Author: Vikram Raval

Junagadh,તા.06 જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગત તારીખ ૨૫-૦૨-૨૦૨૫ ના રોજ બપોરના ૦૩:૩૦ કલાકના નોંધાયેલ અકસ્માત મોત મુજબ એક અજાણ્યો પુરુષ કે જેઓ ઉંમર વર્ષ ૪૦ થી ૪૫ આસપાસ છે અને મધ્યમ બાંધાનું શરીર ધરાવે છે, તેઓ ટ્રેનની ઠોકરથી મૃત્યુ પામેલ છે. આ મૃત્યુ પામનાર વ્યક્તિના શરીર પર ભૂરા રંગનો શર્ટ, ભૂખરા રંગનું પેન્ટ પહેરેલું છે અને હાથમાં અંગ્રેજી ભાષામાં એસ.પી.શબ્દ કોતરાવ્યો છે તેમ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.       હાલમાં આ બિનવારસી લાશ હોવાથી તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવી છે. મૃત્યુ પામનાર વ્યક્તિના વાલી વારસ મળે અને તેમની ઓળખ થવા પામે તે માટે મોબાઈલ…

Read More

Junagadh,તા.06 કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ  આગામી તારીખ ૮ માર્ચ ના રોજ ચાપરડા બ્રહ્માનંદ ધામ ખાતે મુલાકાત લેશે.        કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના જુનાગઢ જિલ્લાના  આગામી તારીખ ૮ માર્ચના સંભવત પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ ખાતે જિલ્લા કલેકટર  અનિલકુમાર રાણાવસિયના અધ્યક્ષ સ્થાને એસપી. ભગીરથસિંહ જાડેજા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં પૂર્વ તૈયારી અને જરૂરી બંદોબસ્ત અંગે બેઠક યોજાઈ હતી.        અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ચાપરડા ખાતે શૈક્ષણિક પ્રકલ્પોના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાત મુહુર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Read More

Junagadh,તા.06           જૂનાગઢ જિલ્લા ભાજપા પ્રમુખ તરીકે પ્રદેશ ભાજપ મોવડીએ ચંદુભાઈ મકવાણાની પસંદગી કરી જૂનાગઢના કમલમ ખાતે પ્રદેશ ભાજપા અગ્રણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયાની ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પક્ષના જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.          જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પક્ષના નવનિયુક્ત પ્રમુખ ચંદુભાઈ મકવાણા એ એક પેજ પ્રમુખથી ભાજપના પાયાના કાર્યકર બની ભાજપ સાથે જોડાઈ રહ્યા હતા, અને બાદમાં જુનાગઢ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે સક્રિય રીતે કામ કરી, જિલ્લામાં ભાજપનું સંગઠન મજબૂત બને તેની સાથે ગત ચૂંટણીઓમાં ભાજપ તરફે સારા પરિણામ આવે તે માટેના સરાહનીય કામગીરી કરી હતી…

Read More

Rajula,તા.06 રાજુલા શહેરમાં આવેલ શ્રીમતી એચ. બી.સંઘવી મહિલા કોલેજના સ્વ. શ્રીમતી હીરાલક્ષ્મી ભાયદાસ સંઘવી અને સ્વ. ભાઇદાસભાઇ (બાબુભાઇ) જમનાદાસ સંઘવીના જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે મહિલા કોલેજના નવનિર્મિત બિલ્ડિંગનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહિલા કોલેજના નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરના વરદહસ્તે  કરાયું હતું. સૌપ્રથમ હિન્દુસ્તાન પેન્સિલ પરીવાર- મુંબઈ તથા મહાનોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સાથોસાથ પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંભારણું નામના પુસ્તકનું વિમોચન કરાયું હતું. અને કોલેજની વિધાર્થીની બહેનો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ સાથે…

Read More

1629 બોટલ શરાબની અને 24 બિયરના ટીન કબ્જે કર્યા, બુટલેગર અને મકાન માલિક સહિત ત્રણની શોધખોળ Palitana,તા.06 પાલીતાણા તાલુકાના  ઠાડચ ગામે મકાનમાં  કટીંગ માટે છુપાવેલો રૂપિયા 2. 96 લાખની કિંમતનો બીયર અને વિદેશી દારૂનો જથ્થો ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી મકાન માલિક સહિત ત્રણ શકશો નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ ભાવનગર જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા એસપી હર્ષદ પટેલે આપેલી સૂચનાને પગલે પાલીતાણા રૂરલ પોલીસ મથકના પીઆઇ આરડી રબારી સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઠાડચ ગામે રહેતા હરેશ હિંમત મકવાણા નામના શકશે મફતનગર પ્લોટ વિસ્તારમાં રહેતો મહેશ રામજી મકવાણા અને અરવિંદ અજય મકવાણાના…

Read More

બંને પક્ષે મળી ત્રણ મહિલા સહિત 8 શખ્સો સામે નોંધાતો ગુનો, મહિલા સહિત છ લોકો ઘાયલ Vichhiya,તા.06 વિછીયા તાલુકાના છાસિયા ગામે જમીનના મામલે બે ભાઈઓના પરિવાર વચ્ચે ચાલતી માથાકૂટ નો ખાર રાખી થયેલી બોલા ચાલી મા ઉસકેરેલા બંને પરિવાર વચ્ચે ધોકા અને પાઇપ વડે ખેંલાયેલા ધીંગાણામાં બે મહિલા સહિત છ શખ્સો ધવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં સ્થાનિક પોલીસે બંને પક્ષોએ મળી ત્રણ મહિલા સહિત આઠ શખ્સો સામે સામ સામી ફરિયાદ નોંધાય છે. પોલીસે નાસી છૂટેલા શખ્સોને ઝડપી લેવા દોડધામ આદરી છે. વધુ વિગત મુજબ વિછીયા તાલુકાના છાસિયા ગામે રહેતા રાઘવભાઈ સવાભાઈ ચૌહાણ નામના ખેડૂતે ભાઈએ મનજી…

Read More

5.50 લાખ નું 7.20 લાખ વ્યાજ વસુલીયા બાદ મુદ્દલ અને વધુ વ્યાજ વસૂલવા સિતમ Upleta,તા.06 ઉપલેટા તાલુકાના ભાયાવદરના વૃદ્ધ અને વ્યાજખોર પિતા પુત્ર દ્વારા  5.50 લાખનું 7. 20 લાખ વ્યાજ ભર્યા છતાં વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વધુ વિગત મુજબ ભાયાવદરના ગંજીવાળા શેરી નંબર બે માં રહેતા ગીરીશભાઈ મોહનભાઈ કાસુન્દ્રા નામના ૬૦ વર્ષીય વૃદ્ધએ ઉપલેટાના ખાખી જાળીયા ગામે રહેતા નટુભાઈ કરમુર અને મેરામણભાઇ નટુભાઈ કરમુર સહિત બંને પિતા પુત્ર વેપારીએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે…

Read More

અક્ષર માર્ગ પર  એકટીવાને ઠોકર મારી મહિલા ચાલકને ઇજા પહોંચાડી ગાળાગાળી, મારકુટ અને ધમકી આપી ‘ તી Rajkot,તા.06 શહેરમાં કાલાવડ રોડ નજીક અક્ષર માર્ગ ઉપર આગળ જઈ રહેલા એકટીવાને ઠોકર મારી મહિલાચાલકને ઇજા પહોંચાડી ગાળાગાળી, મારકુટ અને ધમકી આપવા અંગેના પોણા બે વર્ષ પહેલાના કેસમાં અદાલતે આઇ-ટ્વેન્ટી કારના ચાલક સહિત બે આરોપીને 6-6 માસની કેદ અને એક એક હજાર દંડનો હુકમ કર્યો છે.આ અંગેની હકીકત મુજબ, ગઈ તારીખ 17/ 4/ 2023ના સાંજે જીએસટી વિભાગના મહિલા ઇન્સ્પેક્ટર મેઘાબેન રાજેશભાઈ વડુકિયા પોતાનું એકટીવા સ્કૂટર લઈને ઓફિસેથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે કાલાવડ રોડથી સ્વામિનારાયણ મંદિર સામેના અક્ષર માર્ગ ઉપર જતા હતા, ત્યારે…

Read More

દીનાનાથ ક્રેડિટ સોસાયટીને ચેક મુજબની રકમ વાર્ષિક છ ટકાના  વ્યાજે વળતર  ૧-માસમાં ચૂકવી આપવા હુકમ Rajkot,તા.06 શહેરના દીનાનાથ ક્રેડિટ કો-ઓ. સોસાયટીને લીધેલી લોનના ચડત હપ્તાના જુદા જુદા બે ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપીઓ માતા અને પુત્રને 6-6 માસની સજા અને ચેક મુજબની રકમો છ-છ ટકા વ્યાજથી ચૂકવી દેવાનો હુકમ કર્યો છે. કેસની વિગત મુજબ, રાજકોટમાં બાલમુકુંદ એન્ટરપ્રાઇઝ, રાજદેવ શેરી, સાંગણવા ચોક પાસે રહેતા રાહીલ ચેતનભાઇ નાગ્રેચા અને તેની માતા પુષ્પાબેન ચેતનભાઇ નાગ્રેચાએ  દીનાનાથ ક્રેડીટ કો-ઓ. સોસાયટીના સભાસદ દરજજે જાત-જામીનની લોન લીધેલ. જેમાં લોનના ચડત હપ્તા પેટે રાહીલે  રૂ.૩૪,૦૭૫નો ચેક આપેલો.  જ્યારે પુષ્પાબેને લીધેલ લોનના ચડત હપ્તા સહિત રકમ ચુકવવા…

Read More

ચેકની રકમ રૂા.૯ લાખ ફરિયાદી મહિલાને ન ચૂકવે તો વધુ ૯ માસની સજા Rajkot,તા.06 અનેક કેસોમાં સજા પામનાર અને સજા ભોગવી ચુકેલા ઉદ્યોગપતિ મહેશ ટીલારાને મહિલાને આપેલો રૂા.૯ લાખનો ચેક રિટર્ન થવાના વધુ એક કેસમાં અદાલતે એક વર્ષની સજા અને ચેકની રકમ ફરિયાદી મહિલાને ના ચૂકવે તો વધુ ૯ માસની સજાનો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ, લક્ષ્મીવાડીમાં રહેતા દર્શનાબેન ભાવીનભાઈ ઉદાણીએ શિવમ મશીન ટુલ્સના પ્રોપરાઈટર મહેશ શીવાભાઈ ટીલારા વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ દાખલ કરેલ કે ફરીયાદીના પતિ એકાઉન્ટનું કામ કરતા હોય અને તેઓ પાસેથી એકાઉન્ટનું માર્ગદર્શન લેવા આરોપી મળતા હોય બંને વચ્ચે સંબંધો બંધાયેલ અને  તેણે…

Read More