New Delhi,તા.03
દેશમાં લાંબા સમય સુધી રિઝર્વ બેન્કે ફુગાવાની ચિંતા કરીને વ્યાજદર વધાર્યા પછી હવે છેલ્લી ત્રણ મોનેટરી પોલીસીની બેઠક સહિત કુલ 1.25%નો વ્યાજદર ઘટાડયો છે પણ બેન્કોએ અવારનવાર ધિરાણ સસ્તા કર્યાની જાહેરાત વચ્ચે એકંદરે 0.32% એટલે કે 32 બેસીસ પોઈન્ટ સુધી વ્યાજદર વધારી દીધા છે.
ખાસ કરીને નવી લોનમાં તે લાગુ કર્યા છે. વાસ્તવમાં બેન્કો ઈચ્છે તો પણ રિઝર્વ બેન્કે જે ફાયદો વ્યાજદરમાં આવ્યો છે તે પુરેપુરો ગ્રાહકોને આપી શકે તેમ નથી તેનું મુખ્ય કારણ બેન્કોએ તેની થાપણોને આક્રમક બનાવી રાખવાની છે.
એક તરફ બોન્ડ યીલ્ડ (વળતર) માં વધારો થયો છે તો નાની બચત યોજના જે પોષ્ટ ઓફિસ બચત યોજના તરીકે ઓળખાય છે તેના વ્યાજદર ઉંચા રહેતા બેન્ક થાપણો માટે જબરી સ્પર્ધા થઈ છે. એક તરફ શેરબજારમાં રીટેલ ઈન્વેસ્ટર્સ નાણા ઠાલવી રહ્યા છે.
મ્યુચ્યુઅલ ફંડનું ઈકવીટી રોકાણ પણ વધ્યુ છે તેની બેન્ક થાપણોના વ્યાજ ઘટાડે તો બેન્કોને નવી થાપણો મેળવવામાં મુશ્કેલી પડી શકે છે તો થાપણના ઉંચા વ્યાજના કારણે બેન્કોને માર્જીન જાળવવા પણ લોન મોંઘી રાખવી પડે તેમ છે.
સરકારે જાન્યુ-માર્ચ માસમાં પણ નાની બચતના વ્યાજદર યથાવત રાખ્યા છે. રિઝર્વ બેન્કના રિપોર્ટ મુજબ વ્યાપારી બેન્કોનો સરેરાશ ધિરાણ દર 8.71% છે જે અગાઉ 8.39% હતો. 10 સપ્ટે.ના સરકારી લોનનું વળતર પણ ઉંચુ ગયુ છે અને બેન્કોને પોષ્ટ ઓફિસના 6.9% થી 7.5% સુધીના વ્યાજદર સાથે સ્પર્ધા કરવી પડે છે. આથી લોન મોંઘી કરવી પડી છે.

