- Bhavnagar જિલ્લામાં 0.5 થી 1.5 ઇંચ વરસાદ
- Gujarat માં 4 તાલુકા હજુ કોરા; 111માં પુરો પાંચ ઇંચ વરસાદ પણ નથી
- અદાલતોમાં મહિલા વકીલો માટે શૌચાલય જેવી સુવિધા ન હોવા પર Supreme Court ખફા
- મૂડી રોકાણ મિત્ર રાજયમાં Gujarat દેશમાં પ્રથમ ક્રમે; વાઈબ્રન્ટ સિદ્ધિનો તાજ
- Britain ના નવા વડાપ્રધાન બનશે એન્ડી બર્નહમ : આવતા સપ્તાહે શપથ લેશે
- America ના 7મા દિવસે પણ હુમલા : ઈરાનની ચેતવણી – હવે આરપારની થશે લડાઈ
- સીમાંકન સહિતના બંધારણ સુધારા ખરડા રજૂ કરવા તૈયારી : DMK ને મનાવી લેવાયું !
- Wangchuk ને બળજબરીથી હોસ્પીટલમાં ખસેડાયા : જંતર મંતર ખાલી કરાવાયુ
Author: Vikram Raval
આ પહેલા ‘સિકંદર’નું ટીઝર રિલીઝ થયું હતું. જેમાં સલમાન ખાન એક્શન અવતારમાં જોવા મળ્યો હતો Mumbai, તા.૬ સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’નું પહેલું ગીત ‘જોહરા જબીન’ રિલીઝ થઈ ગયું છે. જેમાં અભિનેતા રશ્મિકા મંદાના સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો હતો. બોલિવૂડના દબંગ સલમાન ખાન આ દિવસોમાં તેની ફિલ્મ ‘સિકંદર’ માટે સમાચારમાં છે. જેમાં તે સાઉથ સ્ટાર રશ્મિકા સાથે ઈશ્ક કરતો જોવા મળશે. બંનેની આ ફિલ્મ ઈદ પર રિલીઝ થશે. અને આ ફિલ્મનું પહેલું ગીત ‘જોહરા જબીન’નું રિલીઝ થયું છે. જે ઘણી ચર્ચામાં રહે છે.સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર ફિલ્મ ‘સિકંદર’નું ગીત ‘જોહરા જબીન’ શેર કર્યું છે. ગીતમાં, અભિનેતા પઠાણી…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૩.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૭૩૦ સામે ૭૪૩૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૪૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૦૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪૩૪૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૪૪૧ સામે ૨૨૫૪૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૩૫૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૯ પોઈન્ટના ઉછાળા…
એમસીએક્સ પર સોના-ચાંદીમાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.153 નરમ, ચાંદીના વાયદામાં રૂ.138ની વૃદ્ધિ ક્રૂડ તેલનો વાયદો રૂ.66 તેજઃ નેચરલ ગેસ ઢીલુઃ કોટન-ખાંડી, મેન્થા તેલમાં એકંદરે સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.12349 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.68037 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8012 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 20474 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.80387.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.12349.22 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.68037.29 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 20474 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ…
Junagadh,તા.06 જૂનાગઢ મહાનગર ભાજપા પ્રમુખ તરીકે પ્રદેશ મોવડીએ ગૌરવ રૂપારેલિયા પર પસંદગીનો કળશ ઢોળાયો છે અને ગૌરવ રૂપારેલિયાને જૂનાગઢ ભારતીય જનતા પક્ષના મહાનગર પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે ગૌરવ રૂપારેલિયાને ભાજપા અગ્રણીઓ, કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા શુભેચ્છા વર્ષા થઈ રહી છે. જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પક્ષના નવનિયુક્ત પ્રમુખ ગૌરવ રૂપારેલિયા શહેરના જાણીતા બિલ્ડરની સાથે લોહાણા સમાજના અગ્રણી અને અગાઉ જૂનાગઢ શહેર ભાજપાના યુવા પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. અત્રે નોંધનીય છે કે, જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પક્ષના પ્રમુખ તરીકે તાજેતરમાં ગિરનાર કમલમ ખાતે નિરીક્ષકો…
Junagadh,તા.06 કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ હેઠળની વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા બેકરી શાળામાં રસ ધરાવતી બહેનો માટે એક અઠવાડીયાનો બેકરી તાલીમ વર્ગ એપ્રિલ, મે અને જૂન મહિનાઓમાં આયોજન કરવામાં આવશે. આ તાલીમવર્ગ દ્વારા બહેનોને ઘરગથ્થું તેમજ વ્યાવસાયિક સ્તરે ઉપયોગી એવી શુદ્ધ અને સાત્વિક બેકરી વાનગીઓ બનાવવાની તાલીમ આપવામાં આવશે. આ તાલીમ વર્ગની મુદત ૫ દિવસની રહેશે. જેનો સમય બપોરના ૦૨:૦૦ થી સાંજના ૦૬:૦૦ કલાક સુધીનો રહેશે. બહેનોને તાલીમ બેકરીશાળા, કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે આપવામાં આવશે. જે માટે ઇચ્છુક બહેનો ધોરણ ૭ પાસ અને ઉંમર ૧૫ વર્ષથી ઉપરની લાયકાત ધરાવતી હોવી જોઈએ. પ્રવેશ પ્રકિયા માટે ફી રૂ.૫૦૦/- જેટલી રાખવામાં…
Junagadh,તા.06 જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગત તારીખ ૨૫-૦૨-૨૦૨૫ ના રોજ બપોરના ૦૩:૩૦ કલાકના નોંધાયેલ અકસ્માત મોત મુજબ એક અજાણ્યો પુરુષ કે જેઓ ઉંમર વર્ષ ૪૦ થી ૪૫ આસપાસ છે અને મધ્યમ બાંધાનું શરીર ધરાવે છે, તેઓ ટ્રેનની ઠોકરથી મૃત્યુ પામેલ છે. આ મૃત્યુ પામનાર વ્યક્તિના શરીર પર ભૂરા રંગનો શર્ટ, ભૂખરા રંગનું પેન્ટ પહેરેલું છે અને હાથમાં અંગ્રેજી ભાષામાં એસ.પી.શબ્દ કોતરાવ્યો છે તેમ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલમાં આ બિનવારસી લાશ હોવાથી તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવી છે. મૃત્યુ પામનાર વ્યક્તિના વાલી વારસ મળે અને તેમની ઓળખ થવા પામે તે માટે મોબાઈલ…
Junagadh,તા.06 કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ આગામી તારીખ ૮ માર્ચ ના રોજ ચાપરડા બ્રહ્માનંદ ધામ ખાતે મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના જુનાગઢ જિલ્લાના આગામી તારીખ ૮ માર્ચના સંભવત પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ ખાતે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયના અધ્યક્ષ સ્થાને એસપી. ભગીરથસિંહ જાડેજા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં પૂર્વ તૈયારી અને જરૂરી બંદોબસ્ત અંગે બેઠક યોજાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ચાપરડા ખાતે શૈક્ષણિક પ્રકલ્પોના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાત મુહુર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
Junagadh,તા.06 જૂનાગઢ જિલ્લા ભાજપા પ્રમુખ તરીકે પ્રદેશ ભાજપ મોવડીએ ચંદુભાઈ મકવાણાની પસંદગી કરી જૂનાગઢના કમલમ ખાતે પ્રદેશ ભાજપા અગ્રણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયાની ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પક્ષના જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પક્ષના નવનિયુક્ત પ્રમુખ ચંદુભાઈ મકવાણા એ એક પેજ પ્રમુખથી ભાજપના પાયાના કાર્યકર બની ભાજપ સાથે જોડાઈ રહ્યા હતા, અને બાદમાં જુનાગઢ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે સક્રિય રીતે કામ કરી, જિલ્લામાં ભાજપનું સંગઠન મજબૂત બને તેની સાથે ગત ચૂંટણીઓમાં ભાજપ તરફે સારા પરિણામ આવે તે માટેના સરાહનીય કામગીરી કરી હતી…
Rajula,તા.06 રાજુલા શહેરમાં આવેલ શ્રીમતી એચ. બી.સંઘવી મહિલા કોલેજના સ્વ. શ્રીમતી હીરાલક્ષ્મી ભાયદાસ સંઘવી અને સ્વ. ભાઇદાસભાઇ (બાબુભાઇ) જમનાદાસ સંઘવીના જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે મહિલા કોલેજના નવનિર્મિત બિલ્ડિંગનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહિલા કોલેજના નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરના વરદહસ્તે કરાયું હતું. સૌપ્રથમ હિન્દુસ્તાન પેન્સિલ પરીવાર- મુંબઈ તથા મહાનોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સાથોસાથ પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંભારણું નામના પુસ્તકનું વિમોચન કરાયું હતું. અને કોલેજની વિધાર્થીની બહેનો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ સાથે…
1629 બોટલ શરાબની અને 24 બિયરના ટીન કબ્જે કર્યા, બુટલેગર અને મકાન માલિક સહિત ત્રણની શોધખોળ Palitana,તા.06 પાલીતાણા તાલુકાના ઠાડચ ગામે મકાનમાં કટીંગ માટે છુપાવેલો રૂપિયા 2. 96 લાખની કિંમતનો બીયર અને વિદેશી દારૂનો જથ્થો ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી મકાન માલિક સહિત ત્રણ શકશો નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ ભાવનગર જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા એસપી હર્ષદ પટેલે આપેલી સૂચનાને પગલે પાલીતાણા રૂરલ પોલીસ મથકના પીઆઇ આરડી રબારી સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઠાડચ ગામે રહેતા હરેશ હિંમત મકવાણા નામના શકશે મફતનગર પ્લોટ વિસ્તારમાં રહેતો મહેશ રામજી મકવાણા અને અરવિંદ અજય મકવાણાના…
