Junagadh, તા.23
ઓડીસાથી ભવનાથ પોસ્ટ મારફતે ગાંજો મંગાવતા એસોજી પોલીસે 4.239 કી ગ્રા. રૂ 2, 11.950 મોબાઈલ, મુસા સહિત કુલ રૂપિયા 2.51,950 નો મુદ્દા માલ જપ્ત, અન્ય પાંચના નામ ખુલતા તપાસ આગળ ધપાવી છે.
જુનાગઢમાં નશીલા પદાર્થો અન્ય રાજ્યમાંથી ગમે તે રીતે ઘુસાડવા ભેજા બાજ નવી નવી તરકીબો અજમાવે છે જેમાં ગઈકાલે જુનાગઢ એસઓજી પોલીસે તેનો પર્દાફાશ કરી બે શખ્સોને રૂપિયા 2.11.950ના વનસ્પતિ જન્ય નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે દબોચી લીધા હતા. એક મોબાઈલ મોસા સહિત કુલ રૂપિયા 2. 51,950 નો મુદ્દા માલ કબજે કરી તેઓની પ્રાથમિક તપાસમાં વધુ પાંચ નામો ખુલવા પામ્યા હતા,
આ અંગેની પોલીસ માંથી મળતી વિગત મુજબ જૂનાગઢના રહીશ અમિત ઉર્ફે ચેમ્પિયન ધીરુ રાઠોડ રે જુનાગઢ અને કિરણ કાનજીરાઠોડ રે જુનાગઢ વાળા બંને એ ઓડિશા રાજ્યમાંથી વનસ્પતિ જન્ય નસીલા પદાર્થ ગાંજાના જથ્થાને પોસ્ટ મારફત મંગાવેલ જે જથ્થો ભવનાથ પોસ્ટ ઓફિસમાં આવેલ હોય તેની બાતમી એસોજીના રોહિત ધાંધલ અને કૃણાલ સિંહ પરમાર ને મળતા ગેબાસમીના આધારે ભવનાથ વિસ્તારમાં વોચ ગોઠવી હતી
આ જથ્થાના પાર્સલને લેવા આવેલા રહીશ ખાન રહીમ ખાન યુસુફ જઈ પઠાણ ઉ.28 રે. જુનાગઢ અને સોહિલ રજાક શેખ ઉ 22 રે જુનાગઢ સંગાડીયા બજાર વાળાઓને પાર્સલ સાથે દબોચી લઈ જેની તલાસી લેતા તેમાંથી 4.239 કિલોગ્રામ ગાંજો કિંમત રૂપિયા 2,51,950નો મળી આવ્યો હતો.
ઉપરાંત આરોપીઓ પાસેથી એક મોબાઈલ 10,000 મોસા રૂપિયા 30,000 મળી કુલ રૂપિયા 2.11.950નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતા આ જથ્થો અમિત ઉર્ફે ચેમ્પિયન ધીરૂ રાઠોડ, કિરણ કાનજી રાઠોડ રે બંને જુનાગઢ વાળાઓએ મંગાવ્યાનું તેમજ અન્ય આરોપી અખિલ ફિરોઝ સીડા, સુમન દિલાવર લાસારી અને ગોપી દાદા પીન નંબર 76610 મોબાઈલ 917853986013ના નામો આપતા એસોજી પોલીસે આ શખ્સોને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે.

