- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
Lucknow,તા.૧૫ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષAkhilesh Yadav મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) અંગે ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે એસઆઇઆર પ્રક્રિયા દરમિયાન, મોટી સંખ્યામાં મતદારો ઉમેરવામાં આવ્યા હતા જેમની સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી ન હતી. અખિલેશ યાદવના મતે, તેમના પક્ષના “પીડીએ વોચડોગ્સ” એ અત્યાર સુધીમાં આશરે ૧.૯૨ મિલિયન કથિત નકલી મતદારોનો પર્દાફાશ કર્યો છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન Akhilesh Yadav આરોપ લગાવ્યો કે જ્યારે ભાજપ ચૂંટણી હારવાનું શરૂ કરે છે, ત્યારે તે ચૂંટણી પંચની પાછળ છુપાય છે. ભાજપ અને ચૂંટણી પંચ વચ્ચે મિલીભગતનો આરોપ લગાવતા, તેમણે કહ્યું કે કમિશન ભાજપના સભ્યોને મતદારો…
New Delhi,તા.૧૫ સુપ્રીમ કોર્ટે આજે દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો સંબંધિત અનેક અરજીઓ પર સુનાવણી કરી. સુનાવણી દરમિયાન, કોર્ટે મુખ્ય Election Commissioner જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરોને નોટિસ જારી કરી. કોર્ટે દિલ્હી પોલીસ અને દિલ્હી સરકારને પણ નોટિસ જારી કરીને તેમના જવાબો માંગ્યા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ પર પણ ચર્ચા કરવામાં આવી. વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયાએ સુપ્રીમ કોર્ટ પરિસરમાં યોજાયેલા રાજકીય સરઘસ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો, તેને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. તેમણે તેને ન્યાયતંત્રને ડરાવવા અને દબાણ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશે ટિપ્પણી કરી હતી કે કોઈ પણ ન્યાયતંત્રને ડરાવી શકે નહીં. રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી…
Panchmahal, તા.૧૫ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન એક દુઃખદ અને કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. માતાજીના દર્શન કરવા આવેલા એક યુવકનું શોર્ટકટ રસ્તેથી પસાર થતી વખતે અચાનક સંતુલન ગુમાવતાં અંદાજે ૧૦૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકવાથી ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું છે. મળતી વિગતો અનુસાર, મૃતક યુવકની ઓળખ અનિલ શંકર ભીલ તરીકે થઈ છે, જે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના નિસરપૂર ગામનો વતની હતો અને હાલ વડોદરાના વાઘોડિયા વસાહત વિસ્તારમાં રહેતો હતો. અનિલ પોતાના અન્ય ત્રણ સાથીદારો અને બે નાનાં બાળકો સાથે નવરાત્રિના પાવન અવસરે માતાજીના ચરણોમાં શીશ નમાવવા માટે પાવાગઢ આવ્યો હતો. દુર્ઘટના તે સમયે…
આરોપી માતાએ જન્મથી જ દીકરી ગમતી ન હોવાના કારણે તેને ફેંકી દીધાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે Rajkot, તા.૧૫ Rajkotના ઉધમસિંહ ટાઉનશિપમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં બે વર્ષની માસૂમ બાળકીના શંકાસ્પદ મોત પાછળ તેની પોતાની માતા જ હત્યારી નીકળી છે. ગત ૧૨ તારીખે પાંચમાં માળેથી પટકાવાથી બાળકીનું મોત થયું હોવાનું જણાવીને માતાએ તેને અકસ્માતનો રંગ આપવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને કોઈએ ધક્કો માર્યો હોવાની બનાવટી સ્ટોરી બનાવી હતી. પરંતુ, રાજકોટ ક્રાઇમ બ્રાંચની સઘન તપાસ અને ૧૨થી વધુ લોકોની પૂછપરછ બાદ માતા પૂનમબેન સાકરીયાનો ભાંડો ફૂટી ગયો હતો. આરોપી માતાએ જન્મથી જ દીકરી ગમતી ન હોવાના કારણે…
સામાન્ય રોકટોકથી ભાણિયો ઉશ્કેરાઈ ગયો અને તેણે પોતાની પાસે રહેલી છરી કાઢીને મામા પર હુમલો કર્યો હતો Ahmedabad, તા.૧૫ Ahmedabadના રામોલના ઇન્દિરાનગર વિસ્તારમાં લવકુશ ફ્લેટની સામે આવેલા છસ્ઝ્ર ના ખુલ્લા મેદાનમાં ગત રાત્રે આશરે સાડા દસ વાગ્યે આ લોહિયાળ બનાવ બન્યો હતો. મૂળ વાત એવી હતી કે આ કામનો મરણજનાર ૧૬ વર્ષીય સગીર ભાણિયો અને તેના બે મિત્રો નરોડા ખાતેથી જમીને આ ગ્રાઉન્ડ પર આવ્યા હતા અને મોટે-મોટેથી મસ્તી કરી રહ્યા હતા. તે જ સમયે તેના મામા ત્યાંથી પસાર થયા અને તેમણે ભાણિયાને જાહેર જગ્યા પર આ પ્રકારે જોર-જોરથી મસ્તી કરવાની ના પાડીને ઠપકો આપ્યો હતો. આ સામાન્ય રોકટોકથી ભાણિયો…
તન્વી એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના કર્મચારી લાલભાઈ સરધારાને ગોળી મારી હત્યા નિપજાવી લૂંટ સાથે હત્યાના આરોપીઓને ઝડપી લેવાયા Rajkot, તા.૧૫ રાજકોટના આજી જીઆઈડીસી વિસ્તારમાં બનેલી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. આજી વસાહત વિસ્તારમાંથી પસાર થઈ રહેલા તનવી ગોલ્ડના કર્મચારીને ત્રણથી ચાર લૂંટારુઓએ આંતરી ફાયરિંગ કરી લૂંટ ચલાવી હતી. કર્મચારીને છાતીના ભાગે ગોળી મારતા મોત નિપજ્યું હતું. આ ઘટનાના નવા ઝ્રઝ્ર્ફ પણ સામે આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના રાજકોટ પ્રવાસ અગાઉ જ પોલીસ પ્રશાસન હરકતમાં આવ્યું હતું. પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા ખાસ ૩ અલગ-અલગ ટીમો બનાવીને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને…
ભાજપના Mirzapurના ધારાસભ્ય રત્નાકર મિશ્રાનો વીડિયો વાયરલ થયો : તેમણે જણાવ્યું કે, હિન્દુ હોવા પર ગર્વ છે Mirzapur, તા.૧૫ Mirzapur નગર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય રત્નાકર મિશ્રાએ જાહેરમાં કહ્યું કે તેમને હિન્દુ હોવા પર ગર્વ છે અને તેઓ કોઈ પણ રામવિરોધી કે દેશવિરોધી વ્યક્તિનો મત લેવા માગતા નથી. તેમણે એવો દાવો પણ કર્યો કે આવા લોકોનો એક પણ મત ઇવીએમમાં પડશે તો મશીન અશુદ્ધ થઈ જશે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાતાં તેમના નિવેદનની ચર્ચા થઈ રહી છે. જોકે, આ નિવેદન કયા કાર્યક્રમમાં અને કયા સંદર્ભમાં આપવામાં આવ્યું હતું તેની વિસ્તૃત વિગતો સામે આવી નથી. રત્નાકર મિશ્રાએ પોતાના નિવેદનમાં…
Peshawar, તા.૧૫ પાકિસ્તાનના Peshawar શહેરની દીર કોલોની વિસ્તારમાં આવેલી એક ખાનગી સ્કૂલમાં ગુરુવારે અત્યંત દુઃખદ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સ્કૂલની છત અચાનક ધરાશાયી થઈ જતાં ૧૩ વર્ષથી ઓછી વયના ૨૮ જેટલા માસૂમ બાળકો અને એક મહિલા ટીચરનું કરુણ મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં ૪૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનિક તંત્ર અને લેડી રીડિંગ હોસ્પિટલ (ન્ઇૐ) દ્વારા મળતી વિગતો મુજબ, અકસ્માત સમયે શાળામાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક છત તૂટી પડી હતી. બિલ્ડિંગનો કાટમાળ પડતાં જ અનેક માસૂમ…
Washington, તા.૧૫ અમેરિકાના રાષ્ટ્રપતિએ હવે સાઉદી અરબમાં ચાલી રહેલા હુથી વિદ્રોહીઓના હુમલા પર ચેતવણી આપી દીધી છે. સાઉદી અરબ પર હુમલો કરતાં હુથીઓ મામલે પુછાયેલા પ્રશ્નના જવાબમાં ટ્રંપ એ કહ્યું છે કે જો તુર્કી તેમને મદદ માટે કહેશે તો તુર્કીના રાષ્ટ્રપતિ એદ્રોગન એ જ કરશે જે Donald Trump કહેશે. હાલ પશ્ચિમ એશિયામાં ટેન્શન વધી રહ્યું છે. તેને જોતાં ટ્રંપને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે હુથી વિદ્રોહીઓ વિરુદ્ધ તેઓ એકશન લેશે ? તો આ વાતના જવાબમાં ટ્રંપએ કહ્યું કે હુથીઓ ખૂબ જ ખરાબ કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જો અમેરિકાની મદદ માંગવામાં આવશે તો તુર્કીના રાષ્ટ્રપતિ એદ્રોગન અમેરિકા કહેશે…
આમિર ખાનનો ભાણિયો Imran Khan એ ભારતીય નાગરિક નથી : ઈમરાન ખાન યુએસએની નાગરિકતા ધરાવે છે New Delhi, તા.૧૫ કોકરોચ જનતા પાર્ટી તથા કોંગ્રેસ સહિતના અનેક વિપક્ષી દળો ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે મોટાપાયે દેખાવો કરી રહ્યા છે અને આ દેખાવોમાં બોલીવુડ હસ્તીઓ પણ જોવા મળી રહી હતી. પરંતુ હવે આમિર ખાનના ભાણિયા અને અભિનેતા ઈમરાન ખાનને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવો ભારે પડી રહ્યું છે. એટલે સુધી કે ભારત છોડવાની નોબત આવી ગઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને જીૈંઇ સામે મુંબઈના ક્રાંતિ મેદાનમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં બોલીવુડ અભિનેતા ઈમરાન ખાને પણ ભાગ લીધો હતો અને હવે…
