનું આ સ્ટીયરીંગ પણ તુટીને કેપ્ટનની સાથે આ હાલતમાં નીચે પડયું હતું.
કેપ્ટન સભરવાલ પર એવો આક્ષેપ થાય છે કે તેણે ઈરાદાપૂર્વક વિમાનની ફયુલ સ્વીચ બંધ કરી હતી. જો કે તેના કોઈ પુરાવા મળ્યા નથી તથા તપાસમાં પણ તેને સમર્થન મળ્યુ નથી.
ફકત બે પાયલોટ વચ્ચેનું એ રેકોર્ડીંગ ખુલ્લુ થયુ છે જેમાં બંને વચ્ચે કોણે ફયુલ સ્વીચ કટ ઓફ કરી તે એકબીજાને પૂછે છે અને બંને મે નથી કરી તેવું કહે છે. હવે અંતિમ રિપોર્ટ પર નજર હશે

