Author: Vikram Raval

Ahmedabad,તા.૩૧ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે રોજિંદી અવરજવર અને બંને શહેરો વચ્ચેની સતત કનેક્ટિવિટીના કારણે ગાંધીનગરમાં સ્વાઈન ફ્લૂના વધતા કેસોએ અમદાવાદના આરોગ્યતંત્રની પણ ચિંતા વધારી છે. ગાંધીનગરમાં અગાઉ સગર્ભા મહિલા અને એક યુવક બાદ હવે લવારપુરના ૭૭ વર્ષીય વૃદ્ધનો સ્વાઈન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક પછી એક ત્રણ કેસ સામે આવતાં ગાંધીનગરમાં સર્વેલન્સ વધારવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં પણ શરદી, ઉધરસ અને તાવ જેવાં લક્ષણો ધરાવતા દર્દીઓને તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક સાધવા જણાવાયું છે. ગાંધીનગરમાં હવે ત્રીજો કેસ સામે આવતાં આરોગ્ય વિભાગે અમદાવાદમાં શરદી ખાંસી જેવાં લક્ષણો ધરાવતા દર્દીઓ પર સર્વેલન્સ વધુ સઘન કર્યું છે. લવારપુરના ૭૭ વર્ષીય વૃદ્ધ છેલ્લા પાંચ દિવસથી શરદી,…

Read More

Anand,તા.૩૧ આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના શકરપુર ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક જ પરિવારની ત્રણ સગી બહેનો તળાવમાં ડૂબી જતાં કરુણ મોત થયું છે. તળાવ કિનારે કાગળની હોડીઓ મળી આવ્યા બાદ પરિવારજનો અને સ્થાનિકોએ શોધખોળ હાથ ધરી હતી. બાદમાં ત્રણેય બાળકીઓને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. શકરપુર ગામના મોસમ ફળિયામાં રહેતા અને ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા અશ્વિન બારૈયાની ત્રણ દીકરીઓ- ૧૩ વર્ષીય પ્રિયા, ૧૧ વર્ષીય ઈશા અને ૮ વર્ષની રીના- ૩૦ ઓગસ્ટના રોજ સાંજના સમયે ખડઉ સીમ વિસ્તારમાં આવેલી તલાવડી તરફ ગઈ હતી. મોડે સુધી ત્રણેય બહેનો ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. ત્યારબાદ આસપાસના વિસ્તારમાં…

Read More

ગુજરાતમાં ત્રણ વર્ષ દરમિયાન સાયબર ઠગાઈના ગુના ઘટ્યા છે. પરંતુ લોકોએ ગુમાવેલી રકમ અઢીગણી વધી છે Ahmedabad,તા.૩૧ સાયબર ક્રાઈમ ઉપર અંકુશ મેળવવા માટે નવા-નવા આયોજનો થઈ રહ્યાં છે. આ દરમિયાન ઠગાઈનો ભોગ બનેલાં લોકોને મોટી નુકસાની ભોગવવાનો વખત આવ્યો છે. વર્ષ ૨૦૨૩-૨૪થી ૨૦૨૫-૨૬ સુધીના ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી ૩૭૦૭ કરોડ રૂપિયાની સાયબર ઠગાઈ થઈ છે. તેમાંથી માંડ ૯૭ કરોડ રૂપિયા જ લોકોને પાછા મળ્યાં છે. નેટ બેન્કિંગ અને કાર્ડસથી છેતરપિંડીના ગુનામાં ત્રણ ટકાથી ઓછી રકમની રિકવરી થવા પામી છે. રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ, ગુજરાતમાં ત્રણ વર્ષ દરમિયાન સાયબર ઠગાઈના ગુના ઘટ્યા છે. પરંતુ લોકોએ ગુમાવેલી રકમ અઢીગણી…

Read More

Vadodara,તા.૩૧ વડોદરાના ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં આજે વડોદરાની પોક્સો કોર્ટે જે ૫ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા તેમને સજા સંભળાવી. કોર્ટે તપામ  પાંચેય આરોપીઓને છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી છે. આ ઉપરાંત પીડિતાને ૧૦ લાખનું વળતર પણ આપવાનો આદેશ આપ્યો છે. અત્રે જણાવવાનું કે ૨૦૨૪માં નવરાત્રીમાં આ ઘટના ઘટી હતી. ૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ નવરાત્રીના બીજા નોરતે આ ઘટના ઘટી હતી. જેમાં ભાયલી-બીલ રોડ નજીક અવાવરું સ્થળે ગરબા રમવા ગયેલી સગીરા અને તેનો મિત્ર બેઠા હતા. ત્યારે બાઇક પર આવેલા આ શખ્સોએ બોલાચાલી બાદ સગીરા સાથે અડપલાં કરવાના શરૂ કર્યા અને દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પાંચેય…

Read More

ત્રિશુલી અને લેન્ડે ખોલા નદીના તટપ્રદેશમાં અચાનક આવેલા પૂરને કારણે નેપાળના ઘણા વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું New Delhi, તા.૩૧ નેપાળમાં આવેલા વિનાશક પૂરથી વીજ ઉત્પાદન પર ભારે અસર પડી છે. અનેક જળવિદ્યુત પ્રોજેક્ટ્‌સ પ્રભાવિત થયા છે, જેના પરિણામે આશરે ૫૫૦ મેગાવોટ (મેગાવોટ) વીજ ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો થયો છે. આ મુશ્કેલ સમયમાં નેપાળને મદદ કરવા માટે ભારત આગળ આવ્યું છે. ભારત હવે સામાન્ય વીજ પુરવઠો જાળવવા માટે જરૂર મુજબ નેપાળને વધારાની વીજળી પૂરી પાડવાની તૈયારી કરી રહ્યું છે. ભારતના ઉર્જા મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નેપાળે પૂરને કારણે વીજળી ઉત્પાદનમાં પડતી અછતને પહોંચી વળવા માટે ભારતને વધારાની વીજળી આયાત માટે મંજૂરી આપવા…

Read More

મેઘાણીનગરમાં ભાર્ગવ રોડ પર શિવનારાયણ સોસાયટી પાસે હિંસક ઝઘડો – મહિલાની સોનાનો ચેઇન પણ તૂટી ગઈ Ahmedabad, તા.૩૧ મેઘાણીનગર વિસ્તારમાં ઓટો રિક્ષામાં પેસેન્જર ભરવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ લોહિયાળ હુમલો થવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ભાર્ગવ રોડ પર આવેલી શિવનારાયણ સોસાયટી પાસે અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં બે શખ્સોએ રિક્ષાચાલક યુવક અને તેને બચાવવા વચ્ચે પડેલી તેની માતા પર લોખંડની પાઇપ અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં માતા-પુત્ર બંનેને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે હુમલાખોરોએ રિક્ષાની તોડફોડ કરી રૂ. ૫,૦૦૦નું નુકસાન પહોંચાડ્યું હતું. મેઘાણીનગર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ…

Read More

અમદાવાદમાં જ પ્રાથમિકની ૯૦ કરતા વધુ અને માધ્યમિક-ઉ. માધ્યમિકની ૧૧૦થી વધુ શાળા પાસે મેદાન નથી Ahmedabad, તા.૩૧ એક તરફ ગુજરાત સરકાર અને અમદાવાદ શહેર ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સ અને ૨૦૩૬માં ઓલિમ્પિક્સ જેવી વૈશ્વિક રમતગમત સ્પર્ધાઓની યજમાની મેળવવા અને તડામાર તૈયારીઓ કરવા માટે ઉત્સાહિત છે, ત્યારે બીજી તરફ શહેરનું શિક્ષણ જગત એક કડવી વાસ્તવિકતાનો સામનો કરી રહ્યું છે. અમદાવાદ શહેરમાં આવેલી ૨૦૦થી વધુ શાળાઓ પાસે પોતાનું રમતગમતનું મેદાન જ નથી. આ પરિસ્થિતિને કારણે હજારો વિદ્યાર્થીઓ દૈનિક શારીરિક પ્રવૃત્તિઓ અને રમતોથી વંચિત રહી રહ્યા છે. તાજેતરમાં બહાર આવેલા આંકડા અને ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલી વિગતો મુજબ, અમદાવાદમાં મેદાન વિહોણી શાળાઓની સ્થિતિ અત્યંત ગંભીર…

Read More

ચિત્રકૂટમાં અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત આશ્રય આપવા માટે ૬૧ પૂર રાહત શિબિરો સ્થાપવામાં આવી Kashi , તા.૩૧ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને નદીઓના વધતા જળસ્તરને કારણે અનેક વિસ્તારોમાં પૂરનો ખતરો વધ્યો છે. કાશીમાં ગંગા નદીનું પાણી ફરી ઝડપથી વધી રહ્યું છે, જ્યારે ચિત્રકૂટમાં મંદાકિની નદીએ ૨૩ વર્ષ જૂનો પૂરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ચિત્રકૂટમાં પાણીનું સ્તર ૧૩૫.૨ મીટર સુધી પહોંચતાં વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી તેજ કરી છે. બીજી તરફ, કાશીમાં ગંગાનું પાણી રાજઘાટ ખાતે ચેતવણી સ્તરની નજીક પહોંચી ગયું છે.ચિત્રકૂટમાં મંદાકિની નદીનું જળસ્તર ૧૩૫.૨ મીટર સુધી પહોંચી ગયું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટ પુલકિત ગર્ગના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૦૩માં અહીં નદીનું સૌથી…

Read More

વર્ષ ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૪માં ચોમાસાના ચાર મહિના પૈકી ઓગસ્ટમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો Ahmedabad, તા.૩૧ રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ હતી. જોકે ઓગસ્ટ મહિનો કોરો રહેવા પામ્યો હતો. રાજ્યના ૩૩ ટકા જિલ્લાઓમાં ૫૦ ટકા વરસાદની ખાધ જોવા મળી હતી. રાજ્યના ૩૪ જિલ્લાઓમાંથી ૧૧ જિલ્લાઓમાં વાર્ષિક સરેરાશ વરસાદની ૫૦ ટકા સુધીની ઘટ નોંધાઈ હતી.ૈંસ્ડ્ઢની  અનુસાર, ૮૭ ટકાની ઘટ સાથે દેવભૂમિ દ્વારકા સૌથી વધુ પ્રભાવિત જિલ્લો છે. તે દેશના સૌથી વધુ વરસાદની ખાધ ધરાવતા જિલ્લાઓમાં સામેલ થઈ ગયો છે, જે માત્ર અરુણાચલ પ્રદેશના અંજાવ ની ૮૯ ટકા ઘટ જેવા જિલ્લાઓથી જ પાછળ છે. ડેટાના વિશ્લેષણ પરથી જાણવા મળે છે કે…

Read More

Ahmedabad,તા.૩૧ અમદાવાદમાં યુવાનોને નશાના રવાડે ચઢાવવા માટે ડ્રગ્સ માફિયા દ્વારા જાહેરમાં નશાલા પદાર્થ વેચવાનું વ્યવસ્થિત કારસ્તાન ચાલી રહ્યું છે. પોલીસે વટવામાંથી જાહેરમાં ગાંજો વેચતા યુવકને ૬૬ હજાર રૂપિયાની કિંમતના ૨૧૫ ગ્રામ ગાંજો તથા ૧૮ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડ્યું છે. જેમાં આરોપી ૧૦૦ રૂપિયામાં ગાંજાની પકડીઓ વેચતો હતો જેને લેવા માટે લાઈન લાગતી હતી. જેની તેને ૫૦૦ રૂપિયા મજૂરી મળતી હતી. પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચને વોટ્‌સએપ પર ફોન આવ્યો હતો કે વટવામાં એક રિક્ષામાં એમ.ડી.ડ્રગ્સ છે જેને લઈને પોલીસે વટવા ગામ પાસે જૈન તીર્થ માર્ગ નવા પુરા ખાતે તપાસ કરતાં આકાશ…

Read More