Author: Vikram Raval

Islamabad,તા.30 પહેલગામ હુમલા બાદ ભારતે હવે ત્રાસવાદ અને તેના ‘આકા’ જેવા પાકિસ્તાન સામે આકરી કાર્યવાહીની તૈયારીને આખરી ચરણમાં મુકયુ છે તે વચ્ચે હવે પાકના કેબીનેટ મંત્રીઓ પણ ફફડવા લાગ્યા છે અને શરીફ સરકારને માહિતી પ્રસારણ મંત્રી અતુલ્લાહ તરાટે ભય વ્યક્ત કર્યો કે ભારત હવે 24થી36 કલાકમાંજ પાકિસ્તાન પર હુમલો કરશે. તેઓએ ભરોસાપાત્ર ગુપ્તચર અહેવાલોને ટાંકીને આ દાવો કર્યો હતો અને બડાશ હાંકી છે. ભારતના કોઈપણ હુમલાનો જવાબ અપાશે. બીજી તરફ સીમા પર પાકની ગુસ્તાખી ચાલુ છે. નૌશેરા સુંદરબની અને અખનૂર સેકટરમાં પાક સેનાએ ગોળીબાર કર્યો હતો અને ભારતીય દળોએ તેનો આકરો જવાબ આપ્યો છે. જો કે ભારતનો હુમલો કઈ બાજુથી…

Read More

Kolkata,તા.30 અહીના મેચુઆપટ્ટી વિસ્તારમાં મંગળવારે રાત્રે લગભગ સાડા આઠ વાગ્યે એક હોટેલમાં ભીષણ આગ ભભુકી ઉઠતા અફડાતફડી મચી ગઈ હતી. ભીડવાળા વિસ્તારમાં લાગેલી આ આગમાં 14 લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા. હોટેલની બિલ્ડીંગમાંથી જીવ બચાવવા લોકો નીચે કુદી પડતા અને હોટેલ આસપાસની સાંકડી ગલીમાં બચવા માટે દોડાદોડીમાં અનેક લોકો ઘાયલ થયા હતા. આગના બનાવમાં અનેક લોકો દાઝી ગયા હતા. આગની સુચના મળતા ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. કોલકતા પોલીસ કમિશ્નર મનોજકુમાર વર્માએ જણાવ્યું હતું કે આગ લગભગ રાત્રે 8-15 કલાકે ઋતુરાજ હોટેલનાં પરિસરમાં લાગી હતી. આગ લાગતા બુર્રાબનીરના ભીડભાડવાળા વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી.…

Read More

New Delhi તા.30 પહેલગામ આતંકી હુમલામાં નિર્દોશ નાગરિકોનો જીવ લીધા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તકરારની સ્થિતિ બની છે. યુદ્ધ જેવી હાલત બની રહી છે. માની લો કે યુદ્ધ થયું તો ભારત પાસે એવા હથિયાર છે જે એકલા જ પાકિસ્તાનને તબાહ કરવાની ક્ષમતા રાખે છે.આવા હથિયારોની ઝાંખી કરીએ. અગ્નિ-5:ભારતની બેલેસ્ટીક મિસાઈલ ભારતની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-5 એકલી જ પુરા પાકિસ્તાનમાં તબાહી મચાવવાની ક્ષમતા રાખે છે. અગ્નિ-5 ભારતની સૌથી લાંબા અંતર સુધી પાર કરવામાં સક્ષમ મિસાઈલ છે તે પરમાણું હથિયાર પણ લઈ જઈ શકે છે.  મારગિક્ષમતા 5 હજાર કિલોમીટરથી વધુ અગ્નિ-5 ભારતની આંતર ખંડીય બેલેસ્ટિક મિસાઈલ છે તેની મારક ક્ષમતા 5 હજાર…

Read More

New Delhi, તા.30 આધાર, પાન, વોટર આઈડી, ડ્રાઈવીંગ લાયસન્સ વગેરેમાં નામ, સરનામું, મોબાઈ નંબર, બદલવા માટે લોકોએ હવે જુદી જુદી ઓફિસોમાં ચકકર નહિં કાપવા પડે. કેન્દ્ર સરકાર યુનિફ્રાઈડ ડિઝીટલ આઈડેન્ટીટી, સિસ્ટમ લાગુ કરવાની તૈયારીમાં છે. તેના માટે બની રહેલા પોર્ટલ પર લોકો એક જ જગ્યાએથી સરનામું નંબર વગેરે અપડેટ કરી બધા જરૂરી ઓળખપત્રોમાં આ ફેરફાર ઓટોમેટીક અપડેટ થઈ જશે. આ પોર્ટલ કેવી રીતે કામ કરશે પોર્ટલને એવી રીતે ડિઝાઈન કરાયું છે જેથી બદા ડેટા સ્વીકૃત થાય. એટલે કે પાન, આધાર, ડ્રાઈવીંગ લાયસન્સ, પાસપોર્ટ, જેવા ઓળખપત્રો ઈન્ટીગ્રેટેડ થશે.જરૂરી ફેરફાર માટે પોર્ટલ પર જવાથી કયાં ફેરફાર કરવાના છે તેના વિકલ્પ આવશે. જેમ…

Read More

New Delhi તા.30 આજે અખાત્રીજના ઉતરાખંડમાં આવેલા ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ આજથી ખુલી રહ્યાં છે. આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. ચારધામ યાત્રા માર્ગને 15 સુપરઝોન અને 217 સેકટરોમાં વહેંચવામાં આવેલ છે. પોલીસ તંત્રએ યાત્રામાર્ગ પર આ વખતે 624 સીસીટીવી કેમેરાને પણ સક્રીય કર્યા છે. આજે અક્ષય તૃતીયા પર ગંગોત્રી તથા યમુનોત્રી ધામના કપાટ ખુલવાની સાથે ચારધામ યાત્રાનો વિધિવત શુભારંભ થઈ ગયો છે. મા ગંગાની પાલખી મુકવા ગામેથી ગઈકાલે અભિજીત મુહુર્તમાં ગંગોત્રી ધામ માટે રવાના થઈ. મા ગંગાના વિગ્રહથી પાલખીએ ગઈરાતે ભૈરોધારીમાં વિશ્રામ કર્યો હતો. આજે અક્ષય તૃતીયાના ગંગોત્રીધામ પહોંચીને સવારે 10.30 કલાકે મંદિરના કપાટ ખોલી દેવામાં આવ્યા હતા.…

Read More

New Delhi,તા.30 પહેલગામમાં હિન્દુ સહેલાણીઓની ઠંડે કલેજે હત્યાના આતંકી હુમલા બાદ પાકને હવે કાયમ માટે યાદ રહે તેવો બોધપાઠ આપવા માટે ભારતે શરૂ કરેલી તૈયારીમાં આજનો દિવસ નિર્ણાયક બની જશે. ગઈકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચ કક્ષાની બેઠકમાં પાક સામે લશ્કરી પગલામાં સેનાને ખુલ્લી છુટ આપ્યા બાદ આજે પહેલગામ હુમલા બાદ પ્રથમ વખત ‘વોર-કેબીનેટ’ બેઠક મળશે અને સતત ચાર બેઠકો યોજાશે. આજે સવારે 11 વાગ્યાના ટકોરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતા હેઠળ કેબીનેટ કમીટી ઓન સિકયોરિટી (સલામતી બાબતોની કેબીનેટ કમીટીની) બેઠક મળશે. તે સાથે કેબીનેટ કમીટી ઓફ પોલીટીકસ અફેર્સ (રાજકીય બાબતોની કેબીનેટ બેઠક) યોજાશે. ત્યારબાદ કેબીનેટ કમીટી ઓન ઈકોનોમીક…

Read More

પૂજન, મહાઆરતી,અન્નકૂટ, મહાપ્રસાદ અને શ્રદ્ધાંજલિ સહિત ના કાર્યક્રમો યોજાયા. બોહળી સંખ્યામાં ભૂદેવ એ ભેગા મળી પહેલગામ માં આંતકવાદીઓ હુમલામાં મૃત્યુ પામેલા 26 નિર્દોષ પ્રવાસીઓ ને શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી. Kodinar તા.30 કોડીનાર શહેર મા દર વર્ષે વિષ્ણુ ભગવાન નો છઠ્ઠો અવતાર શ્રી પરશુરામ ભગવાન નો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાય છે. પરંતુ આ વખતે તાજેતર મા કાશ્મીર ના પહેલગામ માં આંતકવાદીઓ દ્રારા નિર્દોષ પ્રવાસીઓ ઉપર હુમલો કરતા 26 પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા અને ઘણા ઈજાઓ પામેલ છે. ત્યારે બ્રહ્મ સમાજ દ્વારા શોક વ્યક્ત કરી મૃતકોને શાંતિ પાઠ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ઉજવણી માં શોભાયાત્રા, ડીજે, ફટાકડા વગેરે ના કાર્યક્રમ બંધ…

Read More

સીટી એ ડિવિઝન પીઆઈ નિકુંજ ચાવડા વિરુદ્ધ સિવિલ મામલામાં ફોજદારી કેસ દાખલ કર્યાનું ટાંકી કોર્ટએ ડિસિપ્લિનરી તપાસ કરવા આદેશ આપ્યા’તા Jamnagar,તા.30 જામનગર શહેર પોલીસમાં ફરજ બજાવતા પીઆઈ ચાવડા દ્વારા હાઇકોર્ટમાં દાદ માંગવામાં આવી છે. સેશન્સ કોર્ટ દ્વારા પીઆઈ ચાવડા વિરુદ્ધ ડિસિપ્લિનરી ઈન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા હતા જેની સામે તેમણે હાઇકોર્ટમાં આદેશને રદ્દ કરવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, રૂ. 21.91 લાખની ઠગાઈ મામલે આ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. કેસની વિગતો પર નજર કરવામાં આવે તો પોલીસ ઇન્સ્પેક્ટર એન. એ. ચાવડાએ 9 એપ્રિલના રોજ જામનગરના એડિશનલ સેશન્સ જજ આર. વી. મંડાણી દ્વારા આપવામાં આવેલા આદેશને રદ કરવા માટે અરજી…

Read More

દારૂની હેરાફેરીમાં ગુનાહિત સંડોવણી અને ગેરશિસ્ત આચરવા બદલ કાર્યવાહી Gir Somnath,તા.30 ગીર સોમનાથ પોલીસમાં ફરજ બજાવતા બે પોલીસમેનની દારૂની હેરાફેરીમાં ગુનાહિત સંડોવણી સામે આવતા પોલીસવડાએ બંનેને ફરજમાંથી તાત્કાલિક ડિસમિસ કરી દેવા નોટીસ આપી છે. ગીર સોમનાથ પોલીસવડા મનોહરસિંહ જાડેજા દ્વારા એ.એસ.આઇ. કરશનભાઇ લાખાભાઇ રાઠોડ અને કોન્સ્ટેબલ બીપીનગીરી વાલમગીરી ગૌસ્વામીએ પોતાની ફરજ દરમ્યાન ઉપરી અધિકારીની પરવાનગી લીધા વગર કે જાણ કર્યા સિવાય મનસ્વી રીતે હેડ ક્વાર્ટર છોડેલ હોય તેમજ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પ્રોહિબિશનના ગુન્હામાં તપાસ કરતા આ ગુન્હામાં તેઓની સંડોવણી સાબિત થયેલ જેમાં તેઓએ ગેરકાયદેસર વગર પાસ પરમિટે દારૂના જથ્થાની હેરાફેરી કરી અંગત સ્વાર્થ માટે દારૂનું વેચાણ કરી પોલીસ…

Read More

દારૂના ધંધાર્થીને ભુજ પાલારા જેલ ખાતે મોકલી દેવાયો Gir Somnath,તા.30 ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ જાહેર સુલેહશાંતિ જાળવવાના ભાગરૂપે, જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહીનો દોર યથાવત રાખવામાં આવ્યો છે. આ કાર્યવાહી અંતર્ગત, ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરનાર બુટલેગરને પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે., કોડીનાર તાલુકાના રહેવાસી મોહસીન ઉર્ફે તાવડે સબીરભાઈ મન્સૂરી નામના ઇસમનો ગુનાહિત ભૂતકાળ અને પ્રવૃત્તિઓ ધ્યાને લેવામાં આવી હતી. મોહસીન ઉર્ફે તાવડે સબીરભાઈ મન્સૂરી અને તેના સહઆરોપીઓ દ્વારા અગાઉ ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટી માત્રામાં જથ્થો (કિંમત આશરે રૂ. ૫,૬૪,૩૦૦/-) ગેરકાયદેસર રીતે…

Read More