Amreli,તા.28
તાજેતરમાં ગીરસોમનાથ જિલ્લામાં એક કાર્યક્રમમાં કોડીનાર પંથકમાં દારૂના વધી ગયેલા વ્યાપ અંગે મહિલા આગેવાને કરેલા ભાષણ દરમિયાન કલેકટર સમક્ષ રડી પડયા હતા. અને દારૂબંધીનો ચૂસ્ત પણે અમલ કરાવવા માગણી કરી હતી.આની વચ્ચે ગાંધીના ગુજરાતમાં કાગળ પરની કહેવાતી દારૂબંધી વચ્ચે સરકારે અમરેલી જિલ્લામાં દારૂ પીવા માટે 123એ અરજી કરી એમાં 116ને સરકારે ફટાફટ મંજૂરી આપી દીધી છે.
અમરેલી જિલ્લામાં દારૂની પરમિટધારકોની સંખ્યા માંગવામાં આવતા ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. આરોગ્યમંત્રીએ જણાવ્યું કે અમરેલી જિલ્લામાં તા.1.2.23થી તા. 31.1.24 તેમજ તા. 1.2.24 થી તા. 31.1.25 સુધીમાં 123 અરજીઓ દારૂ પીવાની પરમિટ લોકોને આવી હતી. જેમાંથી 116 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં દારૂની પરમીટ આપવા બદલ તા. 1.2.23 તા. 31-1-24 સુધી સરકારને 7.95 લાખની આવક થઈ હતી. જયારે 1.2.24 થી 31.1.2025 સુધીમાં 13.20 લાખની આવક થઈ હતી. આમ દારૂની પરમિટમાં સરકારને કુલ રૂ. 21.05 લાખની આવક થઈ હતી. જિલ્લામાં આથક રીતે સધ્ધર લોકોને પોલીસનો ડર ન રહે તે માટે બે વર્ષમાં 116 લોકોને દારૂની પરમિટ મળી હોવાનું સામે આવ્યું છે.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે જેથી માલેતુરજાર લોકો દારૂ પીવા માટે લીકર પરમીટ મેળવી રહ્યાં છે એક ગઝલમાં શબ્દો આવે છે કે હંગામા ક્યૂં હૈ બરપા થોડી સી જો પી લી હૈ,ડાકા તો નહી ડાલા ચોરી તો નહી કી હૈ..અમરેલી જિલ્લામાં છેલ્લાં બે મહીનામાં લીકર પરમીટ મેળવનાર લોકોમાં ધરખમ વધારો થયો છે. માત્ર બે વર્ષમાંં 116 લોકોને દારૂ પીવાની અધિકૃત છુટ આપવામાં આવી છે.