New Delhi તા.31
બેન્કીંગ વિનિયમન અધિનિયમ, 1949ની જોગવાઈઓમાં આવતી બધી `બેન્કીંગ કંપનીઓ’ નિર્ધારિત સીમાથી વધુ વ્યાજ આવક પર ટીડીએસ કાપશે. આવક વેરા વિભાગે સોમવારે આ જાણકારી આપી હતી.
આવકવેરા કાયદા અનુસાર, જો બેન્ક કે પોસ્ટ ઓફીસમાં જમાથી પ્રાપ્ત વ્યાજ આવક એક નાણાકીય વર્ષમાં સામાન્ય નાગરિકો માટે 50 હજાર રૂપિયા અને વરિષ્ઠ નાગરિકો માટે એક લાખ રૂપિયાથી વધુ થઈ જાય છે, તો તેના પર ટીડીએસ કપાય જાય છે.
વિભાગે જણાવ્યું હતું કે નવા આવકવેરા અધિનિયમ 2025ની ધારા 402 અંતર્ગત `બેન્કીંગ કંપની’નું તાત્પર્ય એ કંપનીઓ માટે છે, જેના પર બેન્કીંગ વિનિમયન અધિનિયમ લાગુ હોય છે.
વિભાગે સ્પષ્ટ કર્યુ છે કે આ અધિનિયમની ધારા 51 અંતર્ગત આવનારી આવી બેન્ક તેમજ બેન્કીંગ સંસ્થાન `બેન્કીંગ કંપની’ની વ્યાખ્યામાં સામેલ માનવામાં આવશે, ભલે તેનો સ્પષ્ટ ઉલ્લેખ ન હોય.

