Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»‘જરા હટ કે, જરા બચ કે…’; Smart city Ahmedabad બન્યું ‘ખાડાનગરી’, 15 દિવસમાં બેક પેઇનના 30% કેસ વધ્યાં
    અમદાવાદ

    ‘જરા હટ કે, જરા બચ કે…’; Smart city Ahmedabad બન્યું ‘ખાડાનગરી’, 15 દિવસમાં બેક પેઇનના 30% કેસ વધ્યાં

    Vikram RavalBy Vikram RavalAugust 14, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.14

    ચોમાસામાં વરસાદ પડતાં દડકાં જોવા મળે કે ના મળે પણ સહેજ વરસાદમાં અમદાવાદના રોડમાં ખાડા તો અવશ્ય જોવા મળશે જ. અમદાવાદમાં હાલ સંભવતઃ કોઇ એવો વિસ્તાર બાકી નહીં હોય જ્યાં ભૂવા ના પડ્યા હોય કે રસ્તા ઉબડખાબડ બન્યા ના હોય. રસ્તા પરના ખાડાને લીધે કમરદર્દ ધરાવતા દર્દીઓની સંખ્યામાં પણ 30 ટકા જેટલો વધારો થયો છે.  અમદાવાદ માત્ર નામથી જ ‘સ્માર્ટ સિટી’  છે. પરંતુ ચોમાસામાં જે રીતે રોડ રસ્તાઓ ધોવાય છે તેને જોઈને સ્માર્ટ સિટીની પોલ ખૂલેલી જોવા મળી છે. રોડ પરના ખાડાને લીધે ઓર્થોપેડિક પાસ લોઅર બેક પેઇનના દર્દીઓના પ્રમાણમાં પણ વધારો થઇ ગયો છે. રોડના ખાડાથી ડિસ્ક જોઇન્ટ્‌સ પર દબાણ વધે છે. જો આમ નિયમિતરૂપે થવા લાગે તો તે વધુ ગંભીર સમસ્યા સર્જે છે.

    સરકારી હોસ્પિટલમાં ઓર્થોના દર્દીઓનો રાફડો ફાટયો

    ખરાબ રોડ રસ્તાઓના કારણે લોકોમાં કમર દર્દ, કરોડરજ્જુ અને હાડકાંને લાગતા રોગોના શિકાર લોકો થયા છે. તેને લઈ ખાનગી હોસ્પિટલથી માંડી સરકારી હોસ્પિટલમાં ઓર્થોના દર્દીઓનો રાફડો ફાટયો છે. અમદાવાદની અસારવા અને સોલા સિવિલમા ઓર્થોપેડીક વિભાગની ઓપીડીમાં કેસોનો ધરખમ વધારો જોવા મળ્યો છે. અસારવા સિવિલના ઓર્થોપેડિક વિભાગમાં દરરોજના આવતાં 100માંથી સરેરાશ 60 દર્દી બેક પેઇનની સમસ્યા ધરાવનારા હોય છે.

    બેક પેઇનની સમસ્યાના દર્દીઓની સંખ્યામાં વધારો

    ઓર્થોપેડિક ડોક્ટરોના મતે રોડ પરના ખાડામાં સતત વાહન લઇને જવાનું થાય તો તેનાથી બેક પેઇન, કરોડરજ્જુમાં સમસ્યા સર્જી શકે છે. આ અંગે સિવિલ હોસ્પિટલની સ્પાઇન ઈન્સ્ટિટ્યુટના ડિરેક્ટર ડો. પીયૂષ મિત્તલે જણાવ્યું કે, ‘ સામાન્ય રીતે ચોમાસા દરમિયાન બેક પેઇનની સમસ્યા સાથે આવનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઇ જતો હોય છે. હાલના સમયે જે વ્યક્તિના હાડકા નબળા હોય તેમને ઓર્થોપેડિક ડોક્ટરોના મતે રોડ પરના ખાડામાં સતત વાહન લઇને જવાનું થાય તો તેનાથી બેક પેઇન, કરોડરજ્જુમાં સમસ્યા સર્જી શકે છે.

    તે ખાસ તકેદારી રાખવી જોઇએ

    આ અંગે સિવિલ હોસ્પિટલની સ્પાઇન ઈન્સ્ટિટ્યુટના ડિરેક્ટર ડો. પીયૂષ મિત્તલે જણાવ્યું કે, ‘સામાન્ય રીતે ચોમાસા દરમિયાન બેક પેઇનની સમસ્યા સાથે આવનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઇ જતો હોય છે. હાલના સમયે જે વ્યક્તિના હાડકા નબળા હોય તેમને વાહનમાં જતી વખતે ખાસ તકેદારી રાખવી જોઇએ. કેમકે, રોડ પરના ખાડામાં વાહન ચલાવવાને લીધે મણકામાં હેરલાઇન ક્રેક થવાની સમસ્યા પણ તેમને થઇ શકે છે. હાલના સમયમાં ખાડો આવે ત્યારે વાહન ધીમું ચલાવવું જ શ્રેષ્ઠ ઉપાય છે. બેક પેઇનની સમસ્યા હવે યુવાનોમાં પણ વધી છે. બેઠાડુ જીવન, લોંગ ડ્રાઇવ કરવું, ખરાબ રોડ, આખો દિવસ વજનદાર બેગ ઉંચકવાને લીધે 30થી ઓછી વયના યુવાનોમાં પણ બેક પેઇનની સમસ્યા જોવા મળે છે.’

    નબળા રોડ બનાવનારા સામે કોઇ પગલાં કેમ નહીં…

    રોડ પરના ખાડાને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. લોકોમાં એ વાતનો આક્રોશ છે કે, વાહનચાલક ટ્રાફિકના નિયમનો સહેજપણ ભંગ કરે તો તેને તેના માટે આકરો દંડ ચૂકવવો પડે છે. પરંતુ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલા રોડમાં ૬ મહિના કે એક વર્ષમાં જ ખાડા પડવા લાગે તેમ છતાં તેની સામે કોઇ દંડ લેવાતો નથી કે બ્લેક લિસ્ટ પણ કરવાની તસ્દી લેવામાં આવતી નથી. અમદાવાદના અનેક રસ્તામાં તો સ્ટ્રિટ લાઇટ પણ બંધ અવસ્થામાં છે. જેના કારણે રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે તેને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે.

    તંત્ર તો કુંભકર્ણ નિદ્રામાં છે પણ વાહનચાલકોએ શું ઘ્યાન રાખવું..

    • અગાઉથી જ બેક પેઇન કે સર્વાઇકલની સમસ્યાથી પરેશાન હોય તેમણે વાહન ચલાવતી વખતે લમ્બો-સેકરલ બેલ્ટ કે સર્વિકલ કોલર પહેરી રાખવો જોઇએ.

    • માત્ર કાર ચાલક જ નહીં તેમની સાથે હોય તેમણે પણ ફરજીયાત સીટ બેલ્ટ પહેરવો જોઇએ, જેથી રસ્તામાં ખાડાને લીધે આવતા જર્કથી બચી શકાય.

    • વાહનચાલકે વધુ પડતી ઝડપથી વાહન ચલાવવાનું તેમજ અચાકનક બ્રેક મારવાનું પણ ટાળવું જોઇએ.

    • રોડ પરના ખાડા, અસમતોલ રોડથી જેમના નબળા સાંધા હોય તેમને સ્પાઇનલ પ્રોબ્લેમ થવાની સમસ્યા વધી જતી હોય છે.

    ડાબા પગમાં દુઃખાવાના દર્દીઓ પણ વઘ્યા…

    ખાડા જ નહીં પગમાં દુઃખાવાની સમસ્યાના દર્દીઓ પણ વધારો થયો છે.  ખાડાને લીધે વારંવાર ક્લચનો ઉપયોગ કરવાથી કેટલાક કારચાલકો ડાબા પગમાં અસહ્ય દુઃખાવાની ફરિયાદ સાથે પણ આવતા હોય છે.

    Ahmedabad Back-pain-patients GUJARAT Road-broke
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Wankaner પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલ ઈનોવા કાર ઝડપી લીધી

    June 6, 2025
    મોરબી

    Morbi: ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને ભાવનગરથી ઝડપી લીધો

    June 6, 2025
    મોરબી

    Morbi: દીકરી રીસામણે હોવાનો ખાર રાખી ત્રણ ઇસમોએ મહિલાઓ સહીત ચારને માર માર્યો

    June 6, 2025
    મોરબી

    Morbi: નીલકંઠ રેસીડેન્સીના મકાનમાંથી દારૂની ૧૨૦ બોટલનો જથ્થો જપ્ત, આરોપીની શોધખોળ

    June 6, 2025
    મોરબી

    Morbi: માળિયા સુરજબારી ચેકપોસ્ટ નજીક ડમ્પરે ફૂલબ્રેક મારતા એસટી બસ પાછળ ઘુસી ગઈ

    June 6, 2025
    મોરબી

    Morbi: માળિયાના ચીખલી ગામે મીની હથિયાર ફેક્ટરી ચલાવનાર પાસેથી વધુ એક હથિયાર કબજે

    June 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.