Junagadh તા.23
જુનાગઢ એ ડિવિઝન પોલીસે ભવનાથ વિસ્તારમાં પોલીસે રેણાક મકાનમાં ચાલતા જુગાર ધામ પર ત્રાટકી મકાન માલિક સહિત પાંચ શખ્સોને કુલ રૂપિયા 1.17.700 ની મતદાન સાથે દબોચી લીધા હતા.
ભવનાથ પોલીસને મળેલી બાતમીના આધારે ભવનાથ રબારી નેશ મારે તો વિજય કરણ ચાવડા પોતાના રહેણાક મકાને પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમી આધારે રેડ કરતા મકાન માલિક વિજય કરણ ચાવડા, દિપક લીલાધર પિઠીયા રે. શાપુર , ભનુ ગોગન પરમાર રે ધંધુસર, સોહિત હરશુખ લોઢીયા રહેવાસી જોશીપુરા, અને અનિલ ભીમા ભારાય રે રબારી નેસ ભવનાથ વાળાઓને રોકડ રૂપિયા 81.700, મોબાઈલ ચાર રૂપિયા 36,000 મળી કુલ રૂપિયા 1.17.700 ની મતા સાથે દબોચી લીધા હતા.
અપમૃત્યુ
વિસાવદર તાલુકાના વિસણ વેલ ગામે રહેતા જગમાલભાઈ જેસાભાઇ રાઠોડ ઉંમર 52 તેઓ પોતાની વાડીએ ઓરડી પાસે જતા ઇલેક્ટ્રીક શોર્ટ લાગી જતા મોત નીપજ્યું હતું બનાવની તપાસ વિસવહદર પોલીસ હાથ ધરી છે.
મૂળ મધ્ય પ્રદેશ ના બળવાની જિલ્લાના કચરા પાડા તાલુકાના ગોખરા ગામ ના રહીશ હાલ જૂનહગઢ ગામે રહેતા સંતોષભાઈ જીતુભાઈ ઉર્ફે જીતેન્દ્ર ઉમર 18 તારીખ 16 ના વિસાવદરના વીરપુર શેખવા ગામે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નોંધાયું હતું બનાવની જાણ મૃતકની માતા મનિષાબેન જીતુભાઈ એ કરતાં તાલુકા પોલીસે તપાસ કરી છે.

