(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૫
ખાનપર ગામે રહેતા યુવાને બે ઈસમો પાસેથી વ્યાજે નાણા લીધા હતા જેમાં ૪ લાખના ૮.૪૦ લાખ ચૂકવ્યા અને ૧.૫૦ લાખના રૂપિયા ૧.૩૫ લાખ ચૂકવ્યા છતાં જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા પારસભાઈ રમેશભાઈ રૈયાણી (ઉ.વ.૩૨) નામના યુવાને આરોપીઓ પરબત સવજીભાઈ રબારી રહે કોયલી તા. મોરબી અને નિકુંજ ઉર્ફે નીતિન વાસીયાંગભાઈ જારીયા રહે ગજડી તા. ટંકારા એમ બે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને રૂપયાઈ જરૂરત પડતા તા. ૦૩-૧૦-૨૫ થી આજદિન સુધીમાં ૩૦ ટકાના માસિક ઊંચા વ્યાજે રૂપિયાનું ધિરાણ કરી તેની સામે ગેરંટી તરીકે ફરિયાદીની સહી વાળા કોરા બેંક ચેક લખાવી તેમજ હાથ ઉછીના રૂપિયાનું લખાણ કરાવી લીધું હતું
આરોપી પરબત પાસેથી રૂ ૪ લાખ લીધા હતા અને આરોપી નિકુંજ પાસેથી રૂ ૧.૫૦ લાખ લીધા હતા જેમાં આરોપી પરબતને રૂપિયા ૮,૪૦,૦૦૦ અને આરોપી નિકુંજને રૂ ૧,૩૫,૦૦૦ વ્યાજના રૂપિયા ચુકવવા છતાં વ્યાજ અને મૂળ રકમની ઉઘરાણી કરી બળજબરીથી વધુ રકમ મેળવવા જાનથી મારી નાખવાની ધમકી આપી કોરા ચેક બાબતે ચેક રીટર્ન કરીને કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી નોટીસ મોકલી માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે

