Paris તા.3
મશહુર ઈટાલિયન કલાકાર મોરિજિયો કેટેલનની કલાકૃતિ `કોમેડિયન’ (દીવાલ પર ડકટ ટેપથી ચોટાડેલું આધારણ કેળુ) ફ્રાન્સના એક સંગ્રહાલયમાંથી ચોરાઈ ગઈ છે.
કેળુ ખરાબ થઈ જવાના કારણે તેને નિયમીત રીતે બદલવામાં આવે છે, એટલે ચોરી થયા બાદ તરત ત્યાં બીજુ કેળુ ચોટાડી દેવાયું હતું. આ કલાકૃતિને વર્ષ 2021માં ચીની ક્રિપ્ટો સંસ્થાપક જસ્ટિસ સને 51 કરોડમાં ખરીદી હતી.
જયારે કલાકારે તેને માત્ર 35 સેન્ટમાં ખરીદયું હતું. આવું પહેલીવાર નથી કે આ કિંમતી કેળા સાથે કંઈક થયુ હોય. આ પહેલા અનેક આંગતુક અને ખુદ જસ્ટિન તેને ભૂખ લગાવાનું બહાનુ બનાવીને ખાઈ ચૂકયા છે.

