Author: Vikram Raval

Mumbai,તા,04 BCCIએ સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની સ્કવોડની જાહેરાત કરી છે. સ્કવોડમાં હાર્દિક પંડ્યા અને શુભમન ગિલની ટીમમાં વાપસી થઈ છે. હાર્દિક પંડ્યા બે મહિનાથી પણ વધુ સમય બાદ ટીમમાં વાપસી કરશે. સૂર્યકુમાર યાદવ કૅપ્ટન  ટી20 સીરિઝમાં સૂર્યકુમાર યાદવને કૅપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે વનડેના કૅપ્ટન શુભમન ગિલને વાઇસ કૅપ્ટન તરીકેની જવાબદારી આપવામાં આવી છે. આ સિવાય અક્ષર પટેલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હર્ષિત રાણા અને કુલદીપ યાદવ પણ રમતા દેખાશે. ટી20 સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની સ્કવોડ:  સૂર્યકુમાર યાદવ શુભમન ગિલ અભિષેક શર્મા તિલક વર્મા હાર્દિક પંડ્યા શિવમ દુબે અક્ષર પટેલ જિતેશ શર્મા સંજૂ સેમસન જસપ્રીત…

Read More

Mumbai,તા,04 રાયપુરમાં સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝની બીજી મેચ રમાઈ હતી. જેમાં ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડે ધુંઆધાર બેટિંગ કરી અને સાઉથ આફ્રિકન બોલર્સને ઘૂંટણીયે લાવી દીધા હતા. જોકે તે બાદ સાઉથ આફ્રિકાના બેટર્સ વિશાળ લક્ષ્યાંક હાંસલ કરવામાં સફળ રહેતા ભારતીય ટીમનો પરાજય થયો હતો, સાઉથ આફ્રિકા આ મેચ 4 વિકેટથી જીત્યું. દક્ષિણ આફ્રિકા તરફથી બેટિંગની શરૂઆત એડેન માર્કરમ અને ક્વિન્ટન ડિકોકે કરી હતી. જોકે ડિકોક 8 રન બનાવીને આઉટ થયો. જોકે બાદમાં ટેમ્બા બાવુમા અને માર્કરમે બાજી સંભાળી. માર્કરમે 98 બોલમાં 110 રન ફટકાર્યા જેમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ છે. જ્યારે બાવુમા 46 રન…

Read More

Mumbai,તા,04 આજે રાયપુરમાં સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝની બીજી મેચ રમાઈ હતી. જેમાં ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડે ધુંઆધાર બેટિંગ કરી અને સાઉથ આફ્રિકન બોલર્સને ઘૂંટણીયે લાવી દીધા. વિરાટ કોહલી સાઉથ આફ્રિકા વનડે સીરિઝની સતત બીજી મેચમાં સદી ફટકારી છે. કોહલીએ આજે 90 બોલમાં 100 રન પૂરા કર્યા. વિરાટ કોહલીએ સતત બીજી સદી ફટકારતાં સુનિલ ગાવસ્કરે વખાણ કરતાં કહ્યું હતું કે તમારી પાસે વિરાટ કોહલી હોય તો સુપરમેનની શું જરૂર? કોહલી મેચમાં કુલ 93 બોલમાં 102 રન ફટકાર્યા. જેમાં 7 ચોગ્ગા અને બે છગ્ગા સામેલ છે. આ કોહલીની 53મી વનડે સદી હતી. ઋતુરાજ ગાયકવાડે આજે વનડે કરિયરની…

Read More

Mumbai,તા,04 ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાયપુરમાં રમાઈ રહેલી ત્રણ મેચની વન-ડે શ્રેણીની બીજી મેચમાં ફરી એકવાર સિક્કાએ ભારતની કિસ્મતને માત આપી છે. વન-ડે ક્રિકેટમાં આ સતત 20મી વખત છે જ્યારે ભારતીય કેપ્ટન ટોસ જીતવામાં નિષ્ફળ રહ્યો હોય. આ અનોખી અને નિરાશાજનક હારનો સિલસિલો હવે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે. 1,048,576 મેચમાંથી માત્ર એક વખત જ આવી ઘટના બની છે. ભારતીય કેપ્ટને છેલ્લી વખત 2023ના વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીત્યો હતો, ત્યારે ટીમના કેપ્ટન રોહિત શર્મા હતા. ત્યારથી લગભગ બે વર્ષ વીતી ગયા છે, પરંતુ કોઈ પણ ભારતીય કેપ્ટન વન-ડેમાં ટોસ જીતી શક્યો નથી. રોહિત…

Read More

Surat,તા.4 સુરત જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરોને વધુ એક સફળ લાંચ ટ્રેપમાં મોટા કાર્યવાહી હાથ ધરી છે. વીજ વિભાગમાં વર્ગ-3ના સિનિયર ક્લાર્ક સહિત બે વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી એક જાગૃત નાગરિક છે. જેઓએ પોતાની માલિકીની જમીન પર કોમર્શિયલ વીજ કનેક્શન મેળવવા જરૂરી દસ્તાવેજો સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, કઠોર સબ ડિવીઝન ખાતે અરજી કરી હતી. પ્રક્રિયા આગળ ધપાવવાના બહાને આરોપી નંબર 1 સંતોષભાઈ ભગવાનભાઈ સોનવણે, સિનિયર ક્લાર્કે, ફરિયાદી પાસેથી 70 હજાર રૂપિયાની ગેરકાયદે લાંચની માંગણી કરી. ફરિયાદીને રકમ ચુકવવી ના પડતાં તેમણે સીધો એસીબીનો સંપર્ક કરી લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીએ લાંચના છટકાની યોજના…

Read More

New Delhi,તા.4 દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જમીનના બદલામાં નોકરી (લેન્ડ ફોર જોબ) કેસમાં આરોપ નક્કી કરવાનો આદેશ મોકૂફ કરી દીધો છે. સીબીઆઈ દ્વારા નોંધાયેલા આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ, મીસા ભારતી, હેમા યાદવ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ આરોપ નક્કી થવાના હતા. પરંતુ કેસની સુનાવણી 8 ડિસેમ્બર સુધી મોકૂફ કરી દેવામાં આવી છે. કોર્ટે સીબીઆઈને આરોપીઓની સ્થિતિની પુષ્ટિ કરવા કહ્યું છે, કારણ કે કાર્યવાહી દરમિયાન કેટલાક આરોપીઓનું મોત થયું હતું. સીબીઆઈએ 103 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી, પરંતુ 4 આરોપીઓના મોત થયા હોવાથી કોર્ટે સીબીઆઈને કેસની અપડેટ સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો…

Read More

Ahmedabad,તા.4 ગુજરાતમાં કોંગ્રેસે દારુ અને ડ્રગ્સની બદીના વિરુદ્ધમાં જંગ છેડ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ રીતે સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદમાં બાઈક રેલી યોજી ‘SAY NO TO DRUGS’અભિયાન હાથ ધરવામાં આવેલ. આ તકે જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે મારા વિધાનસભા વિસ્તારમાં છે. ત્યારે તેઓને આહવાન કં છું કે, આવી જાવ ગુજરાત પોલીસ ભવનમાં ડ્રગ્સ મુદ્દે વન ટુ વન ડિબેટ કરીએ.. હર્ષ સંઘવીને ડ્રગ્સ મુદ્દે ડિબેટ કરવા ચેલેન્જ આપી મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હર્ષ સંઘવીએ આજે મારા વિધાનસભા વિસ્તાર વડગામમાં છે. તેઓને ચેલેન્જ કં છું કે,…

Read More

Canada,તા,04  એક સમય હતો જ્યારે કેનેડા, ભારતીયો માટે સુખ-સમૃદ્ધિ અને સ્થિર ભવિષ્યનું પ્રતીક હતું. ત્યાં આછી-પાતળી નોકરીઓમાં પણ સારી કમાણી થઈ જતી અને ભારતમાં રહેતા પરિવારને મોકલવા જેવી નોંધપાત્ર રકમની બચત પણ થઈ જતી. પરંતુ હાલ પરિસ્થિતિમાં ભારે પલટો આવ્યો છે. કેનેડામાં ફુગાવો વધ્યો છે અને ખર્ચમાં ભારે વધારો થયો છે, જેને લીધે દૈનિક જરૂરિયાતો પૂરી કરવી પણ પડકારરૂપ બની ગયું છે. આવક અને ખર્ચ વચ્ચેની ખાઈ વધુ ને વધુ પહોળી થઈ રહી છે. ખાસ કરીને લઘુત્તમ વેતન પર નિર્ભર રહેતા લોકો માટે બે છેડા ભેગા કરીને ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ‘લઘુત્તમ વેતન'(મિનિમમ વેજીસ)એ સરકાર દ્વારા નક્કી કરાયેલી…

Read More

Ahmedabad,તા,04  મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી એક ઈન્ટરનેશનલ ફ્લાઈટનું આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. ઇમેલ દ્વારા ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા જ એરપોર્ટ ઓથોરિટી અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. મળતી પ્રાથમિક માહિતી મુજબ મદીનાથી હૈદરાબાદ તરફ જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. આ ગંભીર ધમકીને પગલે ફ્લાઈટને ડાયવર્ટ કરીને અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવી હતી. અચાનક થયેલા લેન્ડિંગ અને બોમ્બની વાત વહેતી થતા વિમાનમાં સવાર મુસાફરોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, એરપોર્ટ પર લેન્ડિંગ થતાની સાથે જ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી…

Read More

New Delhi,તા,04 સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ હાથ ધરેલા ચૂંટણી સુધારણામાં બુથ લેવલ ઓફિસર્સ (BLO)ના મૃત્યુની ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ અંગે સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્ય કાંતની બેન્ચે રાજ્ય સરકારોને નિર્દેશ કર્યો છે કે, હાલના બીએલઓના કામકાજને હળવું કરવા માટે રાજ્ય સરાકોર વધારાની કર્મચારીઓ તહેનાત કરે, જેથી હાલના બીએલઓના કામના કલાકો ઘટાડી શકાય. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ આ મામલે સુનાવણી હાથ ધરી હતી. મતદાર યાદીના વિશેષ સઘન પુનઃ પરીક્ષણ (SIR) દરમિયાન બુથ લેવલ ઓફિસર્સ (BLOs) પર વધી રહેલા કામના દબાણ અને…

Read More