Mumbai,તા.18
અનીત પડ્ડા ‘સૈયારા’ ફિલ્મના કારણે જેન ઝીમાં છવાઈ ગઈ છે. જોકે, તે પોતે એક રોમાન્ટિક અભિનેત્રી તરીકે જ સ્થાપિત થવા માગતી નથી. આથી, તેણે હવે ‘સૈયારા’ કરતાં તદ્દન અલગ રોલ ધરાવતી એક નવી ફિલ્મ સાઈન કરી છે.
આ ફિલ્મ એક કોર્ટ રુમ ડ્રામા હશે. એક વગદાર બાબા દ્વારા શોષણનો ભોગ બનેલી મહિલા કાનૂની લડાઈ લડે છે તેવી વાર્તા આધારિત ફિલ્મમાં અનીત સાથે ફાતિમા સના શેખ અને અર્જુન માથુર સહિતના કલાકારો હશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અનીતનો આશરે ૧૨-૨૩ વર્ષ પહેલાંનો એક વિડીયો પણ વાયરલ થયો છે. આ વિડીયોમાં તે એક એન્યુલ પ્રોગ્રામમાં પરફોર્મન્સ કરતી જોવા મળે છે. ચાહકોએ આ વિડીયો જોયા બાદ તે એક જન્મજાત કલાકાર હોવાનું પ્રમાણપત્ર આપી દીધું છે.