Washington,તા.03
ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વ્યાપાર સમજુતી વચ્ચે દિવસ અમેરિકા ટેરિફ રાહત આપે છે તો બીજા દિવસે નવા ટેરિફનો પ્રસ્તાવ કરે છે. હવે અમેરિકી ટ્રેડ રીપ્રેઝન્ટેટીવ (યુએસટીઆર)એ કલમ 601 હેઠળ ભારત સહિતના 54 દેશો જે તેના ઉત્પાદનમાં બોન્ડેડ-લેબર-બંધુઆ મજદુરોનો ઉપયોગ કરે છે. તેના પર 12.5% ટેરિફ લગાવ્યા છે.
આ અમેરિકી ટ્રેડ ઓફીસે આરોપ મુકયો છે કે ભારત સહિતના દેશો તેમના અર્થતંત્રની વ્યવસ્થામાંથી બોન્ડેડ લેબરની સીસ્ટમને ખત્મ કરી શકયા નથી. આ ટેરિફ એ સમયે આવ્યા છે જયારે અમેરિકી પ્રતિનિધિમંડળ ભારત સાથેની વ્યાપાર સમજુતીને અંતિમ સ્વરૂપ આપવા દિલ્હી પહોંચ્યુ છે.
જો કે ભારતે અગાઉ જ તેની અર્થવ્યવસ્થામાં આ પ્રકારના બોન્ડેડ લેબરની પ્રથા હવે મોજૂદ હોવાનો ઈન્કાર કર્યો હતો. પણ અમેરિકી ટ્રેડ ઓફીસને તેનાથી સંતોષ થયો નથી અને 12.5%ના ટેરિફ એ વધારાની આયાત જકાત તરીકે લગાવાયા છે જેની મોટી અસર ભારતની ટેક્ષટાઈલ લેધર પર થશે.
જેમાં અમેરિકા માને છે કે મોટાપાયે ફોર્સ લેબરની સ્થિતિ છે. આ કલમ 301 એ અમેરિકા માટે લાંબા સમયથી વધારાની આયાત જકાત લાદવાનું હથિયાર બની ગયુ છે. જો કે આ ટેરિફ કયારે અમલી બનશે તેના પર કોઈ સ્પષ્ટતા નથી પણ તેના પર તા.7 જુલાઈમાં અમેરિકી ટ્રેડ ઓફિસમાં એક હીયરીંગ થશે જેમાં ભારત પોતાનો પક્ષ રાખી શકે છે.

