Author: Vikram Raval

દીનાનાથ ક્રેડિટ સોસાયટીને ચેક મુજબની રકમ વાર્ષિક છ ટકાના  વ્યાજે વળતર  ૧-માસમાં ચૂકવી આપવા હુકમ Rajkot,તા.06 શહેરના દીનાનાથ ક્રેડિટ કો-ઓ. સોસાયટીને લીધેલી લોનના ચડત હપ્તાના જુદા જુદા બે ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપીઓ માતા અને પુત્રને 6-6 માસની સજા અને ચેક મુજબની રકમો છ-છ ટકા વ્યાજથી ચૂકવી દેવાનો હુકમ કર્યો છે. કેસની વિગત મુજબ, રાજકોટમાં બાલમુકુંદ એન્ટરપ્રાઇઝ, રાજદેવ શેરી, સાંગણવા ચોક પાસે રહેતા રાહીલ ચેતનભાઇ નાગ્રેચા અને તેની માતા પુષ્પાબેન ચેતનભાઇ નાગ્રેચાએ  દીનાનાથ ક્રેડીટ કો-ઓ. સોસાયટીના સભાસદ દરજજે જાત-જામીનની લોન લીધેલ. જેમાં લોનના ચડત હપ્તા પેટે રાહીલે  રૂ.૩૪,૦૭૫નો ચેક આપેલો.  જ્યારે પુષ્પાબેને લીધેલ લોનના ચડત હપ્તા સહિત રકમ ચુકવવા…

Read More

ચેકની રકમ રૂા.૯ લાખ ફરિયાદી મહિલાને ન ચૂકવે તો વધુ ૯ માસની સજા Rajkot,તા.06 અનેક કેસોમાં સજા પામનાર અને સજા ભોગવી ચુકેલા ઉદ્યોગપતિ મહેશ ટીલારાને મહિલાને આપેલો રૂા.૯ લાખનો ચેક રિટર્ન થવાના વધુ એક કેસમાં અદાલતે એક વર્ષની સજા અને ચેકની રકમ ફરિયાદી મહિલાને ના ચૂકવે તો વધુ ૯ માસની સજાનો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ, લક્ષ્મીવાડીમાં રહેતા દર્શનાબેન ભાવીનભાઈ ઉદાણીએ શિવમ મશીન ટુલ્સના પ્રોપરાઈટર મહેશ શીવાભાઈ ટીલારા વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ દાખલ કરેલ કે ફરીયાદીના પતિ એકાઉન્ટનું કામ કરતા હોય અને તેઓ પાસેથી એકાઉન્ટનું માર્ગદર્શન લેવા આરોપી મળતા હોય બંને વચ્ચે સંબંધો બંધાયેલ અને  તેણે…

Read More

યુવતીને લગ્નની લાલચ આપી અવાર નવાર હવસનો શિકાર બનાવી તી Rajkot,તા.06 શહેરમા રહેતી યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે દ્વારા રદ કરવામાં આવી છે.ગત તારીખ 17-2-2025 ના રોજ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચાર્ય અંગેની ફરિયાદ મોરબી રોડ રાધિકા પાર્કમા રહેતો દિલીપ નાનજીભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોધી આરોપી દિલીપ નાનજીભાઈ ચાવડા ની ધરપકડ કરી જેલ હવાલે કરેલો હતો. હાલ જેલ હવાલે રહેલા દિલીપ નાનજીભાઈ ચાવડાએ જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જામીન અરજીની…

Read More

બોર્ડની પરીક્ષા નું પેપર પૂર્ણ થતા પોત્રીને સ્કૂલેથી તેડી વૃધ્ધ દહીંસરા ગામે  જતા’તા ત્યારે સર્જાયો અકસ્માત Paddhari,તા.06  પડધરી ખાતે  હિટ એન્ડ રનના બનાવમાં બાઇકસવાર દાદા અને પોત્રી ફંગોળાઇ જતાં દાદાને ગંભીર ઇજા થવાથી  મોત નીપજ્યું  હતું. પડધરી ખાતે પોત્રીનું ધોરણ-૧૦ બોર્ડની પરિક્ષાનું પેપર પુરુ કરીને વૃધ્ધ દાદાના બાઇકમાં બેસાડી  દહીંસરા ગામે ઘરે જઈ રહ્યા હતાં  ત્યારે પડધરી પાસે બનાવ બન્યો હતો જેમાં ગંભીર રીતે ખવાયેલા વૃદ્ધનું મોત નીપજતા પરિવારમાં શોકનો મોજુ ફેલાયું છે. આ બનાવની પડધરી પોલીસ મથકના સ્ટાફને થતા દોડી જાય ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.વધુ વિગત  મુજબ પડધરીના દહીંસરા ગામે રહેતાં સવજીભાઈ કાળાભાઇ ચાવડા (ઉ.વ.૬ર) નામના વૃદ્ધ…

Read More

Jamnagarતા ૬ જામનગર ના એક બાંધકામના કોન્ટ્રાક્ટર યુવાનને વિજરખી ગામ પાસે તકરાર થઈ હતી, અને અન્ય કારમાં આવેલા છ શખ્સોએ લાકડી પાઇપ ધોકા વડે હુમલો કરી દઇ ફેક્ચર સહિત ઇજા પહોંચાડી હતી, જ5યારે કારમાં તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.  આ ફરિયાદ અંગેના બનાવની વિગતે એવી છે કે જામનગરમાં ગાંધીનગર રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા અને બાંધકામ નો વ્યવસાય કરતા પરાક્રમસિંહ બહાદુરસિંહ જાડેજા, કે જેઓ પોતાના મિત્ર જીતેન્દ્રભાઈ ઉર્ફે મુન્નાભાઈ ડેર સાથે પોતાની કિયા ગાડીમાં બેસીને જામનગર થી મછલીવડગામે એક પ્રસંગમાં ગયા હતા, અને ત્યાંથી જામનગર પરત ફરી રહ્યા હતા.  જે દરમિયાન વિજરખી ગામની ગોલાઇ પાસે બન્ને કાર…

Read More

Jamnagarતા ૬ જામનગરમાં ગઈકાલે રાજકોટ રેન્જ ના આઈજી અશોકકુમાર યાદવના અધ્યક્ષ સ્થાને હાલારના બન્ને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં તાજેતરમાં બદલાયેલા ત્રણેય ભારતીય કાયદાઓના અમલીકરણમાં લોકો તેમજ પોલીસ સ્ટાફને પડતી મુશ્કેલી અને તેના નિવારણ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટ રેન્જ આઈજીના અધ્યક્ષ સ્થાને જામનગરની એસ.પી. કચેરીના કોન્ફરન્સ હોલ માં ગઈકાલે મળેલી બેઠકમાં જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ, દ્વારકાના એસપી નિતેશ પાંડે, જામનગર શહેરના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા તેમજ દ્વારકા જિલ્લાના ડીવાયએસપીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં ભારતીય ન્યાય સંહિતા (જુની આઈપીસી)ની કલમો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (જુની સીઆરપીસી), ભારતીય પુરાવા અધિનિયમ…

Read More

Jamnagarતા ૬ જામનગર શહેર અને નરમાણા ગામમાં બે યુવકોના છૂટાછેડા થઈ જવાથી મનમાં લાગી આવ્યું છે, અને બંને યુવાનોએ ગળાફાંસા દ્વારા પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જામનગરના સતવારા યુવાને તેમજ નરમાણા ગામના દલિત યુવાને આત્મહત્યાનું પગલું ભરી લીધું છે.  જામનગરમાં ગુલાબ નગર નજીક શાક માર્કેટ વાળા ઢાળિયા પાસે રહેતા અને છૂટક મજૂરી કામ કરતા ચેતન રમેશભાઈ કણજારીયા નામના ૩૨ વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.  આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ ધર્મેશ રમેશભાઈ કણજારીયા એ પોલીસને જાણ કરતાં પીએસઆઇ જે.પી. સોઢા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો…

Read More

Jamnagar તા ૬ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં રહેતી એક વકોલેજીયન યુવતીએ પોતાના પેટના દુખાવાની બીમારીથી કંટાળી ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. જેથી ભારે ચકચાર જાગી છે.  આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં રહેતી અને મહેસાણા ની એગ્રીકલ્ચર કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ભાર્ગવીબેન મહેશભાઈ સાવલિયા નામની ૨૦ વર્ષની કોલેજીયન યુવતીએ કોલેજમાં રજા દરમિયાન પોતાના ઘેર આવ્યા પછી ગત આઠમી તારીખે પોતાના ઘેર જંતુનાશક દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં એક મહિનાની સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ  નિપજ્યું છે.  આ બનાવ અંગે…

Read More

Morbi,તા.06 ટંકારાની મેઈન બજારમાં બપોરના સમયે એક બાઈકમાં અચાનક આગ લાગી હતી બાઈક ભડભડ સળગી ઉઠતા ખરીદી અર્થે આવેલા ગ્રાહકોમાં ભયનો માહોલ છવાયો હતો સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી ટંકારા દેરી નાકા રોડ પરના શો રૂમ પાસે એક બાઈકમાં ઓચિંતી આગ લાગી હતી અને આગ લાગતા બાઈક સળગવા લાગ્યું હતું જેથી સ્થાનિક વેપારીઓ પાણી છાંટી આગ પર કાબુ મેળવવામાં લાગી ગયા હતા પરંતુ આગ કાબુમાં નહિ આવતા વેપારીએ ફાયર સેફટીના બાટલાની મદદથી આગ કાબુમાં લીધી હતી બાઈક સળગી ઉઠ્યું તેની નજીકમાં કપડાની દુકાન હતી જેથી થોડીવાર માટે વેપારીઓ સહીત સૌ કોઈના જીવ પડીકે બંધાયા હતા પરંતુ સમયસર આગ…

Read More

Morbi,તા.06 બોર્ડની પરીક્ષા ચાલી રહી છે જેમાં ધોરણ ૧૦ માં ગુજરાતી વિષયના પેપરમાં ૦૧ વિદ્યાર્થી અને ધોરણ ૧૨ માં અંગ્રેજી વિષયના પેપરમાં ૩૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા ધો. ૧૦ માં આજે ગુજરાતી વિષયની પરીક્ષા યોજાઈ હતી જે પેપરમાં 01 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો જયારે ૩૯૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ધો. ૧૨ માં ગુજરાતી વિષયના પેપરમાં તમામ ૧૭૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને અંગ્રેજી LL 704 વિષય પેપરમાં તમામ ૦૯ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જયારે ધો. ૧૨ અંગ્રેજી વિષયના પેપરમાં ૩૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને ૬૮૮૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

Read More