Bhavnagar તા.8
ભાવનગર તરફ આવી રહેલી કારના ચાલકે કાબુ ગુમાવતા નારી ગામ પાસે કાર ડિવાઈડર સાથે ધડાકા ભેર અથડાઈ હતી અને કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો આ કારમાં વિદેશી દારૂનો જથ્થો પણ હતો અકસ્માત સર્જાતા રોડ પર દારૂની રેલમ છેલ થઈ ગઈ હતી.અને બેના મોત થયા છે.
કારમાં સવાર મહિલા સહીત ચાર લોકોને ઈજાઓ થતા સારવાર અર્થે 108 સેવા દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા બનાવની જાણ થતા વરતેજ પોલીસ દોડી ગઈ હતી અને રોડ પર વિખેરાયેલ દારૂ એકઠો કરી કબ્જે લીધો હતો અને આ દારૂ કોણ અને ક્યાંથી લાવ્યું તે દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન કારમાં બેઠેલ મહિલા સહિત બે ના મોત નીપજ્યા છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ નારી નજીક રામાપીરના મંદિર પાસે અકસ્માત થયાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ કરતા કારની બહાર તેમજ કારમાં ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલો હોય પ્રથમ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલા હતાં.
કાર સહિત દારૂનો મુદ્દામાલ કબ્જે કરેલ પોલીસે પંચોની રૂબરૂમાં મુદ્દામાલની ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 1130 બોટલો કી.રૂ. 2.62 લાખ તેમજ કાર કી.રૂ. 3 લાખ મળી કુલ રૂ. 5.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલાક હરિયાણાના કમલ પંડિત, તેમજ કારમાં સવાર અજય દલબીરસિંઘ ગોરીયા રહે.જીંદ-હરિયાણા તેમજ યોગીન્દ્ર તથા રેણુબેન સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.દરમિયાન કારમાં બેઠેલ અને ઈજા પામનાર રેણુબેન તથા ડ્રાઇવર કમલભાઈ પંડિતના સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યા છે.

