Author: Vikram Raval

America,તા.22 અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં Jewish મ્યૂઝિયમ પાસે થયેલા ગોળીબારમાં ઈઝરાયલના દૂતાવાસના બે કર્મચારીઓના મોત નિપજ્યા છે. આ ગોળીબાર જે મ્યુઝિયમની બહાર કરવામાં આવ્યો, ત્યાં એક કાર્યક્રમ થઈ રહ્યો હતો, જેનું આયોજન અમેરિકન Jewish સમિતિએ કર્યું હતું. FBI ની જોઇન્ટ ટેરેરિઝમ ટાસ્કફોર્સ આ ઘટનાની તપાસ કરી રહી છે. હોમલેન્ડના સિક્યોરિટી વિભાગના મંત્રી ક્રિસ્ટી નોએમે જણાવ્યું કે, વોશિંગ્ટન ડીસીમાં Jewish મ્યૂઝિયમ પાસે ઈઝરાયલ દૂતાવાસના બે કર્મચારીઓના મોત નિપજ્યા છે. અમે સક્રિયતાથી આ વિશે તપાસ કરી રહ્યા છીએ અને આ સંબંધિત અન્ય જાણકારી મળતા જાહેર કરવામાં આવશે. પીડિતોના પરિવારો માટે પ્રાર્થના કરીએ છીએ અને હત્યારાઓને જલ્દી જ ન્યાયના કઠેડામાં લાવીને ઊભા રાખીશું.સંયુક્ત રાષ્ટ્રમાં…

Read More

Delhi,તા.22 દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં બુધવારે રાત્રે હવામાન અચાનક બદલાઈ ગયું છે. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. તેમજ ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે તેમજ વાવાઝોડાને કારણે વૃક્ષો, હોર્ડિંગ્સ અને બોર્ડ પડી ગયા હોવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. દિલ્હીના સફદરજંગમાં 79 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ગાઝિયાબાદમાં જોરદાર વાવાઝોડા પછી વરસાદ પડ્યો. જ્યારે ઘણા વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. બાગપતમાં પણ ભારે વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડ્યા. એનસીઆરમાં અડધો ડઝન લોકોનાં મોત થયાં. આ અકસ્માતોમાં દિલ્હીમાં બે, ગાઝિયાબાદમાં ત્રણ અને નોઈડામાં બે લોકોના મોત થયા છે.વાવાઝોડાને કારણે દિલ્હી એરપોર્ટ પર…

Read More

Rajkot,તા.22 કુવાડવા ગામે રાધે હોટલ પાસે ટ્રાવેલ્સના ધંધાની હરીફાઈમાં બસને આંતરી ડ્રાઈવર-ક્લીનર પર હુમલો કરી બસમાં તોડફોડ કરતાં કુવાડવા રોડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. અમદાવાદ ઇસ્કોન પાસે બસ નહીં ઉભી રાખવાનું કહીં દ્વારકાધીશ ટ્રાવેલ્સના ચાર શખ્સોએ આદેશ ટ્રાવેલ્સના ડ્રાઈવર-ક્લીનરને પાઈપથી ફટકારી બસમાં તોડફોડ કરી હતી.બનાવ અંગે જામજોધપુરના મોટા વડીયા ગામમાં રહેતાં ભીખનભાઈ રમેશભાઈ કરંગીયા (ઉ.વ.૨૫) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દ્વારકાધીશ ટ્રાવેલ્સના ચાર અજાણ્યાં શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે,  તેઓ આદેશ ટ્રાવેલ્સ જે દરરોજ જામજોધપુરથી ગાંધીનગર ચાલતી હોય તેમાં ડ્રાઇવીગ કરે છે. જે ટ્રાવેલ્સના નં. જીજે-03-બીઝેડ-8988  છે. ગઇ તા. ૧૯/૦૫/૨૦૨૫ ના રાત્રીના દશ વાગ્યે તેઓ અને ક્લીનર ઈરફાનભાઈ…

Read More

73.520 ગ્રામ માદક પદાર્થનો જથ્થો કબ્જે કરતી એસઓજી પોલીસ Rajkot,તા.22 રાજકોટ શહેરના ગાયકવાડી વિસ્તારમાંથી રૂ. 3.67 લાખણી કિંમતના 73.520 ગ્રામ હેરોઇન સાથે શાહરુખ વિકયાણીની એસઓજી ટીમે ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ શહેરમાં યુવાધન મને નશાના રવાડે ચડતા અટકવવા તથા નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા ‘સે નો ટુ ડ્રગ્સ’ મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદી-વેચાણ કે સેવન કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,  સૂચનાને પગલે એસઓજીને  મળેલી બાતમીના આધારે  ટીમ જંક્શન પ્લોટ ગાયકવાડી શેરી નંબર-4 ના ખૂણે વોકળા પાસે અયાન મંઝિલ મકાન બહાર જાહેરમાં માદક પદાર્થ હેરોઇનના 73.520 ગ્રામનો જથ્થો જેની કિંમત રૂ.3,67,600 સાથે શાહરુખ ઉર્ફે ડોનું અમીનભાઈ…

Read More

સોનાની , ચાંદીના ઘરેણાં અને મોબાઈલ સહીત રૂ. 1.07 લાખના મુદ્દામાલ કબજે Rajkot,તા.22 શહેરના કંસારા બજારમાંથી રૂ  97 હજારના આધાર પુરાવા વગરના સોના-ચાંદીના દાગીના સાથે મૂળ લીમડીના વિક્રમ ખાખોરિયાને દબોચી લેવાયો છે. સોના-ચાંદીના દાગીના, મોબાઈલ મળી 1.07 લાખનો મુદ્દામાલ એ ડિવિઝન પોલીસે કબજે કર્યો છે.  કંસારા બજાર પાસેથી શંકાસ્પદ ઈસમને પકડી તેની પાસે રહેલ થેલીમાંથી મળી આવેલ સોના-ચાંદીના દાગીના તથા મોબાઇલના આધાર પુરાવા માંગતા તેની પાસે બિલ કે કોઈપણ પ્રકારના આધાર પુરાવા કે સંતોષકારક જવાબ ન હોવાથી પોલીસે વિક્રમ રણજીતભાઈ ખોખારીયા(ઉ.વ.24 રહે. ઢાંકણીયા રોડ, બાપાસીતારામ મઢુલી, બોટાદ મૂળ રહે. શિયાણી ગામ, લીમડી, સુરેન્દ્રનગર તથા ઘોડેવાલા મંદિર પાસે, રઘુવીરનગર દિલ્હી) ની…

Read More

ટાસ્ક પુરા કરી પૈસા કમાવાની લાલચ આપી છેતરપિંડી આચરવા મામલે ધોરાજીના હિતેશ ગોહેલની ધરપકડ કરતી સાયબર ક્રાઇમ Rajkot,તા.22 ઓનલાઇન ટાક પૂરા કરી પૈસા કમાવાની લાલચ આપી રૂ. 50.89 લાખની ઠગાઈના ગુનામાં ધોરાજીના એકાઉન્ટ હોલ્ડરની સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર શહેરના મોરબી રોડ પર રહેતા અને કોટક સિક્યુરિટીમાં નોકરી કરતા 30 વર્ષીય યુવક જયમીન પરસાણાએ ગત તા.09-10-2024 ના રોજ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના વોટ્સઅપ નંબર પર અજાણ્યા નંબરથી એક મેસેજ આવેલ હતો. જેમાં ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવવા માટે ઓફર કરવામાં આવી હતી અને સાથે ટેલિગ્રામની એક લિંક પણ આપવામાં આવી…

Read More

હાથ ઉછીના આપેલા પૈસાની પપ્પુ નામના શખ્સ પાસે ઉઘરાણી કરતા હવાલો લઈને બંને શખ્સોં હુમલો કરવા ધસી આવ્યા : પરિણીતાને ધક્કો વાગતા ઇજા Gondalતા.22 ગોંડલના વેકરી ગામે રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પર માસીયાઈ ભાઈઓએ પારકી ઉઘરાણીમાં ધોકા વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. પતિણે છોડાવવા વચ્ચે પડેલી પરિણીતાને બંને શખ્સોંએ ધક્કો મારતા પરિણીતાને પણ ઇજા પહોંચી હતી. મામલામાં ગોંડલ તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે. ગોંડલના વેકરી ગામે રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પ્રહલાદસિંહ ઉર્ફે બાવુભાઈ રેવતુભા ચુડાસમા (ઉ.વ.૪૦)એ ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, કાર લઈને વેકરીથી ચરખડી ગામ તરફ જતો હતો. ત્યારે રોડ પર મારો જૂનો ડ્રાઇવર પપ્પુ વજુભાઇ…

Read More

શારીરિક અડપલાંનો વિરોધ કરતા સગીરાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી દેહ અભડાવ્યો Dhoraji,તા.22 ધોરાજીમાં સગીરા પર નવાઝ પટણી નામના શખ્સે અવાર નવાર દુષ્કર્મ આચર્યાનો બનાવ સામે આવ્યો છે. સગીરાની એકલતાનો લાભ લઈ નરાધમે ઘરે ઘસી જઈ  અવારનવાર સગીરાનો દેહ અભડાવ્યાનો ગુનો ધોરાજી સીટી પોલીસ મથકમાં દાખલ થયો છે. મામલામાં પોલીસની ટીમે નરાધમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત અનુસાર ધોરાજીના ત્રણ દરવાજા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય પરિણીતાએ સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં નવાજ હનીફ પટણી (રહે બાસિત પાનવાળાના મકાનની સામે, ટેભાના ડેલામાં, ફૂલવાડી ધોરાજી)નું નામ આપતા જણાવ્યું હતું કે, તેમની સગીર વયની પુત્રી સાથે નવાઝ પટણીએ મિત્રતા…

Read More

જાગૃત મુસાફરની ફરિયાદ બાદ બસપોર્ટ પર ડ્રાઇવરને બ્રેથ એનેલાઇઝરથી ચેક કરતા નશો કર્યાનું ખુલતા ગુનો નોંધાયો Rajkot,તા.22 અમરેલીથી રાજકોટ રૂટની એસ.ટી બસનો ડ્રાઇવર નશો કરી બસ ચલાવતો હોવાની મુસાફર દ્વારા જાણ કરાયા બાદ રાજકોટ એસ.ટી ડેપોએ બસ પહોંચતા ડ્રાઇવરને ચેક કરતા તેણે દારૂ પીધો હોવાનું સ્પષ્ટ થયું હતું.જેથી ડ્રાઇવર સામે એસટીના આસિ. ઇન્સ્પેકટરે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. એસટીમાં આસિસ્ટન ટ્રાફિક ઇન્સ્પેકટર નરેશભાઇ લખુભાઇ ધાધલ દ્વારા એ ડિવિઝનમાં નોંધાવેલી ફરિયાદ આરોપી તરીકે ધર્મેશભાઇ સંગ્રામભાઇ સરવૈયા, (ઉ.વ. ૩૩,રહે. વડીયા, કૃષ્ણપરા, તા. કુકાવાવ, જી. અમરેલી)નું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે,રાત્રીના ડેપો મેનેજર રાજકોટનો ફોન…

Read More