- Apple devices ના 200 વોટ્સએપ યુઝર્સ ‘ઝીરો ક્લિક’ હેકિંગનો ભોગ બન્યા
- પશ્ચિમ Sudan માં ભૂસ્ખલન 1000થી વધુના મૃત્યુ : માત્ર 1 વ્યક્તિ બચ્યો
- આજે વિમાન જેવડો લઘુગ્રહ 28 હજાર માઇલ્સની ઝડપે પૃથ્વી નજીકથી પસાર થશે
- Russia ના ડરથી યુરોપિયન દેશોનો રક્ષા બજેટ પર લખલૂંટ ખર્ચ
- Virat Kohli એ લંડનમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી
- RCBના પૂર્વ કેપ્ટન Virat Kohli એ મૃતકો અને ઘાયલોને શ્રદ્ધાંજલિ આપી
- મેં તો બસ પ્રશંસા કરી હતી, તેણે ગાળ સમજી..’ Joe Root
- IND vs PAK: એકલા ભારત-પાકિસ્તાન મેચની નહીં ખરીદી શકો ટિકિટ
Author: Vikram Raval
New Delhi,તા.14 સુપ્રીમ કોર્ટે લીકર પોલિસી કેસમાં ફસાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર જોરદાર ઝટકો આપ્યો. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતાં આ મામલે આગામી સુનાવણી 23 ઓગસ્ટ નક્કી કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે અમે આ મામલે બીજા પક્ષને પણ સાંભળવા માગીએ છીએ અને એના પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે. આપને હતી આશા અને… ઉલ્લેખનીય છે કે આવતીકાલે સ્વતંત્રતા દિવસની દેશભરમાં ઉજવણી થવાની છે અને આ પહેલા જ આમ આદમી પાર્ટી (AAP) અને અરવિંદ કેજરીવાલને આશા હતી કે તેમને પણ મનીષ સિસોદિયા અને સંજય સિંહની જેમ સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં…
Ayodgya,તા.14 ચોરો અયોધ્યામાં રામલલ્લા મંદિર તરફ જતા રામપથ અને ભક્તિ પથ પર લગાવેલી 50 લાખ રૂપિયાથી વધુની કિંમતની 3,800 ‘બામ્બુ લાઇટ’ અને 36 ‘ગોબો પ્રોજેક્ટર લાઇટ’ની ચોરી કરી રફુચક્કર થઇ ગયા. ચોરીની આ ઘટનાઓ અયોધ્યાના સૌથી મહત્વપૂર્ણ અને સલામત સ્થળે બની હતી અને પોલીસ પણ ઊંઘતી ઝડપાઈ. કંપનીએ નોંધાવી પોલીસમાં ફરિયાદ અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ હેઠળ અમુક કંપનીઓ દ્વારા રામપથના વૃક્ષો પર 6,400 ‘ બામ્બુ લાઈટો’ અને ભક્તિપથ પર 96 ‘ગોબો પ્રોજેક્ટર’ લાઈટો લગાવવામાં આવી હતી. ફર્મના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, રામપથ અને ભક્તિપથ પર લગાવવામાં આવેલી 3,800 ‘બામ્બુ લાઇટ’ અને 36 ‘ગોબો પ્રોજેક્ટર લાઇટ’ ચોરાઈ ગયા છે.…
Ahmedabad,તા.14 ઘાટલોડિયા અને રાણિપમાં કેટલાક ટ્રસ્ટી અને આચાર્યોએ પોતાની શાળાના વિજ્ઞાન પ્રવાહના શિક્ષકોને છૂટા કરીને સંપૂર્ણ કોચિંગ ક્લાસિસને હવાલે કરી દીધી છે. ધોરણ-11 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓનો સમય અને ફી પણ કોચિંગ ક્લાસીસ દ્વારા નક્કી થાય છે. અને તેમને શાળામાં જવાને બદલે સીધા જ કોચિંગમાં વાળી દેવામાં આવે છે. જો કે આ પ્રથામાં સંચાલક, આચાર્ય ઉપરાંત વાલીઓ પણ ભારોભાર જવાબદાર છે. વિદ્યાર્થીઓ શાળાએ માત્ર હાજરી પૂરાવવા જાય છે હાલમાં વિજ્ઞાન પ્રવાહમાં ચાલી રહેલા ડમી કલ્ચરને કારણે લગભગ ગુજરાતમાં મોટા ભાગના નાના-મોટા સેન્ટરોમાં વિદ્યાર્થીઓ શાળાએ માત્ર હાજરી પૂરાવવા જાય અને ભણવા માટે કોચિંગ ક્લાસમાં જાય એ વાત સર્વ વિદિત છે. આધારભૂત સૂત્રો…
New Delhi,તા.14 ઘણા રાજ્યોએ ઓગસ્ટ મહિનામાં સરેરાશ વરસાદનો આંકડો વટાવી દીધો છે પરંતુ વરસાદ હજુ પણ ચાલુ જ રહેશે. હરિયાણા, પંજાબ અને ઉત્તરાખંડ સહિત દિલ્હી-યુપીમાં હજુ પણ વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગે આ અઠવાડિયે પણ વરસાદથી રાહત ન મળવાની આગાહી કરી છે. જોઈએ આ અઠવાડિયામાં દેશનું હવામાન કેવું રહેશે. દિલ્હીમાં 3 દિવસ યેલો એલર્ટ દિલ્હીમાં મંગળવારે ઝાપટાં પડ્યા હતા તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 ઓગસ્ટથી દિલ્હીમાં ફરી એકવાર હવામાન બગડશે. IMD એ 14 થી 16 ઓગસ્ટ દરમિયાન દિલ્હીમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તેમજ 3 દિવસ યેલો એલર્ટ જરી કર્યું છે. આ રાજ્યોમાં આજે થશે વરસાદ…
Bihar Patna,તા.14 બિહારની રાજધાની પટણામાં ભાજપના નેતાની ગોળી મારી હત્યા કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટના પટણા સિટીના આલમગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બજરંગપુરી વિસ્તારમાં બની હતી. રાતે 10 વાગ્યાની આજુબાજુ બની હતી ઘટના પોલીસ તપાસમાં જાણકારી મળી કે ભાજપ નેતા અજય શાહને ગત રાતે 10 વાગ્યાની આજુબાજુ તેમના ઘરની નજીકમાં જ ગોળી ધરબી દેવામાં આવી હતી. અજય ભાજપના પટણા જિલ્લાના મહામંત્રી હતા. ઘરની નજીકમાં જ તેઓ દૂધનું પાર્લર ચલાવતા હતા. બદમાશોએ પાર્લરમાં જ ગોળી ધરબી દીધી બદમાશોએ જે સમયે તેમને ગોળી મારી તે સમયે અજય તેમના પાર્લર પર જ બેઠાં હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ…
America,તા.14 અમેરિકાના પ્રમુખપદના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે વિસ્ફોટક દાવો કરતા જણાવ્યું હતું કે હું ચૂંટાયો તો છ કરોડ ગેરકાયદે ઇમિગ્રન્ટને તગેડી મૂકીશ. માનવ ઇતિહાસનું સૌથી મોટું ડિપોર્ટેશન લોકો જોશે. ટ્રમ્પે આ ઉપરાંત આફ્રિકા, એશિયા અને મઘ્યપૂર્વમાંથી અમેરિકામાં આવેલા લોકો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે અબજપતિ ઇલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત જણાવી હતી. જો કે આ મુદ્દે ટ્રમ્પે પણ ટીકાઓની વણઝારનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો માનવ ઇતિહાસનું સૌથી મોટું ડિપોર્ટેશન જોશે તેની સાથે ટ્રમ્પે જણાવ્યું હતું કે હું કાયદેસરના ઇમિગ્રન્ટ્સની તરફેણ કરું છું. તેમણે આ દરમિયાન ડેમોક્રેટ્સ હરીફ કમલા હેરિસ પર પ્રહાર કરતાં જણાવ્યું…
Gandhinagar,તા.14 રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક હૃદયદ્રાવક કરુણાંતિકા સર્જાઈ છે. જેમાં સાબરમતીમાં નદીમાં દશામાની મૂર્તિ પધરાવતી વખતે ત્રણ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં એક બાર વર્ષની કિશોરીનો પણ સમાવેશ થાય છે. ઊંડા પાણીમાં બાળકી સહિત ત્રણ વ્યક્તિ ડૂબી જતા મોત થયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેટલાક લોકો અમદાવાદથી ગાંધીનગર સેક્ટર-30 સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવતા ગયા હતા, જ્યાં 12 વર્ષની કિશોરી ડૂબવા લાગતા તેને બચાવવા અન્ય ચાર લોકો પણ પાણીમાં કૂદ્યા હતા. જો કે ઊંડા પાણીમાં બાળકી સહિત ત્રણ વ્યક્તિ ડૂબી જતા મોત થયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા. બનાવની જાણ થતાં જ ફાયર…
Mumbai,તા.14 સોના પરની આયાત ડ્યૂટી ઘટ્યા પછી ભાવ રૂ. 6000 પ્રતિ 10 ગ્રામ સુધી ઘટ્યો છે. જો કે, આગામી દિવાળી સુધી સોનું ફરી પાછું રૂ. 75000 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચશે તેવી સંભાવના બુલિયન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. હાલ સોનાનો ભાવ રૂ. 72500 પ્રતિ 10 ગ્રામ આસપાસ છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 2024-25ના બજેટમાં સોના અને ચાંદી પર કસ્ટમ્સ ડ્યૂટી ૧૫ ટકાથી ઘટાડી 6 ટકા કરી સૌથી પહેલાં તો દાણચોરી કરનારાઓના માર્જિન કાપી નાખ્યા છે. શુદ્ધ સોના પરની ડ્યૂટી ઘટાડવા પાછળનો હેતુ સ્થાનિક બજારમાં સોનાના ભાવ ઘટાડવાનો છે. સોનાના ભાવ રૂ. 76000 પ્રતિ 10 ગ્રામ થયા બાદ લેવાલી પર મોટી…
Gujarat,તા.14 ગુજરાતમાં કુપોષણની સ્થિતી ચિંતાજનક છે. કુપોષણને કાબુમાં લેવા માટે કેન્દ્ર-રાજ્ય સરકારે અનેકવિધ પગલાં લીધાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાતમાં કુપોષણની સ્થિતીમાં સુધારો થઇ શક્યો નથી. છેલ્લાં ત્રણેક વર્ષમાં કેન્દ્ર સરકારે કુપોષણને કાબુમાં લેવા રૂ. 2879 કરોડ ગ્રાન્ટ ફાળવી છે છતાં પણ ગુજરાતમાં કુલ મળીને 5.70 લાખ બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. ગુજરાતમાં 5.70 લાખ બાળકો કુપોષણનો શિકાર ગુજરાતમાં કુપોષણને કાબુમાં લેવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે. વર્ષ 2018માં રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યાં 1,18,041 હતી જયારે વર્ષ 2023માં આ સંખ્યા વધીને 5,70,305 સુધી પહોંચી છે. આમ, કુપોષણ પાછળ કરોડોનું આંધણ કરાયા પછી પણ કુપોષિત…
Ahmedabad,તા.14 ચોમાસામાં વરસાદ પડતાં દડકાં જોવા મળે કે ના મળે પણ સહેજ વરસાદમાં અમદાવાદના રોડમાં ખાડા તો અવશ્ય જોવા મળશે જ. અમદાવાદમાં હાલ સંભવતઃ કોઇ એવો વિસ્તાર બાકી નહીં હોય જ્યાં ભૂવા ના પડ્યા હોય કે રસ્તા ઉબડખાબડ બન્યા ના હોય. રસ્તા પરના ખાડાને લીધે કમરદર્દ ધરાવતા દર્દીઓની સંખ્યામાં પણ 30 ટકા જેટલો વધારો થયો છે. અમદાવાદ માત્ર નામથી જ ‘સ્માર્ટ સિટી’ છે. પરંતુ ચોમાસામાં જે રીતે રોડ રસ્તાઓ ધોવાય છે તેને જોઈને સ્માર્ટ સિટીની પોલ ખૂલેલી જોવા મળી છે. રોડ પરના ખાડાને લીધે ઓર્થોપેડિક પાસ લોઅર બેક પેઇનના દર્દીઓના પ્રમાણમાં પણ વધારો થઇ ગયો છે. રોડના ખાડાથી ડિસ્ક જોઇન્ટ્સ…