(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૭
Morbi કોર્ટ મુદતેથી બાઈક લઈને પિતા-પુત્ર પરત ઘરે જતા હોય ત્યારે અજાણ્યા સ્કોર્પીઓ કારના ચાલકે પુરઝડપે ચલાવી બાઈકને પાછળથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં પિતા અને પુત્રને ઈજા પહોંચી હતી અકસ્માત સર્જી ગાડી લઈને ચાલક નાસી ગયો હતો
Morbiના જીકીયારી ગામે રહેતા પ્રાણજીવનભાઈ ત્રિભોવનભાઈ બાવરવા (ઉ.વ.૬૫) વાળાએ અજાણ્યા સ્કોર્પીઓ કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫ ના રોજ ફરિયાદી પ્રાણજીવનભાઈ અને તેનો પુત્ર મેહુલ બાઈક જીજે ૦૩ ડીએચ ૫૧૦૯ લઈને મોરબી કોર્ટ મુદતે આવ્યા હતા અને કોર્ટ મુદત પૂરી કરીને સાંજે ઘરે જતા હતા ત્યારે નીચી માંડલ ગામ અને વાંકડા ગામ વચ્ચે અજાણ્યા સ્કોર્પીઓ કારના ચાલકે પુરઝડપે ચલાવી બાઈકને પાછળથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદી પ્રાણજીવનભાઈ અને તેના પુત્ર મેહુલને ઈજા પહોંચી હતી અકસ્માત બાદ પોતાની કાર લઈને કારચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

