- સલમાન બાદ હવે Aamir Khan ને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી
- પુત્ર રાજવીરને ચમકાવવા સની દેઓલ Arjun 2 બનાવશે
- Humaar Qureshi સાથે ઓક્ટોબરમાં લગ્નની વાત Rachit Singh નકારી
- બાળપણમાં જાતીય સતામણીનો શિકાર થયો હતો Sohail Khan
- Rohit-Kohliની નિવૃત્તિની અટકળો વચ્ચે Ameesha Patel એ સમર્થનમાં નિવેદન આપ્યું
- Rohit Sharma નું રમવાનું ચાલુ જ રહેશે : નિવૃત્તિની વાત ફગાવતુ ક્રિકેટ બોર્ડ
- ક્રિકેટનાં સૌથી દિગ્ગજ અને ઓલરાઉન્ડર હતાં Sobers
- FIFA World Cup : કાલે આર્જેન્ટીના-સ્પેન વચ્ચે ફાઇનલ : આજે નંબર-3નો જંગ
Author: Vikram Raval
Jamnagarતા ૬ જામનગરમાં ગઈકાલે રાજકોટ રેન્જ ના આઈજી અશોકકુમાર યાદવના અધ્યક્ષ સ્થાને હાલારના બન્ને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં તાજેતરમાં બદલાયેલા ત્રણેય ભારતીય કાયદાઓના અમલીકરણમાં લોકો તેમજ પોલીસ સ્ટાફને પડતી મુશ્કેલી અને તેના નિવારણ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટ રેન્જ આઈજીના અધ્યક્ષ સ્થાને જામનગરની એસ.પી. કચેરીના કોન્ફરન્સ હોલ માં ગઈકાલે મળેલી બેઠકમાં જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ, દ્વારકાના એસપી નિતેશ પાંડે, જામનગર શહેરના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા તેમજ દ્વારકા જિલ્લાના ડીવાયએસપીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં ભારતીય ન્યાય સંહિતા (જુની આઈપીસી)ની કલમો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (જુની સીઆરપીસી), ભારતીય પુરાવા અધિનિયમ…
Jamnagarતા ૬ જામનગર શહેર અને નરમાણા ગામમાં બે યુવકોના છૂટાછેડા થઈ જવાથી મનમાં લાગી આવ્યું છે, અને બંને યુવાનોએ ગળાફાંસા દ્વારા પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જામનગરના સતવારા યુવાને તેમજ નરમાણા ગામના દલિત યુવાને આત્મહત્યાનું પગલું ભરી લીધું છે. જામનગરમાં ગુલાબ નગર નજીક શાક માર્કેટ વાળા ઢાળિયા પાસે રહેતા અને છૂટક મજૂરી કામ કરતા ચેતન રમેશભાઈ કણજારીયા નામના ૩૨ વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ ધર્મેશ રમેશભાઈ કણજારીયા એ પોલીસને જાણ કરતાં પીએસઆઇ જે.પી. સોઢા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો…
Jamnagar તા ૬ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં રહેતી એક વકોલેજીયન યુવતીએ પોતાના પેટના દુખાવાની બીમારીથી કંટાળી ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. જેથી ભારે ચકચાર જાગી છે. આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં રહેતી અને મહેસાણા ની એગ્રીકલ્ચર કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ભાર્ગવીબેન મહેશભાઈ સાવલિયા નામની ૨૦ વર્ષની કોલેજીયન યુવતીએ કોલેજમાં રજા દરમિયાન પોતાના ઘેર આવ્યા પછી ગત આઠમી તારીખે પોતાના ઘેર જંતુનાશક દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં એક મહિનાની સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે…
Morbi,તા.06 ટંકારાની મેઈન બજારમાં બપોરના સમયે એક બાઈકમાં અચાનક આગ લાગી હતી બાઈક ભડભડ સળગી ઉઠતા ખરીદી અર્થે આવેલા ગ્રાહકોમાં ભયનો માહોલ છવાયો હતો સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી ટંકારા દેરી નાકા રોડ પરના શો રૂમ પાસે એક બાઈકમાં ઓચિંતી આગ લાગી હતી અને આગ લાગતા બાઈક સળગવા લાગ્યું હતું જેથી સ્થાનિક વેપારીઓ પાણી છાંટી આગ પર કાબુ મેળવવામાં લાગી ગયા હતા પરંતુ આગ કાબુમાં નહિ આવતા વેપારીએ ફાયર સેફટીના બાટલાની મદદથી આગ કાબુમાં લીધી હતી બાઈક સળગી ઉઠ્યું તેની નજીકમાં કપડાની દુકાન હતી જેથી થોડીવાર માટે વેપારીઓ સહીત સૌ કોઈના જીવ પડીકે બંધાયા હતા પરંતુ સમયસર આગ…
Morbi,તા.06 બોર્ડની પરીક્ષા ચાલી રહી છે જેમાં ધોરણ ૧૦ માં ગુજરાતી વિષયના પેપરમાં ૦૧ વિદ્યાર્થી અને ધોરણ ૧૨ માં અંગ્રેજી વિષયના પેપરમાં ૩૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા ધો. ૧૦ માં આજે ગુજરાતી વિષયની પરીક્ષા યોજાઈ હતી જે પેપરમાં 01 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો જયારે ૩૯૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ધો. ૧૨ માં ગુજરાતી વિષયના પેપરમાં તમામ ૧૭૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને અંગ્રેજી LL 704 વિષય પેપરમાં તમામ ૦૯ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જયારે ધો. ૧૨ અંગ્રેજી વિષયના પેપરમાં ૩૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને ૬૮૮૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
Morbi,તા.06 તીથવા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે સ્થળ પરથી રૂ ૨૫૧૦ ની રોકડ રકમ જપ્ત કરી છે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન તીથવા ગામે કોળીવાસમાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા જીવણ દેવજીભાઈ મેસરિયા, ગોવિંદ સંધાભાઇ મેસરિયા અને મગન કરશનભાઈ સાથલીયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૨૫૧૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
Morbi,તા.06 કાર અને દારૂ સહીત ૨.૮૦ લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો વાંકાનેર તાલુકાના જાલીડા ગામ નજીક પોલીસે પીછો કરતા સ્કોર્પીઓ કાર મૂકી ચાલક નાસી ગયો હતો જે કારની તલાશી લેતા કારમાંથી ૬૫૦ લીટર દેશી દારૂ મળી આવતા દારૂ અને કાર સહીત ૨.૮૦ લાખનો મુદામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ ચલાવી છે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ બાઉન્ડ્રી નજીક પેટ્રોલિંગમાં હોય દરમિયાન દેશી દારૂ ભરેલ સ્કોર્પીઓ કાર નીકળતા તેને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે ઉભી રાખી ના હતી જેથી પોલીસે ફિલ્મી ઢબે સ્કોર્પીઓ કારનો પીછો કરી યોથો જે કાર ચાલક જાલીડા ગામની સીમમાં કાર જીજે ૦૩ સીએ ૦૭૪૭ વાળી રેઢી મૂકી નાસી…
Morbi,તા.06 ટંકારા નગરનાકા પાસેથી પોલીસે રિવોલ્વર અને ૫ નંગ જીવતા કાર્ટીસ સાથે એક ઈસમને ઝડપી લીધો હતો હથિયાર પરવાના ભંગ સબબ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા ભાવેશકુમાર વરમોરાએ આરોપી દુર્ગેશ કાંતિભાઈ સગપરીયા રહે રાજકોટ સરદાર મેઈન રોડ સાધના સોસાયટી વાળા વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ ૩૦ અને જીપી એક્ટની કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાવી છે કે આરોપી દુર્ગેશ પાસે લાયસન્સ વાળી રિવોલ્વર હથિયાર જે રાજકોટ સીટી પુરતો પરવાનો હોવાનું જાણતો હોવા છતાં હથિયાર પોતાની પાસે રાખી મોરબી જીલ્લાના ટંકારા નગર નાકા પાસેથી રિવોલ્વર નંગ 01 કીમત રૂ ૧૦ હજાર અને ૫ જીવતા કાર્ટીસ…
Morbi,તા.06 ખીરઈ ગામે પોલીસ ટીમ પર હુમલો કરનાર આરોપીઓને પોલીસે ઝડપી લઈને તપાસ ચલાવી હતી પોલીસ કોમ્બિંગ દરમીયાન મુખ્ય આરોપીના મકાનમાંથી હથિયારો મળી આવતા હથિયાર અંગે અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે માળિયા પોલીસે આરોપી ઇકબાલ ઉર્ફે ઇકો હાજી મોવર વિરુદ્ધ જીપી એક્ટની કલમ ૩૭ (1), ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે જેમાં આરોપીના મકાનમાંથી લાકડાના ધોકામાં ફીટ કરેલ ફરસી નંગ 01 કીમત રૂ ૫૦, ચાર નંગ સ્ટીલની લાકડાના હાથ અને પ્લાસ્ટિક હાથ ફીટ કરેલ છરીઓ, લોખંડ પાઈપ, ધારિયું સહિતના હથિયાર મળી આવતા હથિયાર અંગે અલગથી ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
Morbi,તા.06 લીલાપર ચોકડીએ આવેલ જમીનમાં આરોપીએ દબાણ કરેલ હોવાથી આધેડ જમીન જોવા જતા સારું નહિ લાગતા બે ઇસમોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે મોરબીના ઉમિયા ચોક રવાપર રોડ પર રહેતા ધર્મેન્દ્રભાઈ ભગવાનજીભાઈ દેત્રોજાએ આરોપી દિવ્યેશ કાંતિલાલ સોરીયા રહે મોરબી અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી ધર્મેન્દ્રભાઈની જમીન આરોપી દિવ્યેશ સોરીયાના કારખાના પાસે આવેલ છે જે બાબતે બે વર્ષથી દાવો ચાલુ છે છતાં આરોપી જમીનમાં દબાણ કરતો હોવાથી ફરિયાદી પોતાની જમીનની સ્થિતિ જોવા ગયા હતા જે સારું નહિ લાગતા લીલાપર ચોકડીએ આરોપી દિવ્યેશ અને અજાણ્યા ઇસમેં આવી ધારિયાનો…
