Mumbai,તા.07
અમેરિકા- ઈરાન યુદ્ધમાં નવેસરથી હુમલા શરુ થતાં દુબઈ એરપોર્ટ બંધ કરાયું હતું. તેને પગલે અમીષા પટેલ દુબઈ એરપોર્ટ પર ફસાઈ ગઈ હતી.
ગઈકાલે સોમવારે અમીષાએ સોશિયલ મીડિયા પર મેસેજ મૂક્યો હતો કે તે અમેરિકાથી પાછી આવી રહી હતી ત્યારે યુએઈમાં એટેકના કારણે તેની ફલાઈટ દુબઈને બદલે મસ્કત તરફ વાળવામાં આવી છે.
તે પછી તેણે ફરી પોસ્ટ કરી હતી કે પોતે અમેરિકાથી નીકળ્યાને ૨૪ કલાક થઈ ચૂક્યા છે અને હજુ પોતે દુબઈ એરપોર્ટની લોન્જમાં જ છે. આજે ફરી તેણે પોસ્ટ કરી હતી કે પોતે હજુ દુબઈથી રવાના થઈ શકી નથી. તેણે દુબઈ એરપોર્ટની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી.

