New York,તા.23
અમેરિકાના વ્યાપારીક પાટનગર સમા ન્યુયોર્કના લા ગાર્ડીયા એરપોર્ટ પર એર કેનેડાનું એક વિમાન અચાનક જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સીઆરજે-900 પ્રકારનું આ વિમાન લેન્ડીંગ કરતા સમયે રનવે પરથી આગળ વધીને અહી એક ટ્રક સાથે ટકરાઈ પડયું હતું.
જેના કારણે વિમાનમાં નુકશાન થયું હતું અને ફાયર ટ્રકમાં રહેલા પાંચ લોકોને ગંભીર ઈજા થઈ હતી જયારે વિમાનમાં પ્રવાસ કરતા 100 મુસાફરોને પણ નાની મોટી ઈજા થઈ હતી. આ ઘટનાને પગલે એરપોર્ટ તાત્કાલીક બંધ કરી દેવાયુ હતું. ઓલ કલીયર મળ્યા બાદ ફરી વિમાનનું આવાગમન શરુ થયું હતું.
ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ એરક્ધટ્રોલ ટાવરે અનેક વખત વિમાનના પાયલોટને રનવેની બાજુમાં પડેલા ફાયર ફાઈટર ટ્રક અને અન્ય વાહનો અંગે ચેતવણી આપી હતી અને વિમાનનો માર્ગ નિશ્ર્ચિત કર્યો હતો તેમ છતાં પણ પાયલોટે જુદો રૂટ પકડતા વિમાનના આગળના ભાગ ફાયર ફાઈટર ટ્રક સાથે અથડાયો હતો. જે મુસાફરોને ઈજા થઈ હતી તેઓને તાત્કાલીક એરપોર્ટ પર સારવાર અપાઈ છે જયારે ગંભીર રીતે ઘાયલ થયેલા ફાયર બ્રિગેડના જવાનોને હોસ્પિટલમાં ખસેડાયા છે.

