Author: Vikram Raval

‘‘માં અંબા‘‘ની આરાધના કરી અમરેલી જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ ગરબે રમ્યા (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૧૫ઃ પવિત્ર આસો માસની નવરાત્રિ મહોત્સવના પાવન અવસરે અમરેલીની સુખનિવાસ કોલોની ખાતે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નવરાત્રિ ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ શક્તિ આરાધનાના પર્વ નિમિત્તે નવરાત્રી નિમિતે આયોજિત ગરબા મહોત્સવમાં અમરેલીના જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ ખાસ ઉપસ્થિત રહીને ‘‘માં અંબા‘‘ની ભક્તિ ભાવપૂર્વક આરતી ઉતારી હતી. જિલ્લા કલેક્ટરે માતાજી સમક્ષ શીશ નમાવીને સમગ્ર જિલ્લાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી અને શક્તિ ઉપાસનાના આ પર્વમાં સહભાગી બન્યા હતા. આ નવરાત્રિ મહોત્સવમાં માત્ર ધાર્મિક આરાધના જ નહીં, પરંતુ વહીવટી…

Read More

અમરેલીના ખાંભા પંથકમાં સિંહોનાં ટોળાંના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ,ખાંભાના આશ્રમપરા, જીવણવાડી અને મીતિયાળારોડ વિસ્તારમાં સિંહોની અવરજવરથી લોકોમાં ફફડાટ (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૧૫ઃ અમરેલી જિલ્લાના ગીર કાંઠાના ખાંભા પંથકમાં સિંહોની વધતી અવર જવર અને ટોળાં દ્વારા પશુઓ પર વારંવાર કરવામાં આવતા હુમલાઓને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખાંભાના આશ્રમપરા, જીવણવાડી અને મીતિયાળારોડ આસપાસ સિંહોનાં ટોળાંના આંટાફેરા વધી જતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. રાત્રિના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે નવરાત્રિના તહેવાર અને ખેતીની મોસમ દરમિયાન પણ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંહોનાં ટોળાંને ગ્રામ્ય વિસ્તારથી દૂર સુરક્ષિત સ્થળે ખસેડવા માટે…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૫ઃ જામનગર તા. ૧૫ જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત જાહેરમાં કચરો ફેંકનારા સામે દંડાત્મક કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી રહી છે. ત્યારે જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવા બદલ વધુ એક મહિલા તબીબ પાસેથી રૂ. ૨૦ હજારના દંડાત્મક વહીવટી ચાર્જની વસૂલાત કરવામાં આવી છે. શહેરના પી.એન. માર્ગ નજીક અગાઉ બે તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, તે જ વિસ્તારમાં ફરી બાયોમેડિકલ વેસ્ટ મળી આવતાં મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખાએ આ કાર્યવાહી કરી હતી. મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા દૈનિક સર્વેલન્સ અને તપાસ હાથ ધરી જાહેરમાં કચરો ફેંકતા લોકોને અટકાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તા. ૧૨ ઓક્ટોબરના રોજ…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૫ઃ ધ્રોલથી જોડિયા તરફ જતા હાઈવે પર માવાપર ગામના પાટિયા પાસે ટ્રક (ટ્રેલર)ના ચાલકે પૂરઝડપે અને બેફિકરાઈથી વાહન હંકારતાં બોલેરો કારને ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર મેધપર ગામના તેજલબા ધર્મેન્દ્રસિંહ જાડેજાનું ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ મથકમાં ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, લાલપુર તાલુકાના મેધપર ગામે રામજી મંદિરની બાજુમાં રહેતા ધર્મેન્દ્રસિંહ બનેસંગ જાડેજા (ઉ.વ. ૩૬) તેમના પત્ની તેજલબા (ઉ.વ. ૩૪), નાના બાળકો તથા તેમના મિત્ર અને મિત્રની પત્ની સાથે મિત્રની જી.જે.૧૦-ઈ.સી.-૯૪૮૮ નંબરની બોલેરો કારમાં માતાના મઢનાં દર્શન કરવા…

Read More

મુસાફરોની સલામતી જોખમાય તે રીતે રેલવે ટ્રેક પર આશરે ત્રણ ફૂટનો જૂનો લોખંડનો ટુકડો મૂકાયાની ફરિયાદ,  અજાણ્યા શખ્સો સામે લાલપુર પોલીસમાં ગુનો નોંધાયો (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૫ઃ જામનગર જિલ્લાના લાલપુર અને ગોપગામ રેલવે સ્ટેશન વચ્ચે સણોસરા ગામની સીમમાં રેલવે ટ્રેક પર આશરે ત્રણ ફૂટ લાંબો જૂનો લોખંડનો ટુકડો મૂકવામાં આવતાં કાનાલુસપોરબંદર ટ્રેન નંબર ૫૯૨૦૫ના એન્જિન સાથે અથડાવાની ઘટના બની હતી. રેલવે ટ્રેક પર અવરોધ ઊભો કરી ટ્રેનના મુસાફરોને નુકસાન પહોંચાડવાના ઇરાદે આ ટુકડો મૂકવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાતાં રેલવેની સલામતીને લગતો ગંભીર મામલો સામે આવ્યો છે. આ બનાવ અંગે લાલપુર રેલવે કોલોનીમાં રહેતા અને ભાવનગર ડિવિઝનના રેલવે એન્જિનિયરિંગ વિભાગમાં…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૫ઃ જામનગર પીજીવીસીએલની શહેર અને ગ્રામ્ય કચેરીઓ દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા એમ બંને જિલ્લામાં વીજચોરી સામે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. મંગળવારથી શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશના પ્રથમ બે દિવસ દરમિયાન કુલ ૧૦૫ સ્થળોએ વીજચોરી પકડી પાડવામાં આવી છે. વીજચોરીના તમામ કિસ્સામાં સંબંધિત પોલીસ મથકોમાં ગુના નોંધાવવામાં આવ્યા છે. વીજચોરી અટકાવવા માટે પીજીવીસીએલ દ્વારા જુદી જુદી ચેકિંગ ટુકડીઓ બનાવીને બંને જિલ્લામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઝુંબેશના પ્રથમ દિવસે મંગળવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ૪૨ સ્થળોએ વીજચોરી ઝડપાઈ હતી અને તમામ કિસ્સામાં પોલીસ…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૫ઃ સિક્કા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરવાના મુદ્દે થયેલા વિવાદની અદાવત રાખીને એક જૂથના શખ્સોએ એકસંપ થઈ ધોકા, લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ હુમલામાં ફરિયાદીને માથા અને ગરદનના ભાગે ઈજાઓ થઈ હતી, જ્યારે એક સાહેદને હાથની કલાઈ પાસે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી. ફરિયાદી ના ભાઈને પણ છરી વડે ગાલના ભાગે ઈજા પહોંચાડવામાં આવી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી તુષાર હસમુખભાઈ પરમાર (ઉંમર વર્ષ ૨૦)- અભ્યાસ) નાં માતા બીનાબેને સિક્કા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભર્યું હતું, જે બાબત આરોપી મુકેશ પરમારને પસંદ ન હોવાથી અગાઉ ફરિયાદીના પિતા સાથે…

Read More

શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન માતાજીના છઠ્ઠા સ્વરૂપ નું નામ ભગવતી કાત્યાયની છે મહર્ષિ Katyayani ત્યાં પુત્રી રૂપે જન્મ લીધેલો હોવાથી ભગવતી કાત્યાયની ના નામથી પ્રસિદ્ધ થયા છેએક કથા પ્રમાણે માતાજી આસો વદ ચૌદશ ના દિવસે મહર્ષિ ના ઘરે જન્મ લઈ અને આસો શુદ સાતમ આઠમ નોમ ની પૂજા સ્વીકારી અને દશમ ના દિવસે માતાજી એ મહિષાસુર નો વધ કરેલો માતાજી કાત્યાયની બ્રજ મંડળ ના અધિષ્ઠાત્રી દેવીના રૂપ માં પ્રસિદ્ધ છે માતાજી નુ સ્વરૂપ ભવ્ય છે માતાજીના ચાર હાથમા જમણા હાથ મા અભય વરદાન આપે છે ડાબી બાજુના હાથમાતલવાર અને કમળ છે વાહન સિંહ નું છે,માથા પર સોના નો મુકુટ…

Read More

અધિકારીઓ ચૂંટાયેલા કોર્પોરેટરોને ગણકારતા નથી, નવરાત્રીમાં ગરબી ચોકમાં લાઈટો રીપેર નથી કરી સ્ટેન્ડિંગ કમિટીમાં એક માસ પૂર્વે નક્કી કરેલ મુદે અધિકારીઓ-કર્મચારીઓ મનમાની ચલાવે છે (રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૫ઃ Morbi મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર, કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નરના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં કોર્પોરેટરોએ નવરાત્રીના પર્વે ગરબી ચોકમાં બંધ સ્ટ્રીટ લાઈટો મુદે તડાપીટ બોલાવી દીધી હતી બીલ કોભાંડ, અધિકારીઓ સાથે સંકલનના અભાવ સહિતના પ્રશ્ને મેયરે તપાસ કરશું, સૂચનો આપ્યા છેનો એકનો એક જ જવાબ આપવામાં આવી રહ્યો છે અનુભવની કમીથી ઝૂઝતા મેયર છ માસ બાદ પણ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપવા સક્ષમ નથી તેવું ઉડીને આંખે વળગે છે મોરબી મહાપાલિકાની સામાન્ય સભામાં…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૫ઃ આજે અર્વાચીન ગરબાના ક્રેઝ વચ્ચે મોરબીમાં હજુ પણ પ્રાચીન ગરબીઓની જમાવટ જોવા મળતી હોય છે મોરબીના લીલાપર રોડ ગૌશાળા પાસે ૭૦ વર્ષથી શ્રી અંબિકા ગરબી મંડળ કાર્યરત છે શ્રી અંબિકા ગરબી મંડળમાં નાની બાળાઓથી લઈને તરુણ વયની બાળાઓ ગરબે ઘૂમી માં જગદંબાની આરાધના કરી રહી છે તો નાની બાળાઓ માતાજીનું સ્વરૂપ ધારણ કર્યું હતું જે રૂપ નિહાળી ભક્તો અભિભૂત થયા હતા

Read More