Author: Vikram Raval

Surat,તા.૧૯ સુરત જિલ્લામાં ફરી સર્જાયેલ ગ્રીષ્માકાંડ જેવી ઘટના મામલે યુવતીની અંતિમ નીકળી નીકળી. અંતિમયાત્રામાં પરિવારજનોની સાથે મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો સહિતના લોકો જોડાયા, વાંકલ બજાર બંધ રાખી દીકરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, ફાસ્ટટ્રેક કોર્ટ માં કેસ ચલાવી હત્યારા યુવકને કડક સજાની માંગ કરવામાં આવી છે. ગતરોજ સુરતના માંગરોળ તાલુકાના બોરીયા ગામે ગ્રીષ્માં હત્યાકાંડ કેવી સર્જાયેલી ઘટના થી ભારે ચકચાર મચી જવા પામી હતી. બોરીયા ગામની ૨૦ વર્ષીય તેજસ્વી ચૌધરી નામની યુવતીની પ્રેમ પ્રકરણમાં યુવકે ચપ્પુ વડે ગળું કાપી હત્યા કરી હતી અને બાદમાં યુવકે પોતાનું પણ ગળું કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. શ્વાસનળીના ભાગે ઇજાઓ પહોંચતા હાલ યુવક સારવાર હેઠળ છે.…

Read More

Ahmedabad,તા.૧૯ ગુજરાતમાં જે રીતે રોજ ક્યાંકને ક્યાંક દારૂનો જથ્થો ઝડપાય છે જેને પગલે દારૂબંઘી કાગળ પર જ હોવાનું દેખાય છે.  દરમિયાન અમદાવાદમાં પણ ફરી એક વખત દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. અમદાવાદના પ્રેમ દરવાજા પાસેથી  દારુના જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. એટલું જ નહી દારૂની હેરાફેરી કરવાનો બુટલેગરનો નવો કીમિયો પણ સામે આવ્યો છે. લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી, જેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દારૂની હેરાફેરી કરવાનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. અલગ અલગ બેટરીના બોક્સમાં ૧૮૦ જેટલી દારૂની બોટલ સાથે ક્રાઈમ બ્રાન્ચે કૂલ રૂપિયા ૭.૧૪ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ટ્રાન્સપોર્ટના વાહનમાં દારૂની હેરાફેરી…

Read More

Jamnagar,તા.૧૯ જામનગરના એક વેપારી ઓનલાઈન ચીટર ટોળકીનો શિકાર થયો. રાજસ્થાનની પેઢીના નામે રૂપિયા ૧૬.૫૧ લાખનું ડીહાઈડ્રેડ ઓનિયન મંગાવી લીધા બાદ નાણાં ચૂકવવા માટે હાથ ખંખેરી લેવા અંગે રાજસ્થાન, ભાવનગર અને જામનગરના ૩ શખ્સો સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જે કેસની તપાસમાં પોલીસે ૩ આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે રાજસ્થાની શખ્સ ફરાર હોવાથી પોલીસ તેને શોધખોળ કરી છે. મળતી માહિતી મુજબ, જામનગરમાં બ્રુક બોન્ડ ગ્રાઉન્ડની સામે આવેલી ઓશિયાનિક ફુડ લિમિટેડ નામની કંપની કે જેમાં જયદીપભાઇ મહેન્દ્રભાઈ ભૂત સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે વર્ષોથી નોકરી કરે છે. જેણે જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં રાજસ્થાનના રવિ કુમાર નાઈ, જામનગરના રાહુલ ગાગિયા અને…

Read More

Bhavnagar,તા.૧૯ ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતો એક બુટલેગર સરહદી જિલ્લા છોટાઉદેપુથી કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને ભાવનગર તરફ આવી રહ્યો હતો તે વેળાએ એલસીબી એ બુટલેગરને ભાલ પંથકમાંથી ઝડપી લઇ વેળાવદર ભાલ પોલીસને હવાલે કર્યો હતો. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ એલસીબી ની ટીમ ભાલપંથકમાં પેટ્રોલિંગમાં હોય એ દરમ્યાન ચોક્કસ માહિતી આધારે ટોલનાકા નજીક ટીમ વોચમા હોય એ દરમિયાન એક કાર નંબર જી-જે-૧૩-એન-૪૫૭૩ આવતા તેને અટકાવી ચાલકને બહાર બોલાવી નામ સરનામું પૂછવા સાથે કારની તલાસી હાથ ધરી હતી. જેમાં અટક કરાયેલ શખ્સે પોતાનું નામ જતીન મુકેશ કંટારીયા ઉ.વ.૨૭ રહે.આનંદનગર બ્લોક નં ૩૮ રૂમનં ૭૦ વાળો હોવાનું જણાવેલ…

Read More

Ahmedabad,તા.૧૯ અમદાવાદમા ફરી એક ચોકાવનારી ઘટના સામે આવી છે જેમાં  એક પિતાએ અભયમની મદદ માગી  છે. વાત કઈક એમ હતી કે ૧૫ વર્ષની સગીરા પોતાના ભોગવિલાસને પૂરા કરવા પડોશીઓના ઘરમાંથી પૈસાની ચોરી કરતી હતી આ સગીરા પોતાના ભોગવિલાસ માટે પડોસીઓના ઘરમાથી  રૂ. ૨૦૦, ૫૦૦, ઘરેણાં, ફોન વગેરેની ચોરી કરવા માટે તલપાપડ બની હતી. જ્યારે તેણે પાડોશીનો ફોન ચોર્યો ત્યારે તેના પિતા અને દાદીને સમગ્ર ઘટનાની જાણ થઈ. બંનેએ તેને સમજાવતાં તેને માર મારવા લાગ્યા અને ધમકાવવા લાગ્યા, છતાં ન માનતા કંટાળેલા પિતાએ રડતા રડતા અભયમને બોલાવી દીકરીને સમજાવી. આ ઘટના અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં બની હતી જ્યાં  દાદીના ઘરે રહેતી ૧૫…

Read More

Amreli,તા.૧૯ અમરેલી તાલુકાના પાણીયા ગામમાં સવારે મુળ મધ્યપ્રદેશના જાબુઆના અને હાલ પાણીયામાં રહેતા ૭ વર્ષીય રાહુલ બારીયા નામનો માસૂમ અન્ય લોકો સાથે નદી કિનારે જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક સિંહ ત્યા આવી ગયો હતો અને આ માસૂમ તેમજ અન્ય લોકો કઈ સમજે તે પહેલા સિંહ આ બાળકને પકડીને બાવળની ઝાડીઓ તરફ ઢસડી ગયો હતો. સિંહે બાળક પર હુમલો કરી બાળકના શરીરના ટુકડા કરી નાખ્યા હતા. જે ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જે પ્રમાણે સિંહે બાળકના શરીરના ટૂકડા કરી નાખ્યા હતા તે જોઈ વનવિભાગ પણ ચોંકી ગયું હતું. ગામના લોકો કોઈ બાળકના મૃતદેહને જોઈ શક્યા ન…

Read More

જો તમારે પાર્ટી મોટી કરવી હોય તો કાર્યકરોને મોટા બનાવો, તેમને હોદ્દા આપો Maharashtra,તા.૧૯ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ મુંબઈમાં પાર્ટીના સાંસદો, ધારાસભ્યો અને શહેરના અધિકારીઓની બેઠક દરમિયાન એક સભાને સંબોધિત કરી. આ દરમિયાન એકનાથ શિંદેએ વિપક્ષી પક્ષો પર જોરદાર નિશાન સાધ્યું. આ સાથે, એકનાથ શિંદેએ આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ વિશે પણ વાત કરી. ડેપ્યુટી સીએમ શિંદેએ પણ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસ સાથે શીત યુદ્ધની અટકળોને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. સભાને સંબોધતા, એકનાથ શિંદેએ કહ્યું કે તેઓ બાળાસાહેબ ઠાકરેના શિષ્ય છે. તેમણે કહ્યું કે અઢી વર્ષ સુધી હું પગમાં પૈડા રાખીને ફરતો રહ્યો. મેં એક પણ દિવસ રજા લીધી…

Read More

New Delhi,તા.૧૯ બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ઋષિ સુનકનો પરિવાર પણ હાજર હતો. પીએમ મોદીએ બધા સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર મીટિંગની તસવીરો શેર કરી છે. આ સાથે પીએમ મોદીએ લખ્યું, ‘બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક અને તેમના પરિવારને મળીને ખૂબ જ ખુશ છું. અમે ઘણા વિષયો પર સરસ વાતચીત કરી. સુનક ભારતના ખૂબ સારા મિત્ર છે અને તે ભારત-યુકે સંબંધોને વધુ મજબૂત કરવા ઉત્સુક છે. તમને જણાવી દઈએ કે બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. તેઓ સતત દેશના જુદા જુદા ભાગોની મુલાકાત…

Read More

Chandigarhતા.૧૯ દિલ્હીની ચૂંટણી પછી પંજાબમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે મુખ્યમંત્રી ભગવંત માને પહેલી વાર પોતાનું મૌન તોડ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી બનવાના નથી. આ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, જે પાયાવિહોણી છે. આમાં કોઈ સત્ય નથી. મંગળવારે સાર્દુલગઢમાં તાલુકાની કામગીરીનું નિરીક્ષણ કરતી વખતે મુખ્યમંત્રીએ આ વાત કહી. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે પંજાબ સરકાર અમેરિકાથી દેશનિકાલ કરાયેલા પંજાબીઓને વિદેશથી આવીને પંજાબમાં નોકરી કરતા યુવાનો સાથે પરિચય કરાવશે, જેથી તેઓ નિરાશામાં ઘરે ન બેસે અને પોતાને મજબૂત બનાવે. આ સાથે, આ યુવાનો રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ વિભાગોની જગ્યાઓ માટે પણ અરજી કરી શકે છે.…

Read More

Mumbai,તા.૧૯ થાણે પોલીસને જાણવા મળ્યું કે ગયા મહિને એક એગ્રીગેટર કેબ ડ્રાઇવરની હત્યા પાછળ મિલકતનો વિવાદ કારણભૂત હતો. આ કેસમાં તેની ગર્લફ્રેન્ડ અને અન્ય ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ૧૭ જાન્યુઆરીએ થાણે જિલ્લાના ભિવંડી વિસ્તારના મૌજે પોગાંવમાં તાનસા વૈતરણા પાણીની પાઇપલાઇન પાસે કેબ ડ્રાઇવર અકરમ ઇકબાલુદ્દીન કુરેશી પર લોખંડના સળિયા અને પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો. ૧૮ જાન્યુઆરીના રોજ પાઇપલાઇન પાસે ઝાડીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં વરિષ્ઠ પોલીસ નિરીક્ષક દાદાસો એડકેએ જણાવ્યું હતું કે, ભિવંડી તાલુકા પોલીસે ત્યારબાદ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો હતો. આ કેસની તપાસ માટે બે પોલીસ ટીમો…

Read More